નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ ગરમીની સીજનમાં થતી બીમારીથી દુર રહેવાના ઘરેલું ઉપાયો વિષે. ઋતુ પરિવર્તનના કારણે નાની મોટી બીમારીઓ થાય છે પરંતુ ગરમીની સીજન પોતાની સાથે અનેક બીમારીઓ સાથે લઈને આવે છે. ગરમીની સીજનમાં ખાણી-પીણીની જરા પણ બેદકારી રાખી તો સ્વાથ્ય પર ગંભીર અસર પડી શકે છે.
ઉનાળામાં તીવ્ર તડકો અને પરસેવાના કારણે હીટ સ્ટોક, ડાયરિયા, ફૂડ પોયજનિંગ થવાની શક્તતા ખૂબ વધી જાય છે. એવામાં જો તમે પણ સ્વાથ્યનું ધ્યાન ન રાખ્યું તો સીજનલ બીમારીનો ભોગ બની શકો છો, ચાલો જાણીએ આ સીજનલ બીમારીથી બચાવન ઉપાયો વિષે.
ફૂડ પોઈઝનીંગ : ગરમીની સીજનમાં ઘણીવાર વાંસી, ઠંડુ અને બહારનું ભોજન ખાવાથી ફૂડ પોઈઝનીંગ થવાની સમસ્યા થાય છે. ગરમીની સીજનમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી ગ્રોથ કરે છે, એવામાં જો શરીરની અંદર આ વસ્તુના પ્રવેશવાથી ફૂડ પોઈઝનીંગ થઇ શકે છે. ફૂડ પોઈઝનીંગ થવાથી ઉલટી, ઝાડા, તાવ, પેટમાં પીડા થવી, ડાયરિયા જેવા લક્ષણો દેખાવા લાગે છે. ફૂડ પોઈઝનીંગથી બચવા વાસી અને ઠંડુ ભોજન, ખુલામાં વેચાઈ રહેલા ભોજન, રો મીટ, બહારનો ખોરાક વગેરે ખાવાનું ટાળવું જોઈએ.
હીટ સ્ટ્રોક : હીટ સ્ટ્રોક એટલે લુ લગાવી, તેને મેડીકલની ભાષામાં હાઈપરથર્મિયા કહેવામાં આવે છે. લાંબા સમયથી તડકામ રહેવાથી તમે હીટ સ્ટ્રોકની ઝપેટમાં આવી શકો છો. ઘણીવાર લુ લાગવાથી માથાનો તીવ્ર દુખાવો, તાવ, ઉલટી, ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, ઉરીને ઓછું થવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવા લક્ષણો થાય છે. લૂથી બચવા માટે બહાર તડકામાં ક્યારેય ખાલી પેટ ન જવું, વધારે માત્રામાં પાણી પીવો અને પોતાને તડકામાં ઢાંકીને બહાર નીકળો.
ચિકનપોક્સ : ચિકનપોક્સ વાયરસથી થનારી બીમારી છે, વૈરીલેસા જોસ્ટર વાયરસના કારણે ચિકનપોક્સ થાય છે. આ સમસ્યામાં આખા શરીરની સ્કીન પર નાની મોટી ફોલ્લીઓ થાય છે. ગહાની વાર આ ફોલ્લીઓ માટી ગયા પછી ડાઘ રહી જાય છે. રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોવા પર વ્યક્તિ ઝડપથી આ બીમારીનો ભોગ બની શકે છે. ચિકનપોક્સથી બચવા માટે હાઇજીનની ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે.
ટાઈફોડ : ટાઈફોડની સમસ્યા મોટાભાગે પ્રદુષિત પાણી અથવા જ્યુસના સેવનથી થાય છે. જયારે સંક્રમિત બેક્ટેરિયા પાણી મારફતે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે ટાઈફોડના લક્ષણો દખાવા લાગે છે. ટાઈફોડના લક્ષણોની વાત કરીએ તો તીવ્ર તાવ આવવો, ભૂખ ન લગાવી, નબળાઈ અનુભવવી, પેટમાં પીડા થવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ટાઈફોડથી બચવા માટે દુષિત, ગંદુ પાણીનું ન કરવું જોઈએ.
ત્વચાની બીમારી : ગરમીની સીજનમાં વધારે પરસેવો થવાના કારણે ત્વચાની બીમારી થાય છે. જો તમે વધારે ટાઈટ કપડા પહેરતા હોય, પરસેવો યોગ્ય રીતે શરીરની બહાર ન નીકળી શકવા પર સ્કીન પર પર રૈશ અને ફોલ્લીઓ થાય છે. સ્કીન પર રૈશ અને ફોલ્લીઓ થવાથી ખંજવાળ આવવાની સમસ્યા થાય છે. અતે ગરમીમાં હળવા રંગવાળા અને ઢીલા કપડા પહેરવાથી ત્વચાની અ બીમારીથી બચી શકાય છે.
હેપેટાઈટિસ (પીળિયો) : ઘણીવાર દુષિત પાણી, વાસી ભોજન લેવાથી આ સમસ્યા થાય છે. પીળિયાની સમસ્યામ દર્દીની આંખ અને નાખ પીળા થવા લાગે છે. આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. પીળીયાની બીમારી લીવર પર અસર કરે છે, માટે લીવરને તંદુરસ્ત રાખવું પડે છે. પીળિયાની સમસ્યા માટી જાય તો પણ થોડા સમસ્યા સુધી સાદું ભોજન કરવની સલાહ આપવામાં આવે છે. પીળિયાની સમસ્યાને સામાન્ય રીતે આપણે કમળો પણ કહીએ છીએ.
આમ, ગરમીની સીજનમાં વાંસી, ઠંડુ તેમજ દુષિત પાણીનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવાથી આ બીમારીઓથી બચી શક્ય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.