ઘણા લોકો એવા છે કે જેઓ દિવસ દરમિયાન કંઇક ખાધા પછી ઉંઘ અનુભાવવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બપોરે તમને શા માટે આટલી ઉઘ આવે છે. શું તમે રાત્રે ઉંઘના આભવને કારણે દિવસ દરમિયાન આરામ કરીને તમારી નિંદર પૂર્ણ કરવા માંગો છો? શું તે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર સારું છે? કેટલાક લોકો કહે છે કે દિવસ દરમિયાન સૂવું એ માનવ શરીર માટે સારું છે, જ્યારે કેટલાક આ સાથે સહમત નથી. જો કે, આયુર્વેદમાં આ બધા પ્રશ્નોના જવાબોની સાથે દિવસ દરમિયાન સૂવાના ફાયદા અને ગેરફાયદા પણ જણાવવામાં આવ્યાં છે. તો ચાલો જાણીએ કે દિવસ દરમિયાન સૂવું સારું છે કે નહીં.
દિવસ દરમિયાન સૂવાના ફાયદા અને ગેરફાયદા શું છે
આળસ અનુભવી શકે છે
કફ દોષ જે સવારે 6 થી 10 દરમિયાન થાય છે. આ સમય દરમિયાન કસરત કરવાના ઘણા ફાયદા છે. જો તમે દિવસના આ સમયે સૂઈ જાઓ છો, તો તમે આળસ અનુભવો છો અને તમારા આંતરિક અંગ યોગ્ય રીતે કાર્ય નહી કરી શકતા, જેવી રીતે તેને કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર, બપોરનું ભોજન એ દિવસનું સૌથી જરૂરી ભોજન છે. આ માટે નિષ્ણાતો હળવો નાસ્તો લેવાની સલાહ આપે છે, જેથી તમને નિદર ન આવે.
શરીરમાં ઓછી શક્તિ હોઈ શકે છે
સવારે 10 થી 2 દરમિયાન પિત્ત દોષ રહે છે. આ સમય દરમિયાન તમારા શરીરમાં તમે ખાઈ રહેલા ખોરાકને ઉર્જામાં બદલવાની મહાન ક્ષમતા હોય છે. કારણ કે શરીરની ઉર્જા ખોરાકને પચાવવામાં વધુ કામ કરે છે, આ માટે શારીરિક પ્રવૃત્તિઓ માટે ઉર્જા ઓછી પડે છે અને વ્યક્તિ નિંદર લેવાનું મન કરે છે.
ઉંઘ આવવી
બપોરે 2 થી 6 દરમિયાન વાત દોષ રહે છે. માનસિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે તમારું મગજ ખૂબ જ સારું કામ કરે છે. જો કે, તમને આ સમય દરમિયાન નિંદર આવે છે. નિષ્ણાતોના મતે આ સમયે તે વસ્તુ કરવી વધુ સારી હોય છે, જે તમને આનંદ આપે છે. એક કપ ગરમ ચા પીને તમને ખુશી આવવા લાગે છે અને દોષનું ચક્ર આ રીતે આગળ વધે છે.
આયુર્વેદ અનુસાર દિવસમાં નિંદર લેવી તે યોગ્ય છે કે અયોગ્ય
આયુર્વેદ મુજબ દિવસ દરમિયાન નિંદર લેવી સારી માનવામાં આવતી નથી. આ કફ અને પિત્તા દોષ વચ્ચે અસંતુલન હોય શકે છે. આ અસંતુલન શરીરના કાર્યને અસર કરી શકે છે. જો કે, આયુર્વેદ એ પણ જણાવે છે કે જે લોકો સ્વસ્થ અને મજબૂત હોય છે તેઓ દિવસ દરમિયાન નિંદર લઈ શકે છે, પરંતુ આ ઉનાળા દરમિયાન જ. આનું કારણ એ છે કે ઉનાળા દરમિયાન રાત ટૂંકી થાય છે અને શરીરમાં પાણીનો અભાવ હોવાની સંભાવના રહે છે.
દિવસ દરમિયાન કયા પ્રકારનાં લોકો સૂઈ શકે છે
વિદ્યાર્થી- અભ્યાસ કરતી વખતે તમે થાકી શકો છો. આવી સ્થિતિમાં તાજગીની વચ્ચે થોડી મિનિટો ઉંઘવું તેમના મનને તીવ્ર બનાવે છે.
વૃદ્ધ લોકો- વડીલો તેમના શરીર અને મનને આરામ આપવા માટે દિવસ દરમિયાન સૂઈ શકે છે.
અપચોની સમસ્યાવાળા લોકો – જે લોકોને વાત દોષના કારણ અપચોની તકલીફ હોય છે, તેના માટે દિવસ દરમિયાન સૂવું ફાયદાકારક છે.
ગત દિવસોમાં જેની સર્જરી કરાય છે- દિવસ દરમિયાન નિંદર લેવાથી રિકવર થવામાં મદદ મળે છે.
કુપોષિત લોકો- જે લોકો વજન વધારવા માગે છે અથવા જે કુપોષિત છે, તેણે દિવસ દરમિયાન સૂવું જોઈએ.
ઉદાસી લોકો- દિવસ દરમિયાન સૂવું તમારા દુ: ખને ભૂલી જવા માટે મદદ કરે છે.
દિવસ દરમિયાન કોણે સૂવું જોઈએ નહીં
– જાડાપણાથી પીડિત લોકોએ દિવસ દરમિયાન ઉંઘ ન લેવી જોઈએ.
– વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ દિવસ દરમિયાન નિંદર લેવાનું ટાળવું જોઈએ.
– ડાયાબિટીઝના દર્દીઓ અને વધુ પડતા તેલયુક્ત ખોરાક ખાતા લોકો માટે સૂવું દિવસ દરમિયાન હાનિકારક સાબિત થઈ શકે છે.
– ખરેખર, આ કેટેગરીના લોકોને ઘણા કારણોસર સૂવાની મનાઈ છે. દિવસ દરમિયાન સૂવાથી તાવ, મેદસ્વીપણા, ગળાથી સંબંધિત રોગો, ઉબકા, ઉલટી થવી, યાદશક્તિ ઓછી થવી, ચામડીના રોગો, નબળા રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
– આયુર્વેદમાં દિવસ દરમિયાન ઉઘવું સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી, પરંતુ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે કે દિવસ દરમિયાન સૂવું તેમના માટે ફાયદાકારક છે કે નહીં. તેથી જ્યાં સુધી તમને કોઈ સમસ્યા ન થાય ત્યાં સુધી તમે દિવસ દરમિયાન થોડી ઉંઘ લઈ શકો છો.