નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ સોયાબીનના સેવનથી થતા સ્વાથ્ય લાભો વિષે. સોયાબીન એક એવું કઠોળ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. સોયાબીન નું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત સોયાબીનને માનવામાં આવે છે.
સોયાબીનમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોવાની સાથે વિટામીન-B કોપ્લેક્ષ, વિટામીન-E, મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, સેલેનીયમ, કાર્બોહાઇડેટ અને એમીનો એસીડ હોય છે. સોયાબીનમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર જેવી બીમારીને દુર રાખે છે. ચાલો જાણીએ સોયાબીનના સેવનથી થતા ફાયદા વિષે.
હાડકા મજબુત કરે : સોયાબીનના સેવનથી હાડકા મજબુત થાય છે. સોયાબીનમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ તત્વ જે હાડકાને પોષણ આપવાનું કામ કરે છે અને મજબુત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સોયાબીનની રોટલી ખાવાથી તથા તેનું સોયાદુધ પીવાથી ગઠીયો વા અને સાંધાનો દુખાવો દુર થાય છે.
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યાથી પીડિત લોકો માટે સોયાબીનનું સેવન ફાયદાકારક બને છે. સોયાબીન લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરે છે. ડાયાબીટીસના દર્દી નિયમિત સોયાબીનનું સેવન કરે તો પેશાબ સંબધિત સમસ્યામાં પણ રાહત મળે છે.
કેન્સર : સોયાબીનના સેવનથી કેન્સર જેવા ગંભીર રોગોથી બચી શકાય છે. સોયાબીનમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર જેવી બીમારીને દુર રાખવામાં મદદ કરે છે. સોયાબીન શરીરમાં ઉત્પન્ન થતા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. સોયાબીનમાં રહેલું ફાયબરનું પ્રમાણ કોલોન કેન્સરનું જેખમાં ઘટાડે છે.
હદયના રોગોથી બચાવે : સોયાબીનના સેવનથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. હદયના રોગોની સ્થિતિમાં સોયાબીનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. સોયાબીન લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણે ઓછુ કરવા માટે પણ ઉપયોગી સાબિત થવાની સાથે હદય રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક થાય છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા લોકોએ ભોજનમાં સોયાબીન સામેલ કરી શકે છે, પણ માર્યાદિત પ્રમાણમાં.
ચામડી માટે ફાયદાકારક : સોયાબીનનું સેવન ત્વચાના રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે. સોયાબીનમાં એન્ટી એજિંગ નામનું તત્વ મળે છે જે આપડી ત્વચાને જુવાન રાખવામાં મદદરૂપ થાય છે. સોયાબીન ત્વચાને મોઇચ્યુરઈઝ રાખવાનું કામ કરે છે. જે વ્યક્તિની ત્વચા શુષ્ક હોય તેના માટે સોયાબીનનું સેવન લાભદાયી થાય છે. તમારી ત્વચા પરના ખીલ-ડાઘની અને ત્વચાની રોનક ઓછી થવા પર તમે સોયાબીનને ભોજનમાં સામે કરી શકો છો.
એનીમિયા : સોયાબીનમાં આયર્નનું પ્રમાણ ભરપુર માત્રામાં મળી આવે છે જે એનીમીયાની સમસ્યાને દુર કરે છે. સોયાબીનમાં રહેલું આયર્ન તત્વ હિમોગ્લોબીનની ઉણપને દુર કરી એનીમીયાની સમસ્યાને દુર કરે છે. મહિલાઓમાં એનીમીયાની સમસ્યા વધારે જોવા મળે છે.
પાચન માટે : સોયાબીનમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રમાં હોય છે જે ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. સોયાબીન નું સેવન કરવાથી કબજિયાત, શારીરિક વિકાસ અને બીજા અનેક પ્રકાર ના રોગોને દુર કરવામાં મદદ મળે છે.
સોયાબીનના સેવનથી થતા નુકશાન : સોયાબીનનું સેવન હમેશા યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ નહિતર નુકશાન કારક પણ બને છે. સોયાબીનનું વધારે પ્રમણમાં સેવન કરવાથી એલર્જિક સમસ્યા થઈ શકે છે.
મહિલાઓ એ સોયાબીનનું સેવન વધારે માત્રમાં ન કરવું જોઈએ, જો વધારે પ્રમણમાં સેવન કરવામાં આવે તો હોર્મોન્સને લગતી ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે. પુરુષોએ પણ સોયાબીનનું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ નહિતર શુક્રાણુઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. માટે યોગ્ય માત્રમાં સોયાબીનનું સેવન જ ફાયદાકારક સાબિત થાય છે.
આમ, સોયાબીનનું સેવન કરવાથી ખુબ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે બીમારીઓથી મુક્ત રહો. આ ઉપયોગી માહિતીને જરૂર શે કરવા વિનંતી.