નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ જુવારના સેવનથી થતા આયુર્વેદિક ફાયદા વિષે. જુવાર એક એવું ધાન્ય છે જેનો ઉપયોગ વિવિધ રીતે પ્રાચીનકાળથી કરવામાં આવ્યો છે. જુવારમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. જુવારમાં રહેલા પોષકતત્વોની વાત કરીએ તો તેમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, મિનરલ, પ્રોટીન, વિટામિન-B, ફોસ્ફોરસ, આયર્ન અને કેલ્શિયમ હોય છે.
જુવાર ખૂબ ઓછી કેલરીમાં વધુ પોષણ આપે છે. લોકો જુવારનો ઉપયોગ અનાજ તરીકે કરે છે. આ સિવાય જુવારના અન્ય ફાયદાઓ પણ છે. જુવાર કફ અને પિત્તને શાંત કરે છે, શરીરને શક્તિ આપે છે, થાક દૂર કરે છે, વીર્ય વધે છે. તે બળતરા, ગેસ, મેદસ્વીપણું, ઘા,અને લોહીના પિત્તનો નાશ કરે છે. તેના દાણા પૌષ્ટિક, પાચક, રક્ત શુદ્ધિકરણ અને કફ દૂર કરે છે. જુવાર એક પોષક તત્વ છે તેના દાણા શેકીને પણ ખાવામાં આવે છે.
જુવારના મૂળ સહેજ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે તે પિત્ત વિકાર અને તરસને દૂર કરે છે. તેની દાંડીમાંથી મળતી શુગર પેટ માટે થોડી ગરમ હોય છે અને બળતરાને દૂર કરે છે. આને કારણે શરીરને પોષણ મળે છે. તેના છોડની દાંડી નરમ હોય છે. તે તાજી હાલતમાં શેરડી જેવા મીઠા હોય છે. તેમાં ઘણી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક પ્રાણીઓના ખોરાક માટે વપરાય છે. ચાલો જાણીએ જુવારના સેવનથી થતા ફાયદા વિષે.
માથાના દુખાવાથી રાહત મેળવવા જુવારના દાણા ફાયદાકારક થાય છે, જો કામના તણાવને લીધે માથાનો દુખાવો થાય છે, તો કપાળ પર જુવારનો રસ લગાવવાથી માથાનો દુખાવો મટી જાય છે. જો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો તમે તમારા ખોરાકમાં જુવાર ઉમેરી શકો છો કારણ કે જુવારમાં વધારે પ્રમાણમાં ફાયબર હોવાને કારણે તે પાચનને બરાબર રાખે છે અને શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.
આંખના રોગોમાં જુવારનો ઉપયોગ ફાયદાકારક થાય છે. કાજલની જેમ આંખોમાં જુવારનો લોટ લગાડવાથી આંખોના રોગોમાં ફાયદો થાય છે. જુવારનો રસ ગરમ કરીને કાનમાં 1-2 ટીપાં નાખવાથી કાનની બીમારીમાં લાભ થાય છે. જુવારના કેન્સર વિરોધી ઔષધીય ગુણ કેન્સરને વધતા અટકાવે છે, જુવારનું સેવન કેન્સરના લક્ષણોને રોકવામાં મદદરુપ હોય છે, એક સંશોધન મુજબ, જુવારમાં કેન્સર વિરોધી ગુણ જોવા મળે છે, જે કેન્સરના લક્ષણો ઘટાડે છે.
દાંત હલવા, પેઢામાંથી લોહી નીકળવું, મોથી દુર્ગંધ આવવા જેવી સમસ્યામાં જુવારના દાણાને બાળી નાખો અને તેની રાખથી દાંતને સાફ કરવાથી આ સમસ્યાઓ મટી જાય છે. ઘણીવાર ઋતુમાં પરિવર્તન થવાને કારણે ઉધરસ આવે છે, તો પછી ગોળ સાથે જુવારના શેકેલા દાણા ખાવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
જુવારના દાણાનું સેવન કબજિયાત, એસિડિટી અને અન્ય પાચક રોગોમાં ફાયદાકારક છે. જુવારના શેકેલા દાણાને ગોળ સાથે ખાવાથી શ્વાસ ફુલવો અને શ્વાસ નળીના સોજા વગેરે રોગો મટાડે છે. જુવાર કબજિયાતને દૂર કરવામાં મદદગાર છે કારણ કે જુવારમાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં જુવારનો ઉપયોગ ફાયદાકારક છે, જુવારના દાણાને ઉકાળી તેનો રસ નીકાળીને અને તેમાં સમાન પ્રમાણમાં એરંડા તેલ મિક્સ કરો. તેનો લેપ કરવાથી સાંધાના દુખાવામાં રાહત આપે છે. માંદગી અથવા અન્ય કારણોસર થનારી નબળાઇમાં જુવારમાંથી બનાવેલ પદાર્થો લેવાથી ફાયદો થાય છે.
જુવારના લીલા પાંદડા પીસીને શરીર પર લગાડવાથી ત્વચાના રોગોમાં ખૂબ ફાયદો થાય છે. જુવારના દાંડીની ગાંઠોને પીસીને તેમાં એરંડાના તેલને મિક્સ કરીને લગાવવાથી ખંજવાળ મટે છે. ચામડીના રોગોમાં જુવારના ફાયદાકારક સાબિત થાય છે. જુવારના પાંદડા અને તેની દાંડીની ગાંઠો બંને વિવિધ રીતે ઉપયોગી થાય છે.
જુવારનો ઉકાળો કરીને પીવાથી કિડનીના રોગો મટે છે, જુવારનો ઉકાળો કરો અને તેને 10-20 મિલીમાં પીવો, તે કિડનીના રોગો મટાડે છે. જુવારની દાંડીનો 5-10 મિલીનો રસ પીવાથી કિડનીના રોગો અને પેશાબમાં તકલીફ જેવી સમસ્યામાં ફાયદો થાય છે. જુવારના સેવનથી માસિક દરમિયાન થતી પીડા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત, જુવારની મજબુત ગુણ નબળાઇ દૂર કરવા માટે પણ કામ કરે છે, જેના કારણે માસિક દરમિયાન થતી નબળાઇથી રાહત મેળવવી સરળ હોય છે.
જુવારના દાણાને તાપમાં શેકીને ખાવાથી કમળો, લ્યુકોરિયા, ગોનોરિયા વગેરેમાં ફાયદો છે. જુવારનું સેવન કમળાની સારવારમાં ઉપયોગી થાય છે, જુવારની દાંડીનો 5 મિલી રસ મેળવી પીવાથી કમળો મટે છે. જુવારના લોટના રોટલા બનાવીને રાત્રે રાખી દો. સવારે થોડું શેકેલું સફેદ જીરું અને છાશ મેળવીને પીવાથી બળતરા મટે છે.
ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં જુવારનું સેવન મદદરૂપ થાય છે, જુવારમાં હાજર શુગર અન્ય અનાજની તુલનામાં ધીમી ગતિથી નીકળે છે. જુવારનું સેવન ઉર્જા વધારવામાં મદદરૂપ છે કારણ કે આયુર્વેદ અનુસાર તેમાં વૃષ્ય અને બળકારક ગુણ હોય છે જે ઉર્જા જાળવવામાં મદદ કરે છે.
આમ, જુવાર ખુબ જ ઉપયોગી અનાજ છે, તેના સેવનથી ઉપરોક્ત તમન બીમારી અને બીજી અન્ય બીમારીઓ પણ દુર રહે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.