માનવ શરીરમાં કોઈને કોઈ રોગો અવારનવાર જોવા મળતા હોય છે. જેમાં પણ અમુક રોગો તો આપણા શરીરમાં કાયમી પણે જોવા મળતા હોય છે અથવા તો અમુક અમુક સમયના અંતરે જોવા મળી શકે છે. આપણા શરીરમાં રોગોનું હોવું એક પ્રક્રિયા છે.
શરીરમાં રોગો હોય છે પરંતુ બધા લોકોને ક્યા રોગો છે. તેના વિશે ખબર હોતી નથી. જેમાં પણ કોઈ ગંભીર રોગો હોવા છતાં વ્યક્તિને તેના લક્ષણો વિશેની માહિતી ન હોવાથી તે આ સમસ્યાને સહન કર્યા રાખે છે, જયારે અમુક સમય કરતા જો સમય વધી જાય તો આ સમસ્યા એટલી હદે વધી જાય છે કે તેના પર કાબુ રાખવો ખુબ જ અશકય બની ગયો હોય છે.
ઘણા લોકોમાં રોગો વિશેની જાગરૂકતા નહી હોવાને લીધે આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધારે કોલેસ્ટ્રોલ પણ આવી જ એક સમસ્યા છે, જેની ઘણા લોકો પાસે માહિતી જ નથી. શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તો તે હ્રદયની નળીઓમાં બ્લોકેજ ઉભું કરે છે. જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિઓને ઘણી જ મુશ્કેલીઓ અને સમસ્યા આવે છે. જેમાં પ્રથમ તો હાર્ટ બ્લોકેજ અને હાર્ટ એટેકની સમસ્યા મુખ્ય છે.
આજે આ આર્ટીકલમાં અમે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો કેવા લક્ષણો જોવા મળે છે તેના વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી તમને હાર્ટ બ્લોકેજની માહિતી મળી રહેશે અને તમે આ સમસ્યામાંથી બચી શકશો.
આજે કોલેસ્ટ્રોલનાં પરિણામે હ્રદય રોગના દર્દીઓની સંખ્યા ખુબ જ વધી રહી છે. જેમાં હ્રદયની બીમારીને લીધે આવી સમસ્યા વધારે ઉભી થાય છે. આપણા શરીરમાં ખાવામાં આવતા વધારે ચરબી યુક્ત ખોરાક લેવાથી આવી સમસ્યાઓમાં વધારો થાય છે. હાર્ટ એટેક, સ્ટ્રોક અને કાર્ડીયોક એટેક વધી જાય છે.
જયારે તમારા શરીરમાં આવી સમસ્યા વધવા લાગતી હોય છે ત્યારે બ્લડ પ્રેસરમાં વધારો થતો જોવા મળે છે. કારણ કે વધારે પડતા કોલેસ્ટ્રોલને લીધે શરીરમાં હ્રદય તરફથી લોહીનું વહન કરતી નળીઓમાં પ્રેસર આવે છે, જેના લીધે લોહીની નળીઓમાં દબાણ સર્જાય છે તેના લીધે શરીરમાં આ બ્લડ પ્રેસરની સમસ્યામાં વધારો થતો જોવા મળે છે.
શ્વાસની તકલીફ પણ આ સમયે વધી જાય છે. જયારે હ્રદયની ધમનીઓની અંદર જયારે કોઈ રીતે ચરબી જમા થાય છે તો તેના લીધે તે સાંકડી બની જાય છે. આવી પરિસ્થિતિમાં લોહીને પરિભ્રમણ કરવામાં કામ અઘરું બને છે. જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કોલેસ્ટ્રોલને વધી જાય છે. જેના પરિણામે લોકોને છાતીના ભાગમાં દુખાવો પણ થાય છે.
ચામડી પર ડાઘની સમસ્યા થાય ત્યારે પણ કોલેસ્ટ્રોલની તકલીફની હોઈ શકે છે. જેમાં ચામડી પર અમુક પ્રકારના નિશાનો આ કોલેસ્ટ્રોલની તકલીફનાં સંકેતો આપે છે. જેમાં નારંગી, પીળો જેવા રંગના લક્ષણ જો શરીરનાં ભાગે જોવા મળતા હોય છે. જયારે તમારા શરીરમાં આવી તકલીફ થાય ત્યારે તમારે તે બાબત પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.
આંખની આસપાસ તકલીફો જોવા મળતી હોય તો તેનાથી પણ કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણોની નિશાની સ્વરૂપે ગણી શકાય છે. તતમારા શરીરમાં જયારે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તેમાં પીળાશ વધેલી જોવા મળી શકે છે.
વાંરવાર પગમાં થતો દુખાવો પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાના લક્ષણો બતાવે છે. કારણ કે રુધિરનું વહન શરીરમાં બધા ભાગો પર થતું હોય છે, પરંતુ જયારે શરીરમાં જે ભાગ પર દુખાવો થાય છે તે ભાગ પર કોલેસ્ટ્રોલ જમા થયેલું હોઈ શકે છે.
આમ, શરીરમાં આ રીતે કોલેસ્ટ્રોલ વધારે હોવાના લક્ષણો ઘણા હોઈ શકે છે. તમારા શરીરમાં આ કોલેસ્ટ્રોલ વધારે હોવાના આ લક્ષણોથી તમારે આ માહિતી મેળવી લેવાથી તમને ફાયદો થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.