ચીન પાસેથી લીધેલું દેવું અને કોરોના મહામારીની અસરે શ્રીલંકાને નાદારીની અણી પર ધકેલી દીધું છે. અહીં 700 રૂપિયે કિલો મરચું, 200 રૂપિયે કિલો બટેટા, દૂધનો ભાવ એટલો પહોંચી ગયો છે કે લોકો ચાની ચુસ્કીઓ માટે તરસી રહ્યા છે. એક મહિનામાં 15 ટકાના વધારા સાથે મોંઘવારીએ શ્રીલંકાના સામાન્ય લોકોનું જીવન પરેશાન કરી નાખ્યું છે.
રોજિંદા ખાદ્યપદાર્થોની કિંમતો એટલી હદે વધી ગઈ છે કે સામાન્ય વર્ગ માટે આ વસ્તુઓ ખરીદવી સરળ નથી રહી. આજની તારીખમાં 100 ગ્રામ મરચાનો ભાવ 71 રૂપિયા થઈ ગયો છે. અહીં મરચા 700 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા એકમાત્ર એવો દેશ નથી જ્યાં આવી હાલત થઈ છે. શ્રીલંકા પહેલા પણ ઘણા દેશો નાદારીની આરે પહોંચી ગયા છે. આવો જાણીએ એવા દેશો વિશે કે જેમના પર અસાધારણ દેવું અને રેકોર્ડ બ્રેક ફુગાવો છે.
1. આર્જેન્ટિના : 2001માં આર્જેન્ટીના પર લગભગ 100 અબજ ડોલરનું દેવું હતું. 2012માં, અમેરિકી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો આર્જેન્ટિના તેના હાલના બોન્ડધારકોને ચૂકવણી ન કરી શકતા ઓગસ્ટ 2014માં તેને ડિફોલ્ટ જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ દેશ વિશ્વમાં સૌથી વધુ મોંઘવારી દરના સંદર્ભમાં પાંચમા સ્થાને છે.
2. બેલીઝ : 360,000 લોકોની વસ્તી ધરાવતો આ નાનો દેશ મધ્ય અમેરિકામાં સ્થિત છે. 1.8 બિલિયન ડોલરની જીડીપી સાથે, આ દેશ વિશ્વની સૌથી નાની અર્થવ્યવસ્થાઓમાંનો એક છે. બેલીઝે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભારે ઉધાર લઈને કુલ 540 મિલિયન ડોલરથી વધુનું દેવું પૂર્ણ કર્યું.
3. ગ્રીસ : 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક ગ્રીસ હતો. 2012માં, આ દેશ પર 138 બિલિયનનું ડોલરનું દેવું હતું, જે તે ચૂકવી શક્યું નથી. આ પછી તેને અત્યાર સુધીની સૌથી મોટી સોવરિન ડિફોલ્ટ તરીકે જાહેર કરવામાં આવી છે. 2012થી, ગ્રીસમાં અંદાજિત બેરોજગારી દર 24% અને 25% ની વચ્ચે રહ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ પૈકીનો એક છે.
4. પાકિસ્તાન : જો તમે શ્રીલંકાની મોંઘવારીથી પરેશાન છો તો જાણી લો કે પાકિસ્તાનમાં પણ સ્થિતિ બહુ સારી નથી. અહીં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 2,560 રૂપિયા છે અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 9,847 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે પેટ્રોલ 145.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 142.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ દેશમાં દૂધ પણ 140 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે.