નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ અનાનસન અને તેના જ્યુસના સેવનથી સ્વાસ્થ્યને થતા અદ્ભુત લાભો વિષે. અનાનસ મીઠા સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. બધાંએ વિટામીન-C યુક્ત ફળોનું સેવન જરૂર કરવું જોઈએ અને લીંબુ, સંતરા ઉપરાંત અનાનસ એક ફળ એવું છે જેમાં વિટામીન-C વધારે હોય છે. અનાનસના સેવનથી રોગ પ્રતિકારત ક્ષમતા મજબૂત બને છે, જેનાથી અનેક રોગોથી બચી શકાય છે. સ્વાદમાં ખાટુ-મીઠું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.
અનાનસ એક એવું ફળ છે જેને સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે. ગરમી અને ચોમાસાની સિઝનમાં વધારે મળનારૂ અનાનસ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. અનાનસમાં વિટામીન-C વધારે હોવાની સાથે અન્ય પોષક તત્વો હોય છે જેમ કે વિટામીન-A, બીટા-કેરોટિન, પોટેશિયમ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, સાથે જ તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આ ફળની તાસરી ઠંડી હોય છે, ગરમીની મોસમમાં આ ફળનું સેવન કરવાથી અથવા જ્યૂસ પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.
અનાનસ જેટલું ફાયદાકાર હોય છે, એટલું જ વધારે લાભદાયી અનાનસનું જ્યૂસ પીવાનું હોય છે. તેના જ્યૂસમાં હાજર એન્ઝાઈમ્સ પ્રોટીનને શરીરમાં પચાવવામાં મદદ કરે છે. આ જ્યૂસમાં કેલેરી અને ફેટનું પ્રમાણ નહીવત હોય છે. એવામાં જે લોકોને વજન ઘટાડવા દરમિયાન ફિટ રહેવા માટે ફળોનું જ્યૂસ પીવે છે, તે અનાનસનું જ્યૂસ પી શકે છે. ચાલો જાણીએ અનાનાસ અને તેના જ્યૂસના સેવનથી થાત ફાયદા વિષે.
જો તમને ગરમીમાં ડાયરિયા અથવા પેટમાં દુખાવાની તકલીફ હેરાન કરે છે તો તમે અનાનાસનું જ્યૂસ પી શકો છો. તે પાચક શક્તિને વેગ આપે છે. કબજિયાતની સમસ્યાથી પણ તમે છુટકારો મેળવી શકો છો. એક ગ્લાસ અનાનસનું જ્યૂસ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. સાથે જ બ્લોટિંગ, કબજિયાતથી પણ આરામ મળે છે.
દાંત અને હાડકાને મજબૂત બનાવવા માટે અનાનસ જ્યૂસનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. કારણ કે તેમાં કેલ્શિયમ, મેંગેનીઝ વધારે હોય છે એવામાં આ દાંત અને હાડકાંને મજબૂતી આપે છે. જો તમને દાંત અને હાડકામાં દુખાવો અથવા પછી સોજાની સમસ્યા રહે છે તો અનાનસનું જ્યૂસ જરૂર પીઓ.
અર્થરાઇટિસની સમસ્યા પરેશાન કરે છે તો અનાનસનું જ્યૂસને પીવાનું શરૂ કરી દો. તેમાં હાજર વિટામીન-A અને બીટા-કેરોટિન અર્થરાઇટિસની તકલીફને ઘટાડી શકે છે. કિડનીમાં પથરી હોવાના કારણે પીડા થાય છે તો એક ગ્લાસ અનાનસનું જ્યૂસ પીવાથી દુખાવામાં રાહત મળશે. અનાનાસમાં મળતા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ શરીમાં સોજા અને દુખાવાને ઘટાડી શકે છે. શરીરમાં સોજા રહે છે તો દરરોજ અનાનસનું સેવન કરો.
અનાનસમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન-C વગેરે હોય છે, જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેને ડાયટમાં અનાનસનું જ્યૂસ સામેલ કરવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આ ફળનું સેવન કરવું જોઈએ. તેમાં વધું પોટેશિયમ અને ઓછું સોડિયમ હોવાથી શરીરમાં લોહીના પ્રવાહની ગતિ કંટ્રોલ થાય છે. આ હૃદયની બીમારીના ખતરાને ઘટાડે છે.
વિટામીન-A અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર અનાનસનું જ્યૂસ આંખોની સમસ્યાઓને દૂર કરે છે. બાળકોને તેનું જ્યૂસ, જરૂર પીડાવો તેનાથી તેની આંખોની રોશની નાના ઉંમરમાં જ નબળી નથી પડતી.
ત્વચાને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો અનાનસનું સેવન કરો અથવા તેનું જ્યૂસનુ પીઓ. ખીલ સાથે જ તેનાથી થનારા ડાઘ-ધબ્બાને પણ ઓછા કરે છે. અનાનસનું જ્યૂસમાં હાજર પોષક તત્વ સ્કિનથી ડેડ સેલ્સને દૂર કરે છે, જેથી ચહેરા પર નિખાર આવે છે. અનાનસમાં પ્રાકૃતિક મીઠાસ હોવાના કારણ તેનું સેવન ડાયાબિટીસના દર્દી પણ કરી શકે છે, આ શુગર લેવલ કંટ્રોલ કરે છે. જોકે તેને ડોક્ટરની સલાહ પર જ ખાઓ.
અનાનસમાં વિટામીન-C ખૂબ પ્રમાણ મળી આવે છે જેના કારણે આ શરદી-ઉધરસમાં ખૂબ ફાયદાકારક છે. શરદી-ખાંસી થવા પર હંમેશા મ્યૂકર મેંબ્રેનમાં સોજો આવે છે અને ફક જમા થવા લાગે છે. અનાનસમાં એન્ટી-ઓક્ટીમેટરી ગુણ હોય છે, જે આ સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
આમ, આનાનસ અને તેના જ્યુસનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.