ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ 9 દિવસો માતા દુર્ગાની ઘરે ઘરે પૂજા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થઈ રહી છે અને આ તહેવાર 11મી એપ્રિલ સુધી મનાવવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીનો તહેવાર વ્રત-પૂજા-અર્ચનાની સાથે વાસ્તુ દોષોને દૂર કરવાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં વાસ્તુના ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ આ વાસ્તુ ઉપાયો વિશે…
ઇશાન ખૂણામાં ઘટ સ્થાપના કરો : નવરાત્રીના પહેલા દિવસે ઈશાન દિશામાં ઘટની સ્થાપના કરવી જોઈએ. ઈશાન ખૂણો ઉત્તર-પૂર્વ દિશાને માનવામાં આવે છે. આ દિશાના શાસક દેવતા એટલે કે દિગ્પાલ ભગવાન શિવ છે. શિવને ઈશાન પણ કહેવામાં આવે છે, તેથી આ દિશાને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે. આ દિશાના શાસક ગ્રહ ગુરુ ગ્રહ પણ છે. તેથી આ દિશામાં ઘટની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સાથે આર્થિકમાં મજબૂતી પણ આવે છે.
અખંડ જ્યોતને અગ્નિની દિશામાં પ્રગટાવો : નવરાત્રીમાં નવદુર્ગાની સામે અગ્નિ કોણમાં અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. તમને જણાવી દઈએ કે દક્ષિણ-પૂર્વના મધ્ય ભાગને અગ્નિ કોણ કહેવાય છે. આ દિશામાં અગ્નિદેવનું શાસન છે, જ્યારે આ દિશાનો સ્વામી ગ્રહ શુક્ર છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. તેની સાથે સભ્યોના રોગો દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.
મુખ્ય પ્રવેશદ્વાર પર આ ચિહ્નો બનાવો : વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રીના 9 દિવસો દરમિયાન દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ આવતી દેવી લક્ષ્મીજીના ચરણો લગાવો. આમ કરવાથી તમને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે ધન-સંપત્તિમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે.
ઘરના મુખ્ય દ્વાર પર સ્વતિક બનાવો : ઘરના મુખ્ય દ્વાર પર સ્વતિક બનાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરના દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્તિક બનાવવા માટે હળદર અને ચોખાનો ઉપયોગ કરી શકો છો, આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ, અને ધનની વૃદ્ધિ થશે. સ્વસ્તિક ઘરમાં સકારાત્મકતા લાવે છે.
ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનું તોરણ બાંધવું : ઘરના દ્વાર પર આંબાનું તોરણ બાંધવું વાસ્તુ નિષ્ણાતોના મતે ખુબ જ શુભ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના તહેવાર પર ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ જરૂર બાંધવું, પૂજા દરમિયાન પણ આંબાના પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
ઘરના આંગણે તુલસીનો છોડ લગાવો : ઘરના આંગણે તુલસીનો છોડ હોવો શુભ મનાય છે. નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીના છોડનું વાવેતર કરવું ખુભ મનાય છે. ઘરમાં તુલસીના છોડને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તુસીનો છોડ રોગો અને દોષોને દુર રાખવામાં ફાયદાકારક બને છે અને પરિવારમાં ખુશીઓ લાવે છે.
વ્યવસાયમાં વૃદ્ધિ : ચૈત્ર નવરાત્રી દરમિયાન, વેપારીઓએ તેમની ઓફિસ-દુકાનના મુખ્ય દ્વાર પર પાણીથી વાસણ ભરીને તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. પાણીમાં લાલ અને પીળા ફૂલ પણ નાખો. આમ કરવાથી વેપારમાં સારી સફળતા મળે છે અને વેપારમાં સારો નફો પણ થઈ શકે છે.
આમ, ચૈત્ર નવરાત્રી પર આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ઉપર જણાવેલ વસ્તુ કરવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ધંધામાં જરૂર સફળતા મળશે અને માં દુર્ગાના આશીર્વાદ તમારી સાથે રહેશે. આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.