આજના આ આર્ટિકલમાં અમે વાત કરવાના છીએ, શરીરમાં લોહીની ઉણપને દુર કરવાના ઘરેલું અસરકારક ઉપાય વિષે. શરીમાં લોહીને ઉણપને દુર કરવા બીટ અને તેના જ્યુસના સેવનથી ફાયદો થાય છે. બીટ એક એવું કંદમૂળ છે જેમાં મળતા પોષક તત્વોથી તેના આયુર્વેદી ફાયદાઓ ખુબ જ વધારે છે. બીટમાં ભરપુર માત્રામાં આયર્ન તત્વ હોય છે જે લોહીની વૃદ્ધિ માટે જવાબદાર માનવામાં આવે છે. બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ ઝડપથી દુર થાય છે.
બીટનું સેવન તમે જ્યુસ અથવા સલાડ રૂપે કરી શકો છો. બીટમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડીયમ, વિટામીન-B1, વિટામીન-B12, વિટામીન-B1 અને વિટામીન-C વધારે પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે બીટનું સેવન સલાડ, હલવો કે જ્યુસના સ્વરૂપે કરી શકાય છે. આ બધામ બીટના જ્યુસને વધારે ગુણકારી માનવામાં આવે છે. બીટના બે પ્રકાર છે, લાલ બીટ અને સફેદ બીટ. આ બંનેમાં લાલ બીટને વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. લાલ બીટમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન હોય છે. બીટમાં ચરબીનું પ્રમાણ ખુબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તમે તેને તમારા ડાયટ પ્લાનમાં પણ ઉમેરી શકો છો, ચાલો જાણીએ બીટના સેવનથી શરીરને થતા ફાયદા વિષે.
આ રીતે બનાવો બીટનું જ્યુસ : બીટનું ટેસ્ટી જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ અડધો કપ પાણીમાં બીટના ટુકડાને ઉમેરીને મિક્સરમાં બરાબર ક્રશ કરો, ત્યારબાદ આ રસને એક ગ્લાસમાં લ્યો. ત્યારપછી તેમાં અડધા લીંબુનો રસ અને સંચળ મિક્સ ઉમેરીને બરાબર હલાવો. આમ આ રીતે બીટનું જ્યુસ બનાવીને નિયમિત સેવન કરવાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મેળવી શકાય છે.
હાઈ બ્લડપ્રેશર : હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે બીટનું સેવન ઉત્તમ મનાય છે. બીટના રસમાં વધારે પ્રમાણમાં નાઈટ્રેટસ હોય છે જે લોહીના દબાણને ઓછો કરે છે. એક માહિતી અનુસાર દરરોજ 500 ગ્રામ બીટનું સેવન કરવાથી માત્ર 6 કલાકમાં બ્લડપ્રેશરની સમસ્યા દુર થાય છે.
એનીમીયાની સમસ્યા : એનીમીયાની સમસ્યામાં બીટને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં વધારે પ્રમાણમાં આયર્ન તત્વ હોય જે શરીરમાં રક્તકણોનું નિર્માણ કરે છે. બીટના રસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્ર ઝડપથી વધે છે અને એનીમિયા જેવી બીમારીને દુર કરે છે.
હાડકાને મજબુત બનાવે : બીટમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી હાડકાને મજબુત બનાવવા ઉપયોગી થાય છે. બીટના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબુત થાય છે સાથે હાડકાનું દર્દ અને નબળાઈ પણ દુર થાય છે. બીટનું નિયમિત સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થાય છે અને હાડકા મજબુત બને છે.
પેટની સમસ્યા દુર કરે : પેટની સમસ્યામાં સવારે ખાલી પેટ એક ગ્લાસ બીટનુ જ્યુસ અને મધ મિક્સ કરીને પીવાથી પેટની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને પાચનશક્તિમાં વધારો કરી શકાય છે. બીટમાં ફાયબરનું પ્રમાણ રહેલું હોય છે માટે તેનું નિયમિત સેવનથી કબજીયાતની સમસ્યામાં ફાયદો થાય છે.
ડાયાબિટીસ : બીટના સેવનથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ નિયત્રણમાં રહે છે અને ડાયાબિટીસની સમસ્યામાં બીટ ફાયદાકારક થાય છે. બીટના સેવનથી ડાયાબિટીસના દર્દીને સ્વીટ ખાવાની ઈચ્છાને શાંત રાખી શકાય છે અને બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં કરી શકાય છે. બીટના રસનું નિયમિત સેવન કરવાથી હાયપરટેન્શન અને હાર્ટ સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે.
ચેહરા પરની કરચલીને દુર કરવા : બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ચામડીમાં નીખર આવે છે. બીટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ચેહરા પરની કરચલીઓને દુર કરવા મદદરૂપ બને છે. બીત ચેહરા પરની કરચલીને દુર કરવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
ટાલ પડવાની સમસ્યામાં : નિયમિત બીટના પાનાનો રસ માથા પર લગાવાથી ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. બીટના પાનને વાટીને હળદર ભેળવી મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને માથામાં પર લગાવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ટાલ પડવાની સમસ્યા દુર થાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે : બીટમાં ફોલિક એસિડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક થાય છે. ફોલિક એસિડ ગર્ભવતી મહિલાઓ અને જન્મેલા બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે. ફોલિક એસીડ બાળકમાં ન્યુરલ ટ્યુબના દોષોને રોકવામાં મદદ કરે છે.
આવી રીતે, બીટ અને તેનું જ્યુસસેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે બીટ તથા તેના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યાઓ દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.