અંજીર એક એવું ફળ છે જેને ફળ અને ડ્રાયફ્રુટ બંને સ્વરૂપે ખાઈ શકાય છે. અંજીરનું ફળ તો ઘણા ઓછા લોકોએ જોયું હશે, પરંતુ ડ્રાયફ્રુટ નામે તમે જરૂર ખાધું હશે. અંજીર એ સ્વાદમાં ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપુર ફળ છે. અંજીરએ ખુબ જ મીઠું ફળ છે, જેમાં નેચરલ સુગર માત્ર વધારે હોય છે. અંજીરમાં ભરપુર માત્રામાં વિટામીન-A, વિટામીન-C, વિટામીન-B અને વિટામીન-K હોય છે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન અને કેલ્શિયમ હોય છે.
અંજીરએ એન્ટીઓક્સીડેન્ટ નો બેસ્ટ સોર્સ છે. અંજીરએ ફાયબર, વિટામીન અને મિનરલ્સનો ખુબ જ મોટો સ્ત્રોત હોવાથી લોકો વર્ષોથી પોતાના ડાયટ પ્લાનમાં આનો સમાવેશ કરે છે. અંજીર એ એક એવું ફળ છે જે ફળના રૂપમાં ખવાય છે અને સુકાયા બાદ તે સ્વાથ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. અંજીરને ફળ અને ડ્રાયફ્રુટ બને રીતે ખાઈ શકાય છે. આજના આ આર્ટીકલમાં અમે તમને અંજીર ખાવાથી થતા અનેક ફાયદા વિષે જણાવીશું.
અંજીરનું સેવન લોહીના શુદ્ધીકરણ અને લોહીનીવૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. રોજરાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી દ્રાક્ષ લઈને, એક ગ્લાસ દુધમાં ઉકાળીને દૂધ પી જવું અને અંજીર, દ્રાક્ષ ખાઈ જવા. આમ કરવાથી લોહીનીશુદ્ધિ થાય છે. અંજીરને લોહી વધારનાર પણ માનવામાં આવે છે.
અંજીરનું સેવન કરવાથી હાર્ટ માટે ફાયદાકારક બને છે. શરીરમાં ફ્રી–રેડિકલ્સ બનવાની સાથે હદયની કોરોનરી ધમનીઓ જામ થઇ જાય છે, જેથી હદયને લગતી બીમારીઓ થાય છે. અંજીરમાં મળતા આ એન્ટીઓક્સીડેન્ટના ગુણ ફ્રી–રેડિકલ્સને ખતમ કરીને હાર્ટને સુરક્ષિત રાખે છે. સાથે જ અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડના ગુણ હોય છે જે હાર્ટને હેલ્થી રાખવામાં મદદ કરે છે અને બીજી અનેક બીમારીઓ દુર કરે છે.
અંજીરનો મળતો ફાયબર ગુણ એ પાચનતંત્ર માંથી પણ એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલને દુર કરે છે. અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે અને શરીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘણું ઓછુ થાય છે. અંજીરના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલ રાખી શકાય છે. અંજીરમાં હાજર પોટેશિયમ અને ફાયબર બંને હાય બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કબજીયાતની સમસ્યામાં અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે. અંજીરમાં ભરપુર માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 2-3 અંજીરને રાતભર પાણીમાં પલાળી સવારે ખાવાથી પાચનતંત્રન માટે ખુબ જ લાભદાયી બને છે, અને કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે.
અન્જીરનું સેવન હાડકાને મજબુત બનાવે છે, અંજીરમાં કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂરી છે. કેલ્શિયમથી ભરપુર અંજીર હાડકાને સ્ટ્રોંગ અને મજબુત બનાવે છે.
ક્ષયની બીમારીને ભારતમાં મોટી બીમારી માનવામાં આવે છે. ક્ષયરોગની બીમારી વાળી વ્યક્તિએ નિયમિતપણે 1 અંજીરના સેવનથી ખુબ જ ફાયદો થાય છે.
અજીરમાં પોટેશિયમ અને વીટામીન-C હોય છે જે વાળનો વિકાસ કરે છે અને વાળાને ખરત અટકાવે છે. અંજીરના સેવનથી રક્તનો વાળને પોષણ મળે અને વાળ ચમકીલા કાળા અને મજબુત થાય છે. અંજીર વાળના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
અંજીરમાં રહેલા વિટામીન અને પોષક તત્વો આંખો માટે ખુબ જ ઉપયોગી છે. હેલ્ધી આંખો માટે અંજીરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. અંજીરમાં મળી આવતા પોષક તત્વો આંખોનું તેજ વધારે છે. તાજા અંજીરને ધોઈ અને પીસીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચેહરા પર લાગવાવથી ચેહરો ખીલી ઉઠે છે. આ પેસ્ટ સ્કાબ જેવું કામ કરે છે અને ચેહરા પરની મૃત દુએ કરે છે અને ચેહરાની રોનક વધારે છે.
નિયમિતપણે અંજીરના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. અંજીરના સેવનથી તમે શરીરની વધારાની ચરબીને દુર કરી વજન ઘટાડી શકો છો. અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે, અને ફાયબરયુક્ત ખોરાક ખાવાથી વજન ઘટાડી શકાય છે. નિયમિત સવારે એક અંજીરના સેવનથી પણ વજન ઘટાડી શકાય છે.
શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે વ્યક્તિને એનીમીયા થાય છે. સુકા અંજીરએ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે અને તેના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્ર વધે છે અને એનીમિયા જેવી બીમારીમાં રાહત આપે છે.
આમ, અંજીર સ્વાથ્ય અંતે ખુબ જ ઉપયોગી ફળ છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.