ઘણા રોગો એવા હોય છે વાતાવરણ પર અને આબોહવા પર આધારિત હોય છે. જે રોગમાં આબોહવા અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવામાં આવે તો આ રોગનો પ્રભાવ વધતો જાય છે અને તે ગંભીર થઈને જીવલેણ પણ થઇ શકે છે. અમુક રોગો થયા હોય તો પ્રમાણે કાળજી રાખવી જોઈએ.
પરંતુ આધુનિક સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે નાનકડા ગામડાઓમાં પણ ઘરે ઘરે એશીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. જયારે એસીમાંથી નીકળતી ઠંડી કુત્રિમ છે. જે શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે.
શરીરમાં નાની મોટી બીમારી ઘણા પ્રકારની બીમારી હોય છે, જેમાંથી અમે આ આઠ બીમારીઓ વિશે બતાવી રહ્યા છીએ એ હોય તો તમારે એસીમાં રહેવું જોઈએ નહિ. આવી બીમારીમાં એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આ સમયે કાળજી રાખવામાં ન આવે તો વધારે તકલીફ થઇ શકે છે.
જે લોકોને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આવા લોકોએ એસીનો ઉપયોગ એકદમ નહીવત કરવો જોઈએ. માથાના દુખાવા વાળા વધારે સમય એસીમાં રહે તો આ લોકોને માથું ભારે ભારે થવા લાગે છે. ઘણી વખત અકળામણ થાય છે ધીરે ધીરે માથાનો દુખાવો કાયમી સમસ્યા બની જાય છે. જેમાંથી બીજી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.
જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય, સાંધાની તકલીફ રહેતી હોય, શરીરમાં વાયુનું પ્રમાણ વધુ હોય તો આવા લોકોને સાંધાનો દુખાવો થતો હોય છે. તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો. ઘણી વખત આ ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.
જે લોકોને વારંવાર શરદી કે કાયમી શરદી રહેતી હોય, આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જે લોકોને કાયમી શરદી સમસ્યા રહેતી હોય આવા લોકો જો સતત એસીમાં રહેવાની પસંદ કરે તો આવા લોકોને સાયનસની ગંભીર સમસ્યા થઇ શકે છે. જેમાં સાયનસની સમસ્યા ખુબ જ મુશ્કેલી ઉભી કરતી સમસ્યા છે.
જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય, કે જેમને વારંવાર શરદી અને ઉધરસ થઇ જતા હોય. આવા લોકોએ પ એસી છોડી દેવું જોઈએ. એસીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. શિયાળામાં જે ગુલાબી ઠંડી હોય છે તેમાં ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ એ ઠંડી કુદરતી હોવી જોઈએ. એસીની ઠંડીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમે જો વારંવાર બીમાર પડતા હોય તો એસીનો ત્યાગ કરી દેવો જોઈએ.
જે લોકોને એલેર્જીક શરદીની સમસ્યા રહેતી હોય, એલેર્જીથી શરદીની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ છોડી દેવો જોઈએ. વારંવાર શરદી રહે છે તે લોકોએ સતત એસીના ઠંડા વાતાવરણમાં રહેવાથી ન્યુમોનિયા જેવી ગંભીર અને ઘાતક બીમારીઓ પણ થઇ શકે છે. જે ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.
જે લોકોને વધારે વજનની સમસ્યા રહેતી હોય, વજન વધારાની ફરિયાદ રહેતી હોય, શરીરમાં શરદી વધી જવાની તકલીફ હોય. આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. કારણ કે એસમાં સતત રહેવાથી શરીરમાં ખુબ જ વધારો થાય છે. કારણ તમે એસીના ઠંડા વાતાવરણમાં રહેતા ઓય તો શરીરમાં જે પરસેવો વળવો જોઈએ એ વળતો નથી. જેના લીધે ચરબીમાં વધારો થઇ શકે છે.
જે લોકોને દમ અને અસ્થમાની સમસ્યા હોય તેવા લોકોએ પણ એસીમાં ન રહેવું. કારણ કે દમ અને અસ્થમાના દર્દીઓ જો એસીમાં સતત રહ્યા કરે, એસીનો ઉપયોગ કર્યા કરે તો આવા લોકોને ખુબ જ ગંભીર અને ઘાતક સમસ્યા થઈ શકે છે. દમ અને અસ્થમાની સમસ્યા હોય છે જેમાં વધારો થઈને મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ચામડીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ એસીની હવા નુકશાન કારક છે. જે લોકોને ચામડી સમસ્યા હોય જેવી કે ખસ, ખંજવાળ, ધાધર, ખરજવું વગેરે જેવી વારંવાર સમસ્યા થતી હોય, શરીર પર ચામઠા પડવાની સમસ્યા થતી હોય આવા લોકોએ એસીને સમયસર છોડી દેવું જોઈએ. કારણ કે એસીનું વાતાવરણ કુદરતી ઠંડું વાતાવરણ નહિ હોવાથી, કુત્રિમ ઠંડું વાતાવરણ હોવાથી ચામડીને તકલીફ કરે છે. માટે જે લોકોને વારંવાર ચામડીની સમસ્યા થતી હોય કે ચામડીની એલેર્જી થતી હોય. તો આવા લોકોએ એસી છોડી દેવું જોઈએ.
આમ, આ આઠ પ્રકારની બીમારી હોય તો આવા લોકોએ એસીનો ત્યાગ કરી દેવો જોઈએ. એસીનું ઠંડું વાતાવરણ કુત્રિમ ઠંડક શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે. માટે બની શકે તો કુદરતી તાપમાન અને વાતાવરણમાં જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.