નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ પેટને સાફ કરવાની અને કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવવાની. આજના માણસ સમયના અભાવે અને વ્યસ્તતા ભરેલા જીવનના કારણે ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા અને અનેક બીમારીઓથી ઝપેટમાં આવી જાય છે. અનિયમિત ભોજન અને ખરાબ ખાણી-પીણીના કારણે પેટનો દુખાવો, પેટ બરાબર સાફ ન થવું, સતત કબજીયાત રહેવી આ સમસ્યા ઘણા લોકોને રહે છે. આ સમસ્યા અવારનવાર કોઈને કોઈ વ્યક્તિઓમાં ઘણી વાર જોવા મળે છે.
ઘણા લોકો સવારે પેટ બરાબર સાફ ન થવાની સમસ્યા જોવા મળે છે, અને થોડી વાર પછી ફરી વખત હાજતે જવું પડે છે. જયારે અમુક લોકોને તો સતત આખો દિવસ મળત્યાગ માટે જવું પડતું હોય છે. આ એક પ્રકારની કબજિયાત હોય છે. આ સમસ્યામાં મળ છે તે સખત થઈ જાય છે, જેથી મળત્યાગ વખતે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ. અનિયમિત ખાણી-પીણી અને ખરાબ આદતોના કારણે આ સમસ્યા પેદા થતી જોવા મળે છે.
કબજીયાતની સમસ્યામાં નિયમિત મળશુદ્ધિ થતી નથી, આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. આ કબજીયાતનો કોઈ ઈલાજ ન કરવામાં આવે અને લાંબા સમય સુધી રહે તો એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે. જો આ લાંબો સમય રહે ઓ તમારું શરીર રોગોનું ઘર બની જાય છે. એક પ્રકારે શરીરમાં આવતી અને લાગુ પડતી બીમારીને શરીરમાં લાવી શકે છે. માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરી લેવો ખુબ જ જરૂરી છે. ચાલો જાણીએ કબજીયાતને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.
કબજીયાતનો અસરકારક ઘરેલું ઉપાય : કબજીયાતની સમસ્યા થવા પર આટલું કરો. જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા છે તેવા લોકોએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક ગ્લાસ પાણી ગરમ લેવું. ત્યારબાદ આ ગરમ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આ પાણીને પીવું, આ એરંડિયાનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે.
જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉપાય ખાસ કરીને રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હોય તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે અને મળત્યાગ થશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે અને પેટ સાફ થઇ જશે.
જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે. આ સમસ્યામાં તમારું શરીર નિયમિત સાફ થઇ જવું જરૂરી છે. જો તમારું પેટ નિયમિત સાફ થઇ જાય તો મોટા ભાગની બીમારીઓ તેની મેળે જ દવા લીધા વગર જ દૂર થઈ જાય છે અને મટી જાય છે.
ઘણી વખત કબજીયાતની સમસ્યા ન હોવા છતાં પણ વારંવાર મળત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આ ખુબ જ પરેશાન કરતી અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરતી આ સમસ્યાના ઈલાજ માટે અમેં આ આર્ટીકલમાં ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે અને તમે માત્ર પાંચ જ મિનીટમાં આખું પેટ ખાલી થઇ જશે તેવો આ અસરકારક ઉપાય છે.
કબજિયાતની સમસ્યામાં આ ઉપાય દ્વારા તમે પેટને સંપૂર્ણ રીતે સાફ રાખી શકો છો, જે લોકોને કાયમી આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય એકાંતરા કરી શકાય છે અને જે લોકોને ક્યારેય કબજિયાત રહેતી હોય તેવા લોકો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી શકે છે. આ ઉપાય દ્વારા તમે ચોક્કસપણે કબજિયાતની સમસ્યામાં રાહત મળશે.
આમ આ ઉપાય દ્વારા ખુબ જ સરળતાથી કબજીયાતની સમય મટી જાય છે અને પેટ સાફ રહે છે. આ એક અસરકારક ઉપાય છે અને માત્ર અડધા જ કલાકમાં ખુબ જ સારું પરિણામ આપે છે. આ ઉપાય કરતા પછી તમે વારંવાર હાજતે જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો.
આ ઉપાય શરીરમાં આ રીતે પાચન તંત્રના આ મુખ્ય રોગને દૂર કરીને બીજી બધી જ સમસ્યાઓને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત આપે. આ ઉપયોગી માહિતીને જરૂર શર કરવા વિનંતી.