ઘણી વાર ઋતુ પરિવર્તનના કારણે શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે. શરદી-ખાંસી સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થાય છે. આ સ્થિતિમાં શરદી-ખાંસીથી બચવા આપણે હંમેશા પોતાની ખાણી-પીણીને ઋતુ અનુકૂળ લેવી પડે છે. શરદી-ખાંસી એક પ્રકારનું સંક્રમણ છે, જે અનેક પ્રકારના વાયરસનું કારણ હોય છે. સામાન્ય રીતે શરદી-ખાંસી ઘરેલું ઉપાયો દ્વારા મટાડી શકાય છે.
શરદી-ખાંસીના કેટલાક સામાન્ય કારણ જેવા, માથામાં દુખાવો થવો, નાક વહેવું, તીવ્ર તાવ, કફ, આંખમાં ખંજવાળ આવવી, ગળામાં ખરાશ, વગેરે છે. જરૂરી છે કે આપણે શરદી-ખાંસીનો ઈલાજ જલ્દીથી જલ્દી કરી લઈએ, કારણ કે આથી અન્ય ઘણાં પ્રકારના સંક્રમણ પેદા થઈ શકે છે, જેમ કે ગળું ખરાબ, બ્રોંકાઈટિલ અને ન્યુમોનિયા વગેરે. શરદી-ખાંસીના લક્ષણોને મટાડવા માટે તમે અનેક આવા અસરકારક ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરી શકો છો.
લસણ : 1-2 લસણની કળી અને 1 ચમચી મધ લો, સૌથી પહેલા લસણને ફોલી પછી તેને મધ સાથે લગાવીને ખાવ. લસણનો ઉપયોગ અઠવાડિયા બે વાર જરૂર કરો, લસણ રસોડામાં હાજર એક સામાન્ય સામગ્રી છે જેમાં અનેક લાભદાયી ગુણ હાજર હોય છે. રિસર્ચ પ્રમાણે, લસણના ઉપયોગથી ખૂબ જલ્દી આરામ મળે છે. તેમાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે જે શરદી-ખાંસી કરનારા વાયરસને મારે છે અને લક્ષણોથી રાહત આપવામાં મદદ કરે છે.
મધ : મધમાં એન્ટીવાઈરસ ગુણ હાજર હોય છે. આ ખાંસી અને ખરાશનો ઈલાજ કરવા માટે ઉત્તમ પ્રભાવી ઉપાય છે. તેના એન્ટીઓક્સીડેન્ટ ગુણ રોગપ્રતિકારક ક્ષમતાને વાયરસથી લડવામાં મદદ કરે છે. અથવા શરદી-ઉધરસ કરનારા બેક્ટેરીયાના ખતમ કરે છે. સારૂ પરિણામ મેળવવા માટે કાચુ અથવા ઓર્ગેનિક મધનો ઉપયોગ કરી શકાય છે.
આદુ અને મધ : સૌથી પહેલા આદુના ટુકડા ક્રશ કરી લો અને તેને થોડી મિનીટ માટે ગરમ પાણીમાં નાંખી દો. હવે પાણી ગાળી લો અને પછી તેમાં મધ સરખી રીતે મિક્સ કરી લો. યોગ્ય ભેજળવી લીધા પછી મિશ્રણ પી જાવ તમે આદુની પેસ્ટ અથવા કટ કરેલા આદુને સૂપમાં નાંખીને પણ પી શકો છો. આખા દિવસમાં 1-2 વાર આદુની ચા પીવી.
આદુ એક અન્ય કિચન સામગ્રી છે. જે શરદી-ખાંસીના લક્ષણોથી ટૂંક જ સમયમાં આરામ આપવામાં મદદ કરે છે. આદુ ઠંડીને દૂર કરે છે અને શરીરને ગરમ કરે છે. તેની સુગંધ તમારા નાકને ખોલે છે. આ ઉપરાંત આદુ સૂજનરોધી ગુણ માટે પણ ઓળખાય છે. તેનું કુદરતી તેજ પ્રભાવ બંધ નાકના કફને સાફ કરે છે.
ડુંગળી : સૌથી પહેલા ડુંગળીને ફોલી લો પછી તેને નાના નાના ટુકડામાં કાપી લો. હવે તેમાં મધને ઉમેરો. હવે આ મિશ્રણને એક બોટલમાં બંધ કરીને રાતભર માટે આમ જ છોડી દો. રોજ સવારે એક અથવા બે મધથી મિશ્રિત ડુંગળીના ટુકડાને ખાવ. આખા દિવસમાં એક બે મધથી મિશ્રિત ડુંગળીના ટુકડાને ખાવ.
ડુંગળીમાં સૂજનરોધી, એન્ડીમાઈક્રોબિયલ અને એક્સપેક્ટોરૈન્ટસ ગુણ હોય છે, તેની મદદથી તમારી છાતીમાં જમા કફને નીકાળવામાં મદદ કરે છે. વાયરસથી થનારી શરદી-ખાંસીને પણ ખતમ કરે છે.
કાળા મરી : સૌથી પહેલા કાળા મરીનું પાઉડર લો અને તેને પાણીમાં નાંખી દો. પાણીમાં નાંખ્યા પછી સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને પી જાવ. જ્યારે જ્યારે જરૂર પડે આ મિશ્રણને થોડી કલાક માટે પીતા રહો. કાળા મરીનુ મિશ્રણ પીવાથી કફ નીકળી જશે અને છીંકને પણ રોકવામાં મદદ મળશે. તેની મદદથી તમને ગળાની પીડા અને કફથી પણ રાહત મળશે.
હળદર વાળું દૂધ : સૌથી પહેલા દૂધમાં હળદર મિક્સ કરો અને દૂધને સરખી રીતે મિક્સ કરી લો. રાત્રે સુતા પહેલા આ મિશ્રણને પી લો. જ્યા સુધી શરદી મટી ન જાય ત્યાં સુઘી દૂધને આ રીતે રાત્રે સુતા પહેલા પીવું. હળદરમાં કરક્યૂમિન હોય છે જેમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડન્ટના ગુણ સામેલ હોય છે. ગરમ દૂધને હળદર સાથે પીવાથી શરદી-ખાંસી અને કફથી આરામ મળે છે.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ઘરે બેઠા જ શરદી-ખાંસી, કફ, નાક વહેવું જેવી સમસ્યાને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત આપે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.