આજના આર્ટીકલમાં અમે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે ઓમીક્રોનનને હરાવી સંપૂર્ણપણે સાજા થયેલા છે. અશોકભાઈ અગ્રવાલ જણાવતા કહે છે કે ચાર સભ્યના પરિવારમાં કોઈ પણ સભ્યને કોઈ લક્ષણો જણાતા ન હતા છતાં પણ ડૉક્ટરો કહી રહ્યા હતા કે તેઓ ઓમિક્રોન સંક્રમિત છે. અમારા આખા પરિવારે કોઈપણ પ્રકારની દવા વગર જ ઓમીક્રોનને હરાવ્યો છે.
અશોકભાઈ અગ્રવાલ અને તેનો પરિવાર 25 નાવેમ્બેરના રોજ દક્ષિણ આફ્રિકાથી જયપુર આવ્યો હતો. તેઓએ દક્ષિણ આફ્રિકામાં ચાર ચાર વખત કોરોના ટેસ્ટ કરાવ્યો પરંતુ નેગેટિવ આવ્યો હતો, જ્યારે તેઓ ભારત પહોંચ્યા ત્યારે ફરી એક વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે સમયે આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો અને સાથે સિક્વન્સિંગ ટેસ્ટમાં આખો પરિવાર ઓમીક્રોનથી સંક્રમિત હતો.
જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે અમારા આખા પરિવારમાં કોઈને પણ કોઈ લક્ષણો જણાતા ન હતા. એક પણ સભ્યને હળવો તાવ, ઉધરસ, શરદી, કઈ પણ જણાતું ન હતું. પરંતુ જ્યારે અમને ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે આખો પરિવાર ખુબ જ ડરી ગયો હતો, જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ ઓમીક્રોનથી સંક્રમિત આવવા પર ડૉક્ટર નરોત્તમ શર્માનો ફોન આવ્યો અને તેમણે અમને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થવાનું કહ્યું.
ઓમીક્રોન પોઝીટીવ આવતા જ ડોક્ટર નરોત્તમ શર્માએ, અમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન થવાનું કહ્યું. અશોકભાઈ અગ્રવાલ જણાવતા કહે છે કે, ઓમીક્રોન પોઝીટીવ હોવા છતાં અમને કોઈ લક્ષણ અનુભવતા નહોતા. પરંતુ ડોક્ટરોની વાત સાંભળતા સમગ્ર પરિવાર ગભરાઈ ગયો અને તબિયત સારી હોવા છતાં પણ માનસિક તણાવ અચાનક વધી ગયો. પરંતુ અમે હિંમત હાર્યા વગર અખો પરિવાર હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન થવા માટે સહમત થઇ ગયા.
અશોકભાઈ અગ્રવાલ અને તેના પરિવારે ઓમીક્રોન પોઝીટીવ આવવા પર નક્કી કર્યું હતું કે અમારા કારણે કોઈ બીજાને સંક્રમણ ન ફેલાય એ કારણોસર કોઈને સંપર્કમાં જ ન આવીએ. સાથે અશોકભાઈ અગ્રવાલ લોકોને જણાવતા કહે છે કે કોઈપણ સંજોગોમાં ગભરાવું નહિ અને, જેમ હોસ્પિટલ અને ડોક્ટર્સ કહે તેનું પાલન કરવું જોઈએ. હાલ અશોકભાઇના પરિવારમાં દરેક સભ્યો એકદમ સ્વસ્થ છે.
અશોકભાઈના જણાવ્યા અનુસાર ઓમીક્રોનથી સંક્રમિત હોવા છતાં પરિવારના કોઈ પણ સભ્યોને કોઇ સામાન્ય લક્ષણો પણ નહોતા અબુભવતા, પરંતુ ડોક્ટરોએ આ પરિવારના દરેક સભ્યોને ઓમીક્રોન પોઝિટિવ જાહેર કર્યા હતા. હાલ આખો પરિવાર ઓમીક્રોનથી મુક્ત થઈ ગયો છે.
આમ, અશોકભાઈ અગ્રવાલના જણાવ્યા અનુસાર કોઈપણ સંજોગોમાં ગભરાવું નહિ અને, જેમ હોસ્પિટલ અને ડોક્ટર્સ કહે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આમ કરવાથી તમે જરૂર ઓમીક્રોનના સંક્રમણથી મુક્ત થઇ શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને આ આર્ટીકલ ગમ્યો તો જરૂર મિત્રો સાથે શેર કરવા વિનંતી.