આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ સરગવાના અમૃત સમાન ગુણો વિષે. સરગવાના ઔષધીય ગુણોવિષે વાત કરીએ તો શરીરના તમામ અંગોના સ્વાથ્ય માટે ઉપયોગી છે. સરગવમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો ભરપુર માત્રામાં પ્રોટીન, એમીનો એસીડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન-A, વિટામીન-C અને વિટામીન-B હોય છે. સરગવામાં રહેલા તેના આ ઔષધીય ગુણોને કારણે અનેક બીમારીઓના ઇલાજમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
સરગવો એક એવું વૃક્ષ છે જેના દરેક અંગો જેમ કે છાલ, પાન, મૂળ, ગુંદર ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. સરગવો તેના ઔષધીય ગુણોને કારણે હાલના સમયમાં ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે. સરગવાના સેવનથી થતા અદભુત ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ.
સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત : સરગવાના પાન અને શીંગ બંનેનો પાવડર બનાવી શકાય છે, સરગવાના પાનાનો પાવડર બનાવવા માટે સરગવાના પાનને બરાબર સાફ કરીને સુકવી લો, ત્યારબાદ બરાબર ક્રશ કરીને પાવડર બનાવી લો. આ પાવડરને કાચના વાસણમાં ભરીને મૂકી દો. આ પાવડરને પાણી કે દૂધ સાથે પીવાથી ખુવ ફાયદો થાય છે. ચાલો જાણીએ સરગવાના પાવડરના સેવનથી થતા ફાયદા વિષે.
રોગપ્રતિકાર ક્ષમતા મજબુત કરે : સરગવામાં રહેલા આ પોષક તત્વોના કારણે તેનું સેવન કરવાથી શરીરીની ઈમ્યુંનીટી વધે છે. સરગવાના પાન અને તેની શિંગોનો પાવડર કરીને પાણી સાથે સેવન કરવાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે. સરગવાની છાલને પાણીમાં ઘસીને તેને એક-બે ટીપા નાકમાં નાખવાથી તથા તેનું સેવન કરવથી ટાઈફોડ તાવ ઉતરે છે.
કેન્સર : સરગવાના પાનમાં પોલીફેનોલ્સ અને પોલીફલોનોઈડસ હોય છે જે એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે જે કેન્સરની જીવલેણ બીમારીમાં રાહત આપે છે, સરગવાના પાઉડરના સેવનથી કેન્સર જેવી બીમારીને દુર કરી શકાય છે. લીવર કેન્સરની બીમારીમાં સરગવાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે.
એનીમીયા : સરગવામાં આયર્નનું પ્રમાણ સારું એવું હોય છે, માટે તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર થાય છે, સાથે શરીરમાં નવું લોહી બને છે. સરગવાની છાલ અથવા તેના પાનના પાવડરનું સેવન કરવાથી એનીમીયાની સમસ્યા દુર થાય છે.
શરીરનું વજન ઘટાડે : સરગવાની શીંગનો ઉકાળો કરીને સેવન કરવાથી શરીરમાં જામેલી ચરબીને દુર કરી શકાય છે. સરગવાની શિંગોના નાના ટુકડા કરીને એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરીને, જ્યાં સુધી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ધાણાજીરું અને હળદર નાખો. આ ઉકાળાને નિયમિત સવારે ખાલી પેટ પીવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.
હાડકાને મજબુત બનાવે : સરગવાનું નિયમિત સેવન કરવાથી શરીરના હાડકાને મજબુત બનાવી શકાય છે. સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશીયમ અને ફોસ્ફરસ વધારે માત્રામાં મળી આવે છે. જે હાડકા માટે ખુબ જ જરૂરી પોષક તત્વો માનવામાં આવે છે.
સાંધાના દુખાવામાં : સાંધાના દુખાવામાં સરગવાનું સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. સરગવાની શીંગોના બીજના તેલનો માલીશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. સરગવાની છાલના ઉપયોગથી વાની સમસ્યા અને યકૃતના રોગોમાં ફાયદાકારક થાય છે. સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગઠીયો મટે છે.
ડાયાબીટીસ : સરગવામાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના લેવલને નિયંત્રણમાં રાખે છે. માટે જ સરગવાના સેવનથી ડાયાબીટીસની સમસ્યામાં રાહત આપે છે.
આંખોની દ્રષ્ટી વધારે : સરગવાનું સેવન કરવાથી આંખોની સમસ્યામાં ફાયદો થાય છે. સરગવામાં બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે જે અન્ખોની દ્રષ્ટી વધારે છે. જે લોકોને આંખોની દ્રષ્ટી નબળી હોય તેમના માટે સરગવો લાભદાયી બને છે.
હાઈ બ્લડપ્રેશર : સરગવામાં વધારે પ્રમાણમાં પોટેશિયમની માત્રા મળી આવે છે જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વાળા લોકોએ ખોરાકમાં સરગવાનો સમાવેશ કરવો જોઈએ. સવાર-સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી પણ હાઈ બ્લડપ્રેશરની સમયમાં ફાયદો થાય છે.
પેટની સમસ્યા : સરગવાના સેવનથી પેટની મોટાભાગની સમસ્યા દુર કરી શકાય છે. સરગવાના પાનને પાણી સાથે વાટીને ગરમ કરી તેનો પેટ ઉપર લેપ કરવાથી પેટનો દુખાવો દુર થાય છે. સરગવાનું શાક બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે અને પેટની ઘણી બધી સમસ્યાઓ દુર કરે છે.
થાઈરોઈડની : થાઈરોઈડની સમસ્યામાં પણ સરગવાની શીંગનું સેવન ફાયદાકારક બને છે. જેમની થાઈરોઈડ ગ્લેન્ડ વધારે સક્રિય હોય તેમને સરગવાની શિંગનું સેવન કરવાથી થાઈરોઈડનો સ્ત્રાવ ઓછો થાય છે અને આ સમસ્યામ ફાયદો થાય છે.
સરગવાનું સેવન બાળકો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભવતી મહિલાઓએ પોતાના ભોજનમાં સરગવાનું સેવન કરવાથી જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્ર હોય છે અને બાળક તંદુરસ્ત રહે છે. સરગવાનું સેવન કરવાથી શારીરીક શક્તિની સમસ્યાને દુર કરી શકાય છે. મહિલાઓની માસિક ધર્મની તકલીફ તકલીફને દુર કરવા માટે સરગવાનું સેવન ઉપયોગી થાય છે. સરગવાનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુંની સંખ્યા વધે છે. સરગવો શુક્રાણુંની સંખ્યા વધારવાની સાથે તેની ગુણવત્તા પણ સુધારે અને વીર્યને ઘટ્ટ બનાવે છે.
આવી રીતે, સરગવો તથા તેના દરેક અંગો શરીર માટે ખુબ જ ઉપયોગી ઔષધ સમાન છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનતી.