એક્યુપ્રેશર એ ખુબ જ મહત્વની ચિકિત્સા પદ્ધતિ છે. આજના આર્ટીકલમાં અમે તમને એક્યુપ્રેશર શરીર માટે કેટલું ફાયદાકારક છે તે જણાવવાના છીએ. આપણે ઘણીવાર એક્યુપ્રેશર વિષે સાંભળીયે છીએ, એક્યુપ્રેશર એ એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે. તેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પોઈન્ટને દબાવીને આરોગ્ય સંબધિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. આ ચિકિત્સા પદ્ધતિ શારીરિક પરેશાનીઓમાં કમાલ કરે છે.
શું છે આ એક્યુપ્રેશર પદ્ધતિ : ડો, અમૃતલાલ ગુરુવેન્દ્રએ જણાવ્યું કે આ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. એક્યુપ્રેશર એ ખુબ જ મહત્વની ચિકિત્સા પદ્ધતિ છે. એક્યુપ્રેશર નો અર્થ ‘એક્યું’ એટલે તીક્ષ્ણ અને ‘પ્રેશર’ એટલે ભાર આપવો.
આયુર્વેદમાં આ ચિકિત્સા પધ્ધતિનું વર્ણન મર્મ થેરાપી, સૂચી ભેદન અમે અભ્યગ નામથી દર્શાવેલ છે. આ ચીકીત્સા પ્રક્રિયાના બે ભાગ છે : 1) એક્યુપ્રેશર અને 2) એક્યુંપંચર નામથી છે. ચાલો જાણીએ એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ વિષે.
1) એક્યુપ્રેશર : એક્યુપ્રેશર ચિકિત્સા પધ્ધતિમાં શરીરના મહત્વના ભાગ પર મેથીના દાણા, સ્ટોન કે બીજ દ્વારા ભાર આપવામાં આવે છે. આ ચિકિત્સા પધ્ધતિને એક્યુપ્રેશર પધ્ધતિ કહે છે.
2) એક્યુંપંચર : એક્યુંપંચર ચીકીત્સા પધ્ધતિમાં સોય નાખીને પોઈન્ટ્સમાંથી હવા બહાર કાઢી સારવાર કરવામાં આવે છે. આ ચીકીત્સા પધ્ધતિ મહિલાઓ માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. મહિલાઓના કાન-નાક વિંધાવવા, પાયલ અને બાજુબંધ જેવા ઘરેણા આ પદ્ધતિનો એક ભાગ જ છે. ચાલો જાણીએ આ ચિકિત્સા પદ્ધતિ વિષે.
કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ : જો તમને માથાનો દુખાવો, તાણવ, મગજનું સંતુલન, ચક્કર આવવા, અને આંખ, નાક, કાન સંબધિત સમસ્યાઓ હોય તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવાવથી લાભ થશે.
ઘૂંટણની આગળની તરફ બિંદુ પર : ઘૂંટણનો દુખાવો, સોજા, અકડાઈ જવું જેવી સમસ્યા થવા પર ઘૂંટણની આગળની તરફ સ્થિત પોઈન્ટને આગળ, પાછળ, જમણા અને ડાબી ચારેય તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયાના બિંદુ પર દબાણ નાખવું પણ લાભદાયી થશે.
તર્જની અને અંગુઠાની વચ્ચેનો ભાગ : દાંતના દુખાવાની સમસ્યામાં હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગુઠાની વચ્ચેનો ભાગ દબાવવાથી ફાયદો થાય છે.
કોણીના પાછળનો ભાગ : જો તમને ગળાની સમસ્યા, કોલેસ્ટ્રોલ, હેડકી આવવી, ઉલટી, બ્લડપ્રેશર વગેરે જેવી સમસ્યામાં હાથના વળતાવાળું ભાગ એટલે કે જે કોણીના પાછળનો ભાગ છે તેને દબાવાવથી ફાયદો થાય છે.
હાથ અને પગના અંગુઠા : થાઈરોઈડની સમસ્યા થવા પર બંને હાથ અને પગના અંગુઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ દબાવ નાખવું, અને તેને ઘડિયાળના કાટાની દિશામાં ફેરવો, આમ થોડો સમય કરવાથી લાભ થાય છે.
એક્યુપ્રેશર કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
એક્યુપ્રેશર કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો જેમ કે, એક્યુપ્રેશર એક્સપર્ટ પાસે જ કરાવવું જેથી કોઈ ખોટા પોઈન્ટ્સ પર ભાર આપવાથી બીજી તકલીફ ન થાય. વધારે પ્રેશર ના આપવું કારણ કે તેનાથી અન્ય ઈજા થવાનું જોખમ થઇ શકે છે.
કેન્સર, હાર્ટની બીમારી કે કોઈ અન્ય બીમારી હોય તો ડોક્ટરની અથવા એક્યુપ્રેશર એક્સપર્ટની સલાહ લઈને સારવાર કરવી જરૂરી છે. જેથી શરીરમાં બીજી કોઈ તકલીફ ના થાય અને
આમ આ એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ દ્વારા તમે ઉપર જણાવેલ સમસ્યામાં રાહત મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી સમસ્યામાં રાહત અપાવે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.