વસંત પંચમીનો તહેવાર આવવાનો છે. આ તહેવાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 5 ફેબ્રુઆરી શનિવારના રોજ વસંત પંચમી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા, એટલા માટે જ આ દિવસ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે તેમના ભક્તો માતા માટે ઉપવાસ રાખે છે અને વિશેષ પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જ્ઞાનની દેવી સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આ વખતે વસંત પંચમી પર બે શુભ યોગ પણ બનવાના છે. 5 ફેબ્રુઆરીએ સૂર્ય અને બુધ મકર રાશિમાં હોવાના કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. સાથે જ કેદાર યોગ પણ બની રહ્યો છે. જેમના કારણે વસંત પંચમીનું મહત્વ ઘણું વધી ગયું છે. જો તમે પણ આ વખતે વસંત પંચમીના દિવસે ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક ભૂલો ભૂલથી પણ ના કરો.
ક્યારેય ન કરશો આ 7 ભૂલો :
1) વસંત પંચમીના દિવસે કાળા કપડા પહેરવાની ભૂલ ન કરો. કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે. દેવી સરસ્વતીની પૂજામાં પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
2) જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકતા હોવ તો પણ ઓછામાં ઓછું પૂજાના સમય સુધી ઉપવાસ રાખો. ખાધા-પીધા પછી પૂજા ન કરવી. જો તમે આખો દિવસ ઉપવાસ રાખી શકો તો તે ખૂબ ઉત્તમ છે.
3) પૂજા કર્યા પછી પ્રસાદ ખાઈને ઉપવાસ તોડો. આ પછી સાત્વિક ભોજન કરો. મસાલેદાર ખોરાક કે ડુંગળી લસણમાંથી બનાવેલો ખોરાક ન ખાવો.
4) વસંત પંચમીના દિવસે ઘરમાં કોઈ સભ્યને માંસ અને દારૂનું સેવન ન કરવા દેવું. સ્વચ્છતા અને શુદ્ધતાનું સંપૂર્ણ ધ્યાન રાખો.
5) કોઈની સાથે ઝઘડો ન કરો. તેમજ કોઈની ખરાબી કે નિંદા ન કરો. શાંતિથી મા સરસ્વતીના ધ્યાનમાં મગ્ન થઈ જાઓ.
6) કોઈપણ ગરીબ, જરૂરિયાતમંદ કે લાચાર વ્યક્તિને હેરાન ન કરો. વડીલોની સેવા કરો અને તેમના સન્માનનું સંપૂર્ણ ધ્યાન રાખો.
7) કહેવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી એક વાર જીભ પર અવશ્ય આવે છે. તેથી તે દિવસે દરેક વસ્તુને શુભ કહેવા જોઈએ. એવું કંઈ બોલશો નહીં કે લોકોની લાગણીઓને ઠેસ પહોચે.
આ વસ્તુ કરો
-વિદ્યાર્થીઓએ ‘ઓમ હ્રં શ્રીં ક્લીં સરસ્વત્યૈ બુદ્ધજનન્યૈ સ્વાહા’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી તેમની મનોકામના પૂર્ણ થશે.
-સવારની શરૂઆત તમારી હથેળીઓને જોઈને કરો. હથેળીઓમાં મા સરસ્વતીની છબી જુઓ અને તેમને નમન કરો.
-વાણી સિદ્ધિ માટે, વિદ્યાર્થીઓએ તેમની જીભના તાળવામાં મૂકીને માતાના બીજા મંત્રનો જાપ કરવો જોઈએ. જો શક્ય હોય તો, વસંત પંચમીના દિવસથી શરૂ કરો અને દરરોજ તેમનો મંત્ર જાપ કરો.