આજના આ આર્ટિકલમાં અમે વાત કરવાના છીએ સિંહપર્ણી ઘાસના આયુર્વેદિક ફાયદા વિષે. જે સામાન્ય રીતે આપણી આજુબાજુ, રસ્તા કિનારે અથવા પથરાળ સ્થળોએ ક્યાંય પણ જોવા મળે છે. પરંતુ શું તમે સિંહપર્ણીના ફાયદાઓ વિશે જાણો છો? સિંહપર્ણીને ફક્ત ઘાસ તરીકે ન માનો, તે તમારા માટે ઘણા સ્વાસ્થ્ય લાભોનો ખજાનો હોય શકે છે. સિંહપર્ણી સદીઓથી ફાયદાકારક ઔષધીઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. આજે આ લેખમાં જાણીશુ સિંહપર્ણીના ફાયદાઓ, ઔષધીય ગુણધર્મો વિષે. જેના વિશે તમે કદાચ આજ સુધી જાણતા ન હશો.
આ આયુર્વેદિક છોડના મૂળિયા અને પાંદડા સંપૂર્ણપણે ખાદ્ય હોય છે. તેના મૂળ, પાંદડા અને ફૂલોનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ તમે કઈ સમસ્યા માટે છોડના કયા ભાગનો ઉપયોગ કરો છો તેના પર નિર્ભર કરે છે. સિંહપર્ણી પ્લાન્ટમાં ઘણા પોષક તત્વો છે જેમ કે, ફોસ્ફરસ, મેંગેનીઝ, વિટામિન-A, ઝીંક, વિટામિન-C, આયર્ન, વિટામિન-B, કોપર, વિટામિન-D, કેલ્શિયમ, વિટામિન-E અને પોટેશિયમ જેવા તમામ પોષક તત્વો હોય છે. સિંહપર્ણીમાં ઘણા ઘટકો પણ છે જે આપણે જુદા-જુદા પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપવામાં મદદ કરે છે, જેમ કે સ્ક્વાયરપેન લેક્ટોન, ટેરાક્સસ્ટોલ, ટેરેક્સરોલ, ક્લોરોજેનિક એસિડ, અને ચિકોરિક એસિડ વગેરે. ચાલો જાણીએ સિંહપર્ણીના આયુર્વેદિક ફાયદા વિષે.
હાડકાં મજબૂત કરે : સિંહપર્ણીનો ઉપયોગ તમે તમારા આહારમાં કરી શકો છો જે તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સિંહપર્ણીના ફાયદાઓ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમારા હાડકાંને સ્વસ્થ રાખવા અને ઓસ્ટીયોપોરોસિસને રોકવા માટે અસરકારક અને કુદરતી રીત હોય શકે છે. સિંહપર્ણીમાં કેલ્શિયમ હોય છે. તેનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત બને છે. સિંહપર્ણીમાં વિટામિન-K પણ શામેલ છે જે હાડકાના નુકસાનને ઘટાડવામાં અને ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં મદદ કરે છે.
કેન્સર માટે : કેટલાક અધ્યયન જણાવે છે કે સિંહપર્ણીમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોય છે જે વિવિધ પ્રકારના કેન્સર કોષો સામે રક્ષણ આપે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે સિંહપર્ણીના છોડનો રસ કેન્સરના કોષોને અસરકારક રીતે નાશ કરી શકે છે અને આપણા સ્વસ્થ કોષોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. કેન્સર વિરોધી ગુણધર્મોને કારણે તમે તેને તમારા આહારમાં શામેલ કરી શકો છો, જે કેન્સરને રોકવા માટે એક સારો વિકલ્પ હોય શકે છે. અધ્યયનોએ સ્પષ્ટ કર્યું છે કે સિંહપર્ણીનાં ફાયદા કેન્સરને મટાડવામાં ઉપયોગી હોય છે.
વજન ઘટાડવા : જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો સિંહપર્ણીનો ઉપયોગ વજન ઘટાડવાની સસ્તી અને અસરકારક સારવાર છે. સિંહપર્ણીના ફાયદાઓ તમારું વજન ઘટાડે છે અને સાથે તમારા શરીરમાં ચરબીનું શોષણ અટકાવી શકે છે. સિંહપર્ણીનું સેવન કરવાથી પેનક્રિયાઝ એન્ઝાઇમ વધી શકે છે, જે ચરબી તોડવામાં અને શોષી લેવામાં મદદ કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સિંહપર્ણીના રસનું સેવન કરવાથી લાઇપેઝ પ્રક્રિયામાં 86.3 ટકાનો વધારો કરી શકે છે. જે એન્ટી મેદસ્વીતા દવાઓ જેવું કામ કરે છે. સિંહપર્ણી મૂળમાં ઓછામાં ઓછા 5 ફેનોલિક સંયોજનો હાજર રહે છે. જો તમે હજી સુધી તમારું વજન ઓછું કરી શક્યા નથી, તો સિંહપર્ણીનું સેવન કરો, તે તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.
કોલેસ્ટ્રોલ ઘટાડે : કોલેસ્ટ્રોલ હંમેશાં તમારા શરીર માટે ખરાબ હોતું નથી. કોલેસ્ટ્રોલ એ ચરબી અથવા મીણુયુક્ત જેવું પદાર્થ છે જે પાચનમાં મદદ માટે તમારા શરીરના હોર્મોન્સ, વિટામિન-D અને સંયોજનોને ઉપયોગ કરે છે. જો કે, તમારા લોહીમાં લિપોપ્રોટીનનું ઉચ્ચ સ્તર એથેરોસ્ક્લેરોસિસનું કારણ બની શકે છે, જે કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે ધમનીઓને સાંકડી અને કડક બનાવે છે. પ્રાણી અધ્યયનથી જણાવ્યા મળ્યું છે કે સિંહપર્ણીના મૂળ અને પાંદડામાં ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડવાની અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરવાની ક્ષમતા હોય છે. જે એથેરોસ્ક્લેરોસિસની અસરોને ઘટાડવામાં મદદ કરે છે.
એનિમિયાને : સિંહપર્ણીનો ઉપયોગ એનિમિયા સહિતના વિવિધ રોગોને રોકવા માટે થાય છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો બતાવે છે કે સિંહપર્ણીનું સેવન કરવાથી લાલ રક્તકણો વધે છે. કારણ કે આ છોડમાં આયર્ન સારી માત્રામાં હોય છે. જો પાલક સાથે તેની તુલના કરવામાં આવે તો તેમાં બમણું આયર્ન, તેમજ ફિનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને કરક્યૂમરિક એસિડ જેવા એન્ટીઓક્સીડેન્ટો હોય છે, જે મુક્ત કણોથી લાલ રક્ત કોષોની રક્ષા કરે છે.
તણાવથી રાહત આપે : મેટાબોલિક પ્રક્રિયાઓ અને આજુબાજુના વાતાવરણના હાનિકારક પદાર્થો તમારા શરીરમાં મુક્ત રેડિકલ્સને જન્મ આપે છે. આ મુક્ત રેડિકલ્સ તમારા શરીરના કોષ પરતને નુકસાન પહોંચાડે છે જે શરીરમાં સોજોનું કારણ બને છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટો આ રેડિકલ્સનો સામનો નથી કરી શકતું તો આ સ્થિતિમાં ઓક્સીડેટિવ તણાવ વધી જાય છે. અધ્યયન જણાવે છે કે સિંહપર્ણીનું સેવન કરવાથી ઓક્સીડેટિવ તણાવને લગતા એથેરોસ્ક્લેરોસિસની અસર ઓછી કરી શકાય છે. તમે તમારા તણાવને ઓછું કરવા માટે સિંહપર્ણીનું સેવન કરી શકો છો.
આ રીતે સિંહપર્ણીનો ઉપયોગ કરો : સિંહપર્ણીના પાનનો ઉપયોગ તમે સલાડના રૂપે પણ કરી શકો છો, વેજીટેબલ સલાડમાં સિંહપર્ણીના પાનને ઉમેરીને સલાડના રૂપે ઉપયોગ કરી શકો છો, સિંહપર્ણીના પાનનો ઉપયોગ ચામાં પણ કરી શકો છો, બજારમાં પણ તેના ટી બેગ મળી રહે છે. સિંહપર્ણીના પાન થોડા કડવાશ વાળા હોય છે જેને ઉકાળીને સેવન કરવાથી કડવાશ ઓછી થઇ જાય છે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે. તમારે બીજી કોઈ મેડીસીન ચાલુ હોય તો પણ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
આમ સિંહપર્ણી ખુબ જ ફાયદાકારક ઔષધી છે, તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારીને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને શેર કરવા વિનંતી.