દાંતના દુખાવામાં એટલી પીડા થાય છે કે જેના લીધે મગજને પણ અસર થાય છે અને મગજને પણ કાર્ય કરવાનું સુજતુ નથી એવી પીડા થાય છે. સવારથી સાંજ સુધી દાંત દુખ્યા કરે છે. કોઈ કઠણ કે ઠંડી બરફ વાળી વસ્તુ ખાવામાં આવે તો દાંત દર્દ થાય છે. ઘણી વખત તો લોકો આ દર્દથી છૂટકારો મેળવવા પેન કિલર લે છે. પરંતુ તતેની અસર માત્ર થોડા સમય સુધી રહે છે અને ફરી વખત દ્દુખાવો ચાલુ થઈ જાય છે.
જો કોઈને પરિવારમાં, કુટુંબમાં, ઘરમાં જે કોઈને દાંત દર્દની પરેશાની છે તો 4 થી 5 ટીપા એક ચમચીમાં લવિંગના તેલના લેવા, એમાં 4 થી 5 ટીપા તેમાં તલનું તેલ ભેળવી દેવું. આ બંને તેલને ભેળવીને બરાબર એકરસ થઇ જવા દેવુ. આ પછી આ તેલને નાની કપાસના રૂની ગોળી બનાવીને આ ગોળીને સરખી રીતે આ તેલમાં પલાળી દેવી. એવી રીતે પલાળી દેવી કે તેલ બધી બાજુ આવી જાય અને અંદર સુધી આવી જાય.
આ પછી આ પલાળેલી આ રૂની ગોળીને દાંતમાં જ્યાં પર દર્દ થાય છે ત્યાં રાખીને દબાવી દેવી. આ ગોળીને 15 થી 20 મિનીટ સુધી ત્યાં જ દબાવીને રાખવી. આ પછી આ ગોળીને થૂંકી નાખવી. આ પ્રયોગને અમુક સમયના અંતરે દિવસમાં 3 થી 4 આ રીતે કરી શકાય.
આ રીતે રૂમાં તેલ લગાવેલી ગોળી રાખવાથી દાંતમાં લાગેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. દાંતના દર્દમાં રાહત મળવાનું શરૂ થઈ જાય છે. દાંત ઠીક થવાનું શરૂ થઇ જાય છે. આ પછી એક ગ્લાસ ગરમ હુંફાળું પાણી લેવું. આ પછી તેમાં 1 થી 2 ગ્રામ ફટકડી ઘોળી નાખવી. ફટકડીને સરખી રીતે એકરસ રસ થઈ જાય અને પાણીમાં સમ્પૂર્ણ ઓગળી જાય એ રીતે ઘોળી નાખવી.
આ રીતે બરાબર પાણીમાં ફટકડી પાણીમાં મિશ્રિત થઈ જાય પછી આ આ પાણીમાંથી એક કોગળો પીવો અને થોડીવાર મોઢામાં રાખવો અને પછી થોડીવાર બધી બાજુ ફેરવવો. બે મિનીટ સુધી તેને મોઢામાં રાખીને પછી તેને થૂકી નાખવું. આવું થોડા સમય સુધી વારંવાર કરવું. દિવસમાં ચારથી પાંચ વખત આમ કરવું.
આમ કરવાથી સંપૂર્ણ દાંતનું દર્દ નાશ પામી શકે છે, બધા જ બેક્ટેરિયા દાંતમાં રહ્યા હોય તે નાશ પામે છે. મોઢું સરખી રીતે ફ્રેશ થઈ જાય છે અને દાંતનું દર્દ ગાયબ થઇ જાય છે. આ ઉપાય કરવાથી માત્ર એક જ દવસમાં તમને આ પ્રયોગનો ફાયદો જોવા મળશે. 2 થી 3 દિવસમાં તો ચમત્કારિક રીતે દાંતમાં સંપૂર્ણ ફાયદો થઈ જશે. આ પ્રયોગ કરવાથી કોઈ દવા ખાવાની પણ જરૂર નહિ પડે.