વૈજ્ઞાનિકોએ જાપાનને લઈને એક ભયાનક ચેતવણી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો રિક્ટર સ્કેલ પર 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો ઉત્તર જાપાનમાં ભારે તબાહી સર્જાશે. તેમજ અનેક લોકોના મોત થઈ શકે છે. કારણ કે માત્ર ભૂકંપ જ નહીં, પરંતુ તેના પછી આવનારી વિનાશક સુનામી જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે. આ ચેતવણી જાપાન સરકારની કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદ દ્વારા આપવામાં આવી છે.
જાપાનની કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદે સરકારને અપીલ કરી છે કે આવી સ્થિતિથી બચવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. જેથી મૃત્યુઆંક 80 ટકા સુધી ઘટાડી શકાય. તેમાં ભૂકંપ અને સુનામી પહેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કવાયત પણ સામેલ છે. આ સિવાય સુનામી બાદ ઈમારતોમાંથી લોકોને બચાવવાની પણ યોજના છે.
જાપાનની ભૂકંપની આગાહીથી સૌથી વધુ નુકસાન થવાની ધારણા પ્રશાંત મહાસાગરમાંના કાંઠે વસેલા હોકાઇડો, આઓમોરી, ઇવાતે, મિયાગી, આકિતા, યામાગાતા, ફુકુશિમા, ઇબારાકી અને શિબાને હાની થવાની શક્યતા છે. કારણ કે આ વિસ્તાર ચિશિમા ખાઈના કિનારે આવેલો છે. તેને કુરિલ ટ્રેન્ચ પણ કહેવામાં આવે છે.
જાપાનના વૈજ્ઞાનિકોને ડર છે કે જો 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો તેના કારણે સર્જાયેલી સુનામીથી લગભગ 2.20 લાખ ઈમારતોને નુકસાન થશે. જેના કારણે 31.3 ટ્રિલિયન યેન એટલે કે 20.67 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો શિયાળાની ઋતુમાં ભૂકંપ-સુનામી આવે તો નુકસાન વધુ થશે. તેમજ રાત્રી દરમિયાન આવી ઘટના બને તો મુશ્કેલી અનેકગણી વધી જાય છે. જામી ગયેલા બરફને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડશે. બર્ફીલા રસ્તાઓ પરથી લોકોને વહેલી તકે સલામત સ્થળે લઈ જવાથી અકસ્માતોનું જોખમ વધુ વધશે. સૌથી વધુ ખતરો ઉત્તર-પૂર્વ વિસ્તારમાં તોહોકુ નજીક છે. કારણ કે અહીં જાપાન ટ્રેન્ચ છે.
વિજ્ઞાનીઓનો અંદાજ છે કે જો 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો માર્ચ 2011ના ભૂકંપ અને સુનામી કરતાં 10 ગણો વધુ વિનાશ થશે. વર્ષ 2011માં જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સુનામીના કારણે લગભગ 18 હજાર લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદે કહ્યું છે કે જો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવે તો મૃત્યુઆંક 30 હજાર સુધી સીમિત થઈ શકે છે. પરંતુ આ માટે સરકારે ઉંચી જગ્યાઓ પર ઉંચી ઈમારતો બાંધવી પડશે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવી પડશે. તેનાથી 80 ટકા લોકોને બચાવી શકાય છે. પરંતુ તેમ છતાં દરેકને બચાવવું મુશ્કેલ બનશે. 9ની તીવ્રતા સાથે ભૂકંપથી સૌથી વધુ હોકાઈડો પ્રીફેક્ચર પીડાશે. અહીં લગભગ અનેક લોકોના મોત થવાની આશંકા છે.
જો ચિશિમા ટ્રેન્ચમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો ત્યાં પણ ઘણાં લોકોના મોત થવાની આશંકા છે. આ સાથ ઘણી ઈમારતો ધરાશાયી થવાનું જોખમ પણ રહેશે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સતોશી નિનોયુએ કહ્યું કે અમે આફતોની આગાહી પર અભ્યાસ કરીએ છીએ. જેથી કરીને લોકોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. કુદરતી આફતોથી લોકોને બચાવવાની અમારી મુખ્ય પ્રાથમિકતા છે.
વર્ષ 2006માં પણ સમાન અંદાજો રજૂ કરવામાં આવ્યા હતા. માર્ચ 2011માં સુનામી પછી જાપાન સરકારે આજના હિસાબે તેના તમામ જૂના અંદાજોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો. જે બાદ આ નવો અભ્યાસ સામે આવ્યો છે. કારણ કે ચિશિમા ટ્રેન્ચ અને જાપાન ટ્રેન્ચ બંને જાપાન માટે જોખમી છે. જો અહીં મોટા પાયે ધરતીકંપ આવે છે, તો નુકસાનની સંભાવના ઘણી વધારે છે.