એક ન્યૂઝ વેબસાઈટે સરકારના દાવાઓના આધારે યુટ્યુબ ચેનલો અને વેબસાઈટોની તપાસ કરી, જેને ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી. એવું બહાર આવ્યું છે કે પ્રતિબંધિત 20 યુટ્યુબ ચેનલોમાંથી, મોટાભાગની નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) નામના પાકિસ્તાનના એક જ જૂથ દ્વારા ચલાવવામાં આવતી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે 20 યુટ્યુબ ચેનલો અને બે ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આ ચેનલ ભારત વિરોધી પ્રચાર અને ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. મંત્રાલય વતી, એવું કહેવામાં આવ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, ખેડૂતોનું આંદોલન, CAA-NRC, રામ મંદિર, જેવા વિષયો પર સમન્વયિત રીતે વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવતી હતી.
આ દરમિયાન એક ન્યૂઝ વેબસાઈટે યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સની તપાસ કરી. જેને સરકારના દાવાઓના આધારે ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી. જેમાંથી એવું બહાર આવ્યું છે કે પ્રતિબંધિત 20 યુટ્યુબ ચેનલોમાંથી, મોટાભાગની નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) નામના પાકિસ્તાનના એક જ જૂથ દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ચેનલોના લગભગ 35 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા અને તેમના વીડિયોને પણ 55 કરોડ વ્યૂઝ મળ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, નયા પાકિસ્તાન ગ્રૂપની ઘણી યુટ્યુબ ચેનલો ખુદ પાકિસ્તાનની લોકપ્રિય ન્યૂઝ ચેનલોના એન્કર દ્વારા સંચાલિત છે અને ત્યાં બેઠેલા લોકો ભારતીય નાગરિકોની ઓળખ કરીને આ ચેનલોની સામગ્રી શેર કરે છે.
તે કેવા પ્રકારની સામગ્રીનો પ્રસાર કરતા હતા?
જે યુટ્યુબ ચેનલો અને વેબસાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે ભારત વિરોધી સામગ્રીથી ભરેલી હતી. સૌથી મોટી વાત એ છે કે તેને માત્ર ભારતમાં લાગણી ભડકાવવા માટે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક પોસ્ટના શીર્ષકો હતા. ‘આર્ટિકલ 370 હટાવવાના કારણે બાઈડન-એર્દોઆને કાશ્મીરમાં સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો.’ ‘તુર્કી સેના નવી દિલ્હીમાં પ્રવેશવાની તૈયારીમાં છે.’ ‘ભારતના 300 જાસૂસોને ફાંસી આપીને અફઘાન તાલિબાને મોદી અને યોગીને સ્પષ્ટ સંદેશો આપ્યો.’ તૈયબ અર્દોઆને રામ મંદિરને બદલે મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. મોદી-યોગી મુશ્કેલીમાં. વગેરે જેવી ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરતા હતા.
કઈ ચેનલો ભારતના લોકોને પ્રભાવિત કરતી હતી અનેશું ભારત વિરોધી સામગ્રી પોસ્ટ કરતા હતા.
1. પંચ લાઇન – સબ્સ્ક્રાઇબર: 1.16 લાખ – વ્યૂઝ: 2.01 કરોડ,
– કાશ્મીરમાં લાગ્યા ઈમરાન ખાન ઝિંદાબાદના નારા, ભારતીય સરકાર-સેના માટે મોટા સમાચાર
– 57 ઇસ્લામિક દેશોએ મુસ્લિમોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો, ભારત અભિયાન ચરમ પર.
2. હિસ્ટોરિકલ ફેક્ટસ – સબ્સ્ક્રાઇબર: 9.44 લાખ – વ્યૂઝ: 16 કરોડ
– અર્દોઆન કાશ્મીરમાં 35 હજાર હત્યારાઓને મોકલવાની છે.
– તુર્કીની સેના બદલો લેવા માટે અયોધ્યાના રામ મંદિરમાં ઘુસી.
3. નયા પાકિસ્તાન ગ્લોબલ – સબ્સ્ક્રાઇબર: 7.76 લાખ – વ્યૂઝ: 9.68 કરોડ
– મોદીએ બાબરી મસ્જિદ પર પોતાની ભૂલ સ્વીકારી.
– CAA, NRC અને આર્ટિકલ 370 પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) નિર્ણય કરશે.
4. પંજાબ વાયરલ – સબ્સ્ક્રાઇબર: જાણકારી નથી – વ્યૂઝ: 14.80 લાખ
– કાશ્મીર મુજાહિદ્દીને ભારતીય સેનાના 6 કાફલા પર હુમલો કર્યો.
– મોદી સરકારના પાંચ મંત્રીઓએ મોદી, શાહ અને રાજનાથ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો.
5. ધ નેકેડ ટ્રૂથ – સબ્સ્ક્રાઇબર: 4.61 લાખ – વ્યૂઝ: 8.89 કરોડ
– પાંચ દેશોના ગઠબંધને બાબરી મસ્જિદ પર એક જબરદસ્ત નિર્ણય લીધો.
– કાશ્મીરમાં ભારતીય સેનાની હાર, પરિસ્થિતિ બદલાઈ.