ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) (SEBI)ને તેના પ્રથમ મહિલા અધ્યક્ષ મળ્યા છે. અજય ત્યાગીના સ્થાને માધબી પુરી બુચે સેબીનું પદ સંભાળ્યું છે. તેમની નિમણૂક 3 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી છે. સેબીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ મહિલા સેબીનું નેતૃત્વ કરશે. તે તેના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા તો છે જ સાથે તેઓ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવનાર તે પ્રથમ ખાનગી ક્ષેત્રના કાર્યકારી પણ છે.
માધબી પુરી બુચ કોણ છે?
માધબી પુરી બુચે તેનું શિક્ષણ સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાં પૂર્ણ કર્યું, ત્યાર બાદ તે IIM અમદાવાદમાં MBA કરવા ગયા. અહેવાલો અનુસાર, તેણી ICICI બેંકમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ એનાલિસ્ટ તરીકે જોડાઈ હતા અને 2011માં કાર્યકારી સંચાલક બન્યા હતા. 20 વર્ષ પૂરા કર્યા પછી તેમણે કંપની છોડી દીધી. પછી, તેણી સિંગાપોર ગઈ અને ‘ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપી’ નામની ખાનગી ઈક્વિટી ફર્મનું નેતૃત્વ કર્યું. તેમણે શાંઘાઈમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.
2017 માં SEBI થયા સામેલ
સેબી સાથે તેણીનો કાર્યકાળ 2017માં શરૂ થયો, જ્યારે તેણી પ્રથમ વખત સંપૂર્ણ સમયના સભ્ય તરીકે જોડાયા. 2021માં, માધાબીએ ટેક્નોલોજી પર કામ કરતી નવી રચાયેલી સમિતિનું નેતૃત્વ કર્યું.
માધાબી સ્થાનિક અને વૈશ્વિક બજાર પર નજર રાખશે
માધાબી સેબીના નવા વડા તરીકે કામ કરશે, જે સ્થાનિક અને વૈશ્વિક બજારોનું સંચાલન કરશે. આ સિવાય તેઓ NSE કોલોકેશન સ્કેન્ડલ અને NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ સાથે સંબંધિત મામલાની પણ તપાસ કરશે. આ ક્ષેત્રમાં તેમના અનુભવ સાથે, માધાબી પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે છે. આ નિર્ણયને વ્યાપારી અગ્રણીઓ અને નિષ્ણાતોએ વધાવી લીધો છે.
બે મોટા કૌભાંડનો ખુલાસો કરી ચૂ્ક્યા છે
તમને જણાવી દઈએ કે, આ પહેલા સેબીએ તેના કાર્યકાળ દરમિયાન 2 મોટા ઉદ્યોગપતિ ટીવી પત્રકારોના શેરબજાર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે જ સમયે, તેઓ ડીપ ઇન્ડસ્ટ્રીઝ ઇનસાઇડર મમાલામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે.