લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ અને એનેર્જેટીક રાખવામાં મદદ કરે છે. ગરમીની સીજનમાં મોટા ભાગના લોકોને લીંબુ પાણી પીવાનું ખુબ જ પસંદ હોય છે. લીંબુ પાણી શરીરને ઠંડક આપવાની સાથે શરીરની ચરબી અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પાણી માત્ર વજન ઘટાડવા જ નહી પરંતુ પાચન સંબધિત સમસ્યા અને બીમારીને દુર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
લીંબુમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન-C, સીટ્રીક એસીડ અને મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે. શરીરનું વજન ઘટાડવા માટે ઘણા લોકો લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. લીંબુ પાણીમાં રહેલું પેક્ટીન ફાયબર શરીરમાં ભૂખ મટાડે છે, જેના કારણે વ્યક્તિ ભોજન અને નાસ્તા પર અંકુશ રાખી શકે છે ને વજનને નિયત્રણ કરી શકે છે.
લીંબુ પાણીનું સેવન સવારે કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે. ઘણા લોકો લીંબુ પાણીમાં ખાંડ અને મધ મિક્સ કરીને પિતા હોય છે તો ઘણા લોકો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વજનમાં ઘટાડો થતો નથી. પરંતુ તમારું વજન ત્યાં સુધી નહી ઘટે જ્યાં સુધી તમે લીંબુ પાણીનું સેવન સાચી રીતે નહિ કરો, ચાલો જાણીએ લીંબુ પાણી બનાવવાની સાચી રીતે વિષે.
લીંબુ પાણી બનાવતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો : લીંબુ પાણીબનાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો જેમ કે લીંબુ પાણી બનાવતી વખતે સ્વાદ માટે તમે ખાંડ ઉમેરતા હોવ છો, પરંતુ ખાંડ સ્વાદ વધારવાની સાથે લીંબુની અસર ઘટાડે છે અને જેના પરિણામ સ્વરૂપે વજનમાં ઘટાડો થવાને બદલે વધારો થવાની શક્યતા રહે છે. તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકો છો.
લીંબુ પાણીમાં મધ ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગરમ પાણીમાં મધ ક્યારેય મિક્સ ન કરવું, પાણી ઠંડુ પડી જાય ત્યારબાદ જ મધ ઉમેરવું જોઈએ અને પછી જ લીંબુ નો રસ ઉમેરવો, આમ કરવાથી જરૂર ફાયદો થશે. પાણી ઠંડુ પડ્યા પછી ક્યારેય ફરીવાર ગરમ કરવું નહી એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
લીંબુ પાણી બનાવવાની સાચી રીત : લીંબુ પાણી બનાવવાની સાચી વાતને જાણ્યા પછી તમે પણ હેરાન થઇ જશો કે લીંબુપાણી સાથે લીંબુની છાલ પણ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુની જેમ લીબુની છાલ પણ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. ઘણા બધા લોકો લીંબુનો રસ કાઢીને છાલને ફેકી દેતા હોય છે, પરંતુ લીંબુની છાલ જ વજન ઘટાડવા માટે કેટલી આવશ્યક સાબિત થાય છે. ચાલો જાણીએ લીંબુની છાલ કેટલી ઉપયોગી સાબિત થાય.
સૌપ્રથમ લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને બરાબર છીણી નાખો, આવું કરવા માટે જાડી છાલ વાળા લીંબુ પસંદ કરો જેથી છાલનો ભાગ વધારે મળે. લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. લીંબુ છીણતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે લીંબુ ઉપર રહેલી પીળા કલરની છાલને જ છીણવાની છે સફેદ પરતને છીણવાણી નથી. કારણ કે પીળા રંગની છાલમાં જ ઓઈલ રહેલું હોય છે.
લીંબુની છાલને છીણ્યા પછી તેલે લગભગ 250 ML પાણીમાં નાખી ગરમ કરો, ત્યારબાદ ગરમ પાણીને અલગ વાસણમાં લઈને તેમાં લીંબુની છાલનું છીણ ઉમેરી દો. ત્યારબાદ તેને ઢાંકીને થોડી વાર ઠંડુ થવા દેવું. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરીને તેનું સેવન કરો, જો જરૂર જણાય તો તેમાં સ્વાદ અનુસાર મધ પણ ભેળવી શકો છો.
આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન નિયમિત સવારે ખાલી પેટ કરવાથી વધારે ફાયદો થાય છે. લીંબુ પાણી તો વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે પરંતુ લીંબુ પાણી કરતા તેની છાલ વાળું પાણીના સેવનથી વજન ઘટાડવા માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત સવારે આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન કરવાથી શરૂઆતના 10 દિવસમાં જ તમારા શરીરમાં અસર જોવા મળશે.
આમ આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન કરવાથી ઘટાડવા ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને ફાયદાકારક બને. એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને બીજી કોઈ બીમારી હોય તો તમારા ફેમિલી ડોકટરની સલાહ એક વાર જરૂર લેવી અને પછી જ આ અપનાવવું. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.