કિડની આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આપણા લોહીને શુદ્ધ કરે છે. કિડનીનું કાર્ય પેશાબ દ્વારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું હોય છે. કિડની ઇલેક્ટ્રોલાઇટ્સના સ્તરને નિયંત્રિત કરે છે. કિડની દ્વારા જ શરીરમાં મીઠું, પાણી અને ખનિજો સંતુલિત રહે છે. કિડનીમાં હાજર લાખો ફિલ્ટર લોહીમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. જો શરીરના આ મહત્વપૂર્ણ અંગનું ધ્યાન રાખવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે.
કિડનીના સારા સ્વાસ્થ્ય માટે જીવનશૈલી અને આહારમાં ફેરફાર જરૂરી છે. તૈલી અને જંક ફૂડનું સેવન તમારી કિડનીને ફેટી બનાવી શકે છે, આ પ્રકારનો આહાર કિડની પર સતત વધારાનું દબાણ લાવે છે અને તેનાથી કિડની ખરાબ થઈ શકે છે. જ્યારે આપણી કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે આપણું શરીર તેના સંકેતો બતાવવાનું શરૂ કરે છે. આ લક્ષણો પર સમયસર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો સમસ્યા વધી શકે છે. ચાલો જાણીએ કે શરીરમાં કિડની ખરાબ થવાના લક્ષણો શું છે.
વધુ પડતો પેશાબ આવવો
જો કિડનીમાં કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલી અસર પેશાબ પર જ થાય છે. સામાન્ય રીતે, દિવસમાં 8-10 વખત પેશાબ આવે છે, પરંતુ આના કરતાં વધું પેશાબ કિડનીની નિષ્ફળતાની નિશાની હોય શકે છે. ક્યારેક પેશાબમાં બળતરા અને પેશાબમાં લોહી આવવાની સમસ્યા પણ થાય છે.
ભૂખ ન લાગવી અને વજન ઘટવું
જ્યારે કિડની ખરાબ થાય છે, ત્યારે ભૂખ ઓછી લાગે છે અને દર્દીનું વજન ઝડપથી ઓછું થવા લાગે છે. આ સમસ્યાના કારણે દર્દીને હંમેશા પેટ ભરેલું લાગે છે.
પગમાં સોજો આવવો
કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ ફિલ્ટર કરવામાં મદદ કરે છે. કિડની ખરાબ થવાને કારણે શરીરમાં સોડિયમ જમા થવા લાગે છે, જેના કારણે પગમાં સોજો આવી શકે છે. આ ઝેરની અસર આંખો અને ચહેરા પર પણ જોવા મળે છે, પરંતુ વધુ અસર પગ પર થાય છે.
શુષ્ક અને ખંજવાળવાળી ત્વચા
કિડની ખરાબ થવાને કારણે તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે. ત્વચા શુષ્ક થઈ જાય છે અને ત્વચામાં ખંજવાળની સમસ્યા પણ થાય છે.
ઊંઘનો અભાવ અને બેચેની
જે લોકોને કિડનીની સમસ્યા હોય છે, તેમની ઊંઘની પેટર્ન પણ બગડવા લાગે છે. ઊંઘ ન આવવાને કારણે ક્યારેક બેચેની અને ગભરાટ પણ આવે છે.
આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે તમારી બીમારીને દુર કરી શકો, આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.