વર્તમાન પરિસ્થિતિમાં ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે નિયમિત અને સમયસર ખાવા-પીવા, સુવા અને વ્યાયામ માટે સમય જ નથી, આવી પરિસ્થિતિમાં બીમાર પડવું ખુબ જ સામાન્ય થઇ ગયું છે. આ બધી જ બીમારીઓમાં લોહીની વિસંગતતા કારણભૂત થાય છે જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું અનેક પ્રકારની ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે. આનાથી હાર્ટએકેટ અને બ્રેન સ્ટ્રોક વગેરેનો ખતરો થઈ શકે છે.
આપણા શરીરમાં કોઈ ઘાવ કે ઈજાની સ્થિતિમાં લોહીનું ગંઠાવું જરૂરી છે, કારણ કે તે શરીરમાંથી થતા વધુ રક્તસ્ત્રાવને અટકાવે છે, પરંતુ જયારે શરીરીની અંદર નસોમાં લોહી જામી જવાથી તે ઘણું ગંભીર બની શકે છે. આ સમસ્યા વધારે જણાય તો અવશ્ય ડોકટરની સલાહ લેવી. આપણા શરીરના બધા જ ભાગમાં યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે. શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોચાડવાનું કામ લોહી જ કરે છે. એવામાં લોહીનું જામી જવાથી અનેક પરેશાની થઇ શકે છે. જેથી શરીરને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રાખવું ખુબ જ જરૂરી છે.
આજકાલ ઘણાં બધા લોકોમાં લોહી જામી જવાની સમસ્યા ખૂબ સાંભળવા મળી રહી છે, એટલા માટે ક્યાક ને ક્યાક આપણી ખરાબ ખાણી-પીણી અને ખોટી જીવન શૈલી પણ જવાબદાર છે. અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે આ સમસ્યાથી બચી શકો છો. ચાલો જાણીએ લોહીને પાતળું કરવાના ઘરેલું ઉપાયો વિષે.
લોહી જામી જવાના લક્ષણો : જ્યારે શરીરમાં લોહી જામવા લાગે છે તો તમને ઘણાં લક્ષણ મહેસૂસ થઈ શકે છે જેમાં આંખોમાં ઝાખું દેખાવવું, ચક્કર આવવા, વધું માસિક રક્તસ્ત્રાવ, ગઠિયો વા, સંધિવા, માથામાં દુખાવો થવો, બ્લડ પ્રેશર અને ત્વચામાં ખંજવાળ થવી વગેરેનો સમાવેશ થાય છે. ઘણા લોકો લોહીને પાતળું કરવા માટે દવાઓ પણ લે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ લોહીને પાતળું કરી શકો છો. ચાલો જાણીએ લોહીને પાતળું કરવાના ઘરેલું ઉપાયો વિષે.
લસણ : લસણનું સેવન લસણમાં બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. લસણમાં રહેલા એન્ટઓક્સીડેન્ટ ગુણ શરીરમાં જમા ફ્રી રેડિકલને ખતમ કરવાનું કામ કરે છે, જેથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરવા સાથે લોહીને પાતળું કરવામાં પણ મદદરૂપ બને છે. હ્રદયના રોગોની સમસ્યાથી પરેશાન છે તેવા લોકો સવારે ઉઠીને ખાલી પેટ એક લસણની કળી ખાવી જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે છે. અજમાનું સેવન પણ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી થાય છે.
આદુ : આદુ લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક બને છે. આદુમાં એસીટાઈલ સેલીસીટેડ એસીડ હોય છે. જે સેલીસીટેડથી ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગી થાય છે. આ સેલીસીટેડ લોહીને પાતળું કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે.
હળદર : હળદરમાં કુદરતી ઔષધીય ગુણ હોય છે, આ બ્લડ ક્લોટિગને રોકવામાં પણ ખૂબ સહાયક છે. કાચી હળદરનું સેવન પણ જામેલા લોહી ને પાતળુ કરવાનું કામ કરે છે. હળદર શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે.
કેયેન મરચું : કેયેન મરચુ પણ લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક થાય છે. તેમાં લોહીને પાતળું કરવા માટે ઉચ્ચ પ્રમાણમાં સેલિસિલેટ હોય છે. જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખીને બ્લડ સર્કુલેશન નિયમિત કરવા સાથે લોહીને પણ પાતળું કરે છે.
ફાઈબર વાળુ ફૂડ : લોહીને પાતળુ કરવા માટે આહારમાં ફાઈબર વાળો આહારને જરૂર સામેલ કરો. બ્રાઉન રાઇસ, મકાઇ, ગાજર, મૂળો, સફરજન, ઓટ્સ વગેરેનું સેવન કરો.
ફિશ ઓઈલ : ફિશ ઓઈલ લોહીને પાતળું કરવામાં મદદરૂપ થાય છે. ચિકન, મટનને છોડીને માછલીના તેલનું સેવન કરો. ડોક્ટરની સલાહથી ફિશ ઓયલની ટેબલેટ્સ પણ લઈ શકાય છે.
નિયમિત વ્યાયામ સાથે આ ઉપાયો પણ અજમાવો
નિયમિત સવારે ચાલવાનું રાખો : શરીરીને તંદુરસ્ત રાખવા સવારે જ્યારે સૂરજ ઉગે છે તે સમય ચલવા જાઓ. સવારના સમયે શુદ્ધ ઓક્સિજનું સ્તર થોડું વધું હોય છે, આ આરોગ્ય માટે ખૂબ સારૂ ગણાય છે. ઊંડા શ્વાસ લો, આથી તમારા ફેફસાને વધું પ્રમાણમાં ઓક્સિજ મળે છે, જેથી શરીરનું બ્લડ ફ્લો યોગ્ય બની રહે છે. સવાર સવારમાં વોક કરવાથી તમે તરોતાજા મહેસૂસ કરો છો.
ઊંડી શ્વાસ લો : સવારના સમય શુદ્ધ ઓક્સિજન આરોગ્ય માટે ખૂબ સારૂ છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસાને ઓક્સિજન મળે છે. જેથી રક્ત સંચાર યોગ્ય રહે છે. લોહીને શુદ્ધ અને જામી જવાથી બચવા માટે શરીરથી પરસેવો આવવો ખૂબ જરૂરી છે. કસરત કરવાથી અથવા કોઈ કામ કરવાથી શરીરથી પરસેવો નીકળે છે.
આમ, નિયમિત આ ઉપાયો કરવાથી ખુબ જ ફાયદો થાય છે અને તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારી ઠીક થાય છે. તમારામાંથી કોઈને ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં દરરોજ ઉપર જણાવેલા ઉપાયો અપનાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.