નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ પલાળેલા ચણાના સેવનથી શરીરને થતા અદભુત ફાયદા વિષે. ચણા એક એવી વસ્તુ છે જે દરેકને ખાવી ગમે, નાના હોય કે મોટા ચણાનું નામ પડતા બધાને મોમાં પાણી આવવા લાગે છે, નિયમિત સવારે ખાલી પેટ ચણા ખાવાથી સ્વાથ્યને ખુબ જ ફાયદો થાય છે. મુઠ્ઠીભર ચણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે નાસ્તામાં ખાવાથી શરીર માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. પલાળેલા ચણામાં ફાયબરનું પ્રમાણ સારું એવું હોવાથી પાચનતંત્ર અને પેટના રોગોમાં ફાયદાકારક બને છે.
ચણામાં રહેલા પોષકતત્વોની વાત કરીએ તો તેમાં વધારે માત્રામાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાયબર અને વિટામીન હોય છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી ઘણા બધા રોગો સામે લડી શકાય છે, તેના સેવનથી માથાનો દુખાવો, કફ, રક્તપિત્ત, લોહીની શુદ્ધિ વગેરેમાં રાહત થાય સાથે જ શરીરમાં દિવસભરની ઉર્જા બનાવી રાખે છે.ચાલો જાણીએ પલાળેલા ચણાના સેવનથી થતા ફાયદા વિષે.
પલાળેલા ચણાનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય છે. ચણામાં રહેલું પ્રોટીન અને ફોસ્ફરસ શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. પલાળેલા ચણાના સેવનથી શરદી-તાવ જેવી બીમારીઓને દુર રાખવા માટે મદદ કરે છે.
હાડકાંને મજબુત બનાવવા ચણાનું સેવન લાભદાયી થાય છે. ચણામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે, માટે તેનું નિયમિત સેવન કરવાથી હાડકાને મજબુત બનાવી શકાય છે. ચણામાં દૂધના સમપ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબુત અને તંદુરસ્ત બનાવી રાખે છે.
નિયમિત પલાળેલા ચણાનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે. ચણામાં બીટા કેરોટીન મળી આવે છે જે આંખોના કોષોને થતા નુકશાનને અટકાવે છે અને આંખોની દ્રષ્ટી સારી રાખે છે. ચણામાં પ્રોટીન, આયર્ન અને મિનરલ્સ હોય છે જે શરીરને એનેર્જેટીક રાખે છે અને શરીરની નબળાઈને દુર કરે છે.
પલાળેલા ચણાનું સેવન કરવાથી શરીરનું પાચનતંત્ર સારું રહેવાની સાથે શરીરનું વજન પણ ઘટાડી શકાય છે. ચણામાં ફાયબર હોય છે જે શરીરનું વજન ઘટાડે છે. પલાળેલા ચણાનું નિયમિત સેવાન કરવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે જેથી શરીરનું વજન નિયંત્રણમાં રાખી શકાય છે.
પલાળેલા ચણાનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં રાખી શકાય છે. ચણામાં રહેલા ફાયબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે જેથી ડાયાબીટીસની સમસ્યામાં રાહત થાય છે. પલાળેલા ચણામાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે જે શરીરમાં હિમોગ્લોબીનની માત્ર જાળવી રાખે છે અને લોહીની ઉણપને દુર કરે છે. એનીમિયાની સમસ્યામાં લોહીને ઉણપને દુર કરવા પલાળેલા ચણા મહત્વનો ભાગ ભજવે છે.
ચણામાં રહેલું ફાયબર કબજીયાતની સમસ્યાને દુર કરે છે. નિયમિત પલાળેલા ચણાનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને પેટ સાફ રહે છે. માટે કબજીયાતની સમસ્યામાં પલાળેલા ચણાનું સેવન ફાયદાકારક થાય છે.
નિયમિત ચણાનું સેવન કરવાથી હદયને તંદુરસ્ત રાખી શકાય છે. ચણામાં ઓમેગા-3 ફેટી એસીડ અને આલ્ફા લીનોલીક એસીડ હોય છે જે શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે જેનાથી હદયન તંદુરસ્ત રહે છે અને હદયની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.
પલાળેલા ચણાનું નિયમિત સેવન કરવાથી પેટ સંબધિત સમસ્યાને દુર કરી શકાય છે., પલાળેલા ચણામાં આદું, જીરું અને મીઠું મિક્સ કરીને ખાવાથી કબજિયાત, પેટનો દુખાવો, એસીડીટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
પેશાબ સંબધિત સમસ્યાઓમાં પલાળેલા ચણાનું ગોળ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે અને વાંરવાર પેશાબ જવાની સમસ્યામાં આરામ મળે છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદો થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે ચણાનું સેવન લાભદાયી રહે છે કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે.
આ રીતે રાત્રે પાણીમાં પલાળો ચણાને : એક મુઠ્ઠી જેટલા ચણાને બરાબર સાફ કરીને એક વાસણમાં બરાબર ડૂબી જાય એ રીતે આખી રાત સુધી પાણીમાં પલાળી દો. ત્યારબાદ સવારે આ ચણાને પાણીમાંથી કાઢીને સેવન કરવાથી ખુબ ફાયદો થાય છે.
આમ, કહેવાય છે પલાળેલા ચણાનું સેવન બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી માનવામાં આવે છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી શરીરને ખુબ જ મજબુત બનાવી શકાય છે. આશા રાખીએ કે આ મહતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે બીમારી મુક્ત બનો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરુર શેર કરવા વિનંતી.