નમસ્કાર મિત્રો, આયુર્વેદ ટાઈમ્સમાં તમારું સ્વાગત છે, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ નાગરવેલના પાનના સેવનથી થતા અદ્ભુત ફાયદા વિષે. નાગરવેલના પાનમાં ઘણા ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદમાં તેનું મહત્વ ઘણું છે. નાગરવેલના પાન, ફળ અને મૂળ ઔષધીયરૂપે ઉપયોગી છે. પ્રાચીન સમયથી જ આયુર્વેદમાં નાગરવેલના પાન અનોખું સ્થાન ધરાવે છે.
નાગરવેલના પાનને અંગ્રેજીમાં બેટલ લીફ અને સંકૃતમાં નાગરવલ્લરી કે સપ્તશીરા અને ગુજરાતીમાં નાગરવેલના પાન કહેવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી નાગરવેલના પાનનું સેવન ભોજન કર્યા પછી કરવામાં આવે છે. નાગરવેલના પાન સામાન્ય રીતે 3-8 ઇંચ લાંબા, સાત શિરાવાળા, હદયાકાર, ચીકણા, આગળથી અણીદાર અને લીલા રંગના હોય છે.
નાગરવેલના પાન મધુર, તીખી, કડવી, તુરી, ગરમ વાત-કફશામક ભૂખ વર્ધક, દુર્ગંધવિનાશક, ઠંડીનાશક હોય છે. નાગરવેલના પાનના સેવનથી જૂની શરદી, ખાંસી, પેટમાં કૃમિ, સોજા, તાવ મટી જાય છે. ચાલો જાણીએ નાગરવેલના પાનના સેવનથી થતા અદ્ભુત ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે.
નાગરવેલના પાન આપણા પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. નાગરવેલના પાનને બરાબર ચાવીને ખાવાથી તેની લાળગ્રંથી ઉપર અસર પડે છે, તેનાથી તેમાં સલાઈવ લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચનતંત્ર માટે ખુબ જ જરૂરી છે. જયારે તમે ભારે ભોજન કર્યું હોય અથવા વધારે ભોજન લેવાઈ ગયું હોય ત્યારે નાગરવેલના પાનનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે.
કબજિયાતની સમસ્યામાં નાગરવેલના પાન ઉપયોગી સાબિત થાય છે. નાગરવેલના પાનને ચાવવાથી કબજીયાત મટી જાય છે. નાગરવેલના પાનમાં થોડું એરંડીનું તેલ લગાવીને ચાવવાથી કબજીયાતની સમસ્યામાં રાહત થાય છે. વજન ઘટાડવા વાળા લોકોએ નાગરવેલના પાન ચાવવા ખુબ જ ફાયદાકારક થાય છે. નાગરવેલના પાન ચાવવાથી શરીરનું મેટાબોલીજમ ખુબ જ વધે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
હેલ્ધી હદય માટે નાગરવેલના પાન ફાયદાકારક બને છે. હદયની નબળાઈ હોય તેવા લોકોએ નાગરવેલના પાનનો 4 ચમચી જેટલો રસ કાઢી તેમાં થોડી સાકર ઉમેરીને નિયમિત પીવાથી હદયની નબળાઈ દુર થશે અને હદય સ્વસ્થ બનશે.
ઓરલ કેન્સરમાં નાગરવેલના પાન ઉપયોગની સાબિત થાય છે. નાગરવેલના પાનમાં સેબ્સકોર્બીક એસીડ અને બીજા ઘણા ઓક્સીડેંટ હોય છે જે મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવાળા તત્વોનો નાશ કરે છે. જેથી ઓરલ કેન્સરની સમસ્યામાં નાગરવેલના પાન ફાયદાકારક સાબિત થાય છે.
અવાજ બેસી ગયાની સમસ્યામાં નાગરવેલના પાનમાં એક નાનો જેઠીમધનો ટુકડો મુકીને બરાબર ચાવીને ખાવાથી અવાજ ખુલી જશે. આવું કરવાથી 1-2 દિવસમાં બેસી ગયેલો અવાજ ખુલી જશે. નાગરવેલના પાનનો રસ પીવાથી ગેસ્ટ્રીક અલ્સરને રોકવામાં મદદ મળે છે.
નાગરવેલના પાનના સેવનથી મોની દુર્ગંધની સમસ્યા દુર થાય છે. નાગરવેલના પાનને બરાબર વાટીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને દાઝેલા ભાગ પર લગાવી થોડીવાર પછી ધોઈ લો, ત્યારબાદ ત્યાં મધ લગાવવાથી ઘાવ તરત જ ઠીક થઇ જાય છે.
મોઢામાં છાલા પડવાની સમસ્યામાં નાગરવેલના પાનને ચાવીને ત્યારબાદ કોગળા કરવા, આવું દિવસમાં 2-3 વાર કરવાથી રાહત થાય છે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં નાગરવેલના પાન ફાયદાકારક થાય છે. ઉનાળામાં ઘણી વાર નાકમાંથી લોહી નીકળે છે. નાગરવેલના પાનને વાટીને સુંઘવાથી ખુબ જ જલ્દી આરામ મળે છે.
નાગરવેલના પાનને શક્તિનો સિમ્બોલ માનવામાં આવે છે. નવા લગ્ન થયેલા જોડને આ પાન ખવરાવવાનો રીવાજ પણ ઘણો જુનો છે, માટે જ લગ્નમાં અને પછી નાગરવેલના પાન ખવડાવવામાં આવે છે. નાગરવેલના પાનને ધોઈને બરાબર સાફ કરીને તેના પર તેલ લગાવીને હળવું ગરમ કરો, થોડું હુંફાળું ગરમ થાય એટલે તેને છાતીમાં કે દુખતા અંગ પર લગાવવાથી રાહત દુખાવામાં અને સોજામાં રાહત થાય છે.
ચામડીને લગતી બીમારીમાં નાગરવેલના પાન ઉપયોગી થાય છે. નાગરવેલના પાનાને બરાબર વાટી લો, તેને 2 ગ્લાસ ગરમ પાણીમાં નાખી ઉકાળો, જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. આ ઘટ્ટ પેસ્ટને ફેશપેટની માફક ચામડીને લગતી બીમારીમાં લાગવાથી રાહત મળે છે.
આમ, નાગરવેલના પાન આયુર્વેદિક રીતે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારીની સાથે અન્ય ઘણી બધી બીમારીઓ દુર થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શે કરવા વિનંતી.