નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ એરંડાના તેલના આયુર્વેદિક ફાયદા અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત વિષે. આજના સમયમાં ઘણા તેલનો ઉપયોગ ખાવા-પીવા અથવા માલિશ કરવા માટે વપરાય છે. પરંતુ શું તમે એરંડા તેલ વિશે સાંભળ્યું છે? આયુર્વેદથી લઈને વિજ્ઞાન સુધી એરંડા તેલના ફાયદાઓ વિશે જણાવે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં (Castor Oil) એરંડા તેલ દ્વારા ઘણા રોગોથી રાહત મળી શકે છે.
એરંડાનું તેલ તમારા વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત અમે તમને એરંડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તેની માહિતી આપીશું. જો તમે (કેસ્ટર ઓઇલ) એરંડા સાથે લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય, અથવા એરંડા સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાને આવી ગયા છો.
એરંડા તેલની અંદર 90 ટકાથી વધુ રિસિનોલિક એસિડ જોવા મળે છે. આ એસિડ અનેક આંતરિક સમસ્યાઓથી રાહત પૂરી પાડે છે. આ સિવાય તેમાં 4 % લિનોલીક એસિડ, 1 % સ્ટીયરિક એસિડ, એક ટકાથી વધુ અન્ય લિનોલેનિક ફેટી એસિડ્સ જોવા મળે છે. આ ઉપરાંત એરંડા તેલમાં પ્રોટીન, વિટામિન-E, ઓમેગા 6, એન્ટિફંગલ, એન્ટીઓકસીડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આ બધા પોષક તત્વો માનવ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. એરંડા તેલનો ઉપયોગ લગભગ તમામ પ્રકારના રોગો માટે થાય છે. ચાલો જાણીએ એરંડાના તેલના ઉપાયોથી થતા ફાયદા વિષે.
સંધિવાની તકલીફમાં : આજના સમયમાં સંધિવાની સમસ્યા માત્ર વૃદ્ધો જ નહીં પણ યુવાનોને પણ થવા લાગી છે. આ સમસ્યા દરમિયાન વ્યક્તિના સાંધા અને હાડકામાં અસહ્ય પીડા થાય છે. આવી સ્થિતિમાં આ પીડામાંથી રાહત મેળવવા માટે જો તમે ઇચ્છો તો તમે એરંડા તેલનો લાભ લઈ શકો છો. એરંડા તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જે સંધિવાની પીડાથી રાહત આપે છે. ગત સમયમાં એરંડા તેલનો ઉપયોગ સંધિવાના દર્દીઓ પર પણ થતો હતો. જેનાં પરિણામો તદ્દન હકારાત્મક રહ્યા છે.
હરસમાં એરંડાના તેલના ફાયદા : આજના સમયમાં હરસ મસ્સાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ સમસ્યાથી ગ્રસ્ત વ્યક્તિ ઘણીવાર એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી શકતી નથી. શરમના લીધે વ્યક્તિ આ સમસ્યા વિશે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત નથી કરી શકતી. તેમજ હરસ મસાની સારવારની પ્રક્રિયા પણ ખૂબ જ પીડાદાયક હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હરસ મસામાંથી છૂટકારો મેળવવા માંગતા હોય, તો તમે એરંડા તેલનો ઉપયોગ કરી શકો છો. નિયમિત રાત્રે એક કપ દુધમાં એક ચમચી દીવેલ મિક્સ કરીને પીવાથી ઘણો આરામ મળે છે. એરંડાની અંદરના ગુણથી હરસ મસ્સામાં ફાયદો કરી શકે છે.
કબજિયાતની સમસ્યામાં : એરંડા તેલ કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દુધમાં એક ચમચી એરંડાનું તેલ મિક્સ કરીને પીવાથી કબજીયાની સમસ્યામાં રાહત મળે છે. એરંડાનું તેલ કબજીયાતની સમસ્યાને દુર કરવાની સાથે આંતરડાને પણ સાફ કરવામાં મદદ કરે છે.
ધાધર, ખરજવું, ખંજવાળમાં : જો તમને ધાધરની ખંજવાળની સમસ્યા છે અને તમે તેનો ઇલાજ કરવા માટે ઘણી વસ્તુઓનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે એરંડા તેલ તમારી સમસ્યાનો હલ કરી શકે છે. આ માટે તમારે ફક્ત 2 ચમચી એરંડા તેલની અંદર થોડુંક નાળિયેર તેલ મિક્સ કરીને તેને ડાઘ ઉપર લગાવો. આ ઉપાય અપનાવી તમે ધાધરથી મુક્તિ મેળવી શકો છો.
ફંગલ ઇન્ફેક્શનમાં : ફંગલ ઇન્ફેક્શન કોઈને પણ થઈ શકે છે. સામાન્ય રીતે આ પરિસ્થિતિ ફક્ત ઉનાળાની ઋતુમાં ઉભી થાય છે. આવી સ્થિતિમાં પરસેવો અને ખંજવાળને કારણે આ સમસ્યા ફંગલ ઇન્ફેક્શનને ગંભીર સ્વરૂપ પણ આપી શકે છે. પરંતુ તમે એરંડા તેલનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાનો સામનો કરી શકો છો. જણાવી દઈએ કે એરંડા તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે જે આ ફંગલ ઇન્ફેક્શનથી છુટકારો આપી શકે છે.
પીઠના દુખાવામાં : ઘણા એવા લોકો છે જે કલાકો સુધી સિસ્ટમ પર બેસે છે અથવા સખત મહેનત કરે છે. આવા લોકોને વારંવાર કમરના દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ આ પીડાને એરંડા તેલ દ્વારા રાહત આપી શકાય છે. તમારે ફક્ત એરંડા તેલથી તમારી પીઠની મસાજ કરવાની છે. તમારી પીઠનો દુખાવો જલ્દીથી મટી જશે.
સોજો દૂર કરવામાં : જો તમારા પરિવારમાં એવા લોકો છે જેમને જુદા જુદા ભાગોમાં સોજા થવાની સમસ્યા છે, તો એરંડા તેલનો ઉપયોગમાં લઇ શકો છો. એરંડાના તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો દૂર કરવા માટે કામ કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમારે એરંડા તેલનો લાભ લેવો હોય તો તમારે આ તેલને સોજોની જગ્યાએ માલિશ કરવું જોઈએ. આને લીધે સોજોની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગશે.
આમ, એરંડાના તેલનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી મહીતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.