આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ બહેડા ફળના આયુર્વેદિક ફાયદા વિષે. વસંત ઋતુમાં બહેડાના ઝાડમાંથી પાંદડા પડ્યા પછી તેના ઉપર નવી ડાળીઓ બહાર આવે છે. ઉનાળાની ઋતુના આગમન સુધી આ ડાળી સાથે ફૂલો ખીલે છે. તેના ફળ વસંત ઋતુના પહેલા સુધીમાં પાકે છે. બહેડાના ફળોની છાલ કફનાશક હોય છે. તે ગળા અને શ્વાસની નળીને લગતા રોગોમાં ખૂબ અસર કરે છે. બહેડા એ ત્રિફળાનો એક ભાગ છે. બહેડા શરીરના ત્રણ રોગ જેમ કે વાત, પિત્ત અને કફને સંતુલિક કરવામાં ખુબ જ સહાયક છે.
બહેડા એ આયુર્વેદની ખાસ ઔષધી છે. જે કબજિયાત, ઝાડાથી લઈને તાવને મટાવામાં મદદરૂપ થઈ શકે છે. આયુર્વેદમાં આ જડી-બુટ્ટીનો પ્રયોગ સદીઓથી થઈ રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બહેડા આયુર્વેદિક જડી-બુટ્ટી ત્રિફળાનો મુખ્ય અવયવોમાંથી એક છે, જ્યારે અન્ય બેમાં આંમળા અને હરડે સામેલ છે. ચાલો જાણીએ બહેડાના અગણિત ફાયદા વિશે.
બહેડા પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં લાભદાયી છે. આયુર્વેદમાં બહેડાને તમામ પ્રકારની હેલ્થને લગતી તકલીફો દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે. ભારતમાં પણ ડાયરિયાના દર્દી પર તેનું અધ્યયન કરવામાં આવ્યું છે અને અસરકારક માનવામાં આવ્યું છે. બહેડાનું ફળ પેટનો દુખાવો, અપચો, ઉલટી, ઝાડા, કબજિયાત અને સોજાને ઘટાડવામાં મદદરૂ જણાવવામાં આવ્યું છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ ગેસ્ટ્રિક અલ્સરની સારસંભાળમાં કરવામાં આવ્યો છે.
બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. બહેડા ફળનું અર્ક ઈન્સુલિનના સ્તરમાં સુધારો કરે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બહેડા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ અલ્સર માટે એક કુદરતી ઉપાય તરીકે પણ કરી શકાય છે. વજન ઘટાડવું અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર છે.
બહેડાના બીજનું તેલ ગઠિયા વામાં અસરકારક હોવાનું ગણાય છે. આ સિવાય એક અધ્યયનમાં એ પણ જાણવા મળી આવ્યું છે કે બહેડા કિડનીની પથરીની સારવારમાં અસરકારક છે અને તે કિડનીના બધા કાર્યમાં સુધારો કરી શકે છે.
શ્વાસની સમસ્યા સૌથી વધું કફ વધવાને લીધે થાય છે જેમાં શ્વાસ નળીમાં કફ એકઠો થવાનું શરૂ થાય છે. બહેડામાં કફ શામક ગુણ મળી આવે છે. સાથે જ તે ગરમ હોવાના કારણે આ કફને ઓગાળીને આરામ આપવામાં મદદરૂપ થાય છે. બહેડાને થોડા ઘીમાં પકાવીને ખાવાથી ગળામાં દુખાવો અથવા ગળા જેવા રોગો મટે છે.
સફેદ વાળની સમસ્યા બહેડા દ્વારા દૂર કરી શકાય છે. આ સિવાય તે હૃદય અને લીવર માટે ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. આ ફળની મીંગી મોતિયાને દૂર કરવામાં મદદગાર છે જ્યારે તેની છાલ એનિમિયા, કમળો અને રક્તની ઉઁણપ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે.
બહેડાની છાલને ખાંડ, કેન્ડી અથવા મધ સાથે લેવાથી આંખોની રોશની સુધરે છે. જ્યારે પણ તમને તમારી આંખોમાં દુખાવો થાય છે ત્યારે તમે તેને પી શકો છો. બહેડાના બીજને પીસીને પાણી સાથે પીવાથી હાથ-પગની બળતરામાં રાહત મળે છે. બહેડાના પાવડર અને પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થાય છે.
આમ બહેડા ખુબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તેના ઉપયોગથી ઘણી બધી બીમારીને દુર રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.