અત્યારે જોઈએ તો મોઢામાં ચાંદા પડવા એ એક સામાન્ય થઇ ગયું છે આ સમસ્યા મોટા ભાગના લોકોને જોવા મળતી હોય છે. મોઢામાં ચાંદા પડવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. તેમાં જોઈએ તો અત્યારે ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે માટે વધુ પડતી શરીરમાં ગરમી પડવાથી પણ મોઢામાં ચાંદા પડી જતા હોય છે.
તમે ધૂમ્રપાન કરતા હોવ અથવા તો તંબાકુનું સેવન કરતા હોવ તો પણ તમારા મોઢામાં ચાંદા પડી શકે છે, તમારું યોગ્ય સમયે પેટ સાફ ન થવાને કારણે પણ મોઢામાં ચાંદા પડી શકે છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તો તમે કોઈપણ વસ્તુ ખાઈ કે પીય શકતા નથી. તમે આ મોઢામાં પડેલા ચાંદાની યોગ્ય સમયે તપાસ ન કરાવી અથવા તો તેનો સમયસર દેશી ઈલાજ ન કરાવ્યો તો તે આગળ જતા ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
ચાંદાની સારવાર માટે એવું જરૂરી નથી કે તમારે ડોક્ટર પાસે જ જવું પડે પરંતુ તમે ચાંદાની યોગ્ય સમયે સારવાર લો તે મહત્વનું છે. આજે અમે તમને એવા કેટલાક દેશી ઓસડીયા વિશે માહિતી આપવાના છીએ કે તેનો ઉપયોગ કરવાથી તમને મોઢામાં પડેલા ચાંદામાં ફાયદો થશે.
દેશી ઘી : કદાસ તમને સવાલ થશે કે દેશી ઘી એ વળી કઈ રીતે મોઢામાં પડેલા ચાંદા માટે ઉપયોગી છે પંરતુ એવું નથી દેશી ઘી પણ મોઢામાં પડેલા ચાંદા માટે ખુબજ ફાયદો કરે છે. જે ભાગ ઉપર તમને ચાંદા પડ્યા છે તે ભાગ ઉપર થોડુ દેશી ઘી લગાડવાથી ત્યાં પડેલા ચાંદામાં જલ્દીથી રૂઝ આવી જાય છે.
બરફ : મોઢામાં પડેલા ચાંદા માટે બરફ સૌથી લોકપ્રિય અને અસરકારક ઈલાજ સાબિત થાય છે તેના યોગ્ય ઈલાજ માટે તમે એક નાનો એવો બરફનો ટુકડો લો ત્યારબાદ તેને તમે 5 સેકેંડ સુધી ચાંદા ઉપર રાખો આ રીતે ૪ થી 5 વખત ક્રિયા કરો એટલે તમને ચાંદાની સમસ્યામાંથી સાવ છુટકારો આવી જશે.
કપૂર : તમને મોઢામાં જો ચાંદા પડ્યા હોય તો તેને ઠીક કરવા માટે કપૂર એ ખુબજ ઉપયોગી ઓસડીયું સાબિત થાય છે તેના ઈલાજ માટે તમારે 50 ગ્રામ જેટલું ઘી ને ગરમ કરવું તથા તેમાં 6 ગ્રામ જેટલું કપૂરને મિક્સ કરો આ મિશ્રણને ગરમ કરો ત્યારબાદ તેને જ્યોત ઉપરથી નીચે ઉતારી લો તથા આ મિશ્રણને તમને મોઢામાં પડેલા ચાંદા ઉપર લગાડવાથી ચાંદા સાવ મટી જાય છે.
હળદર : હળદર એ કદાસ તમને ખબર નહિ હોય તો આજે અમે તમને જણાવી દઈએ કે જો તમને મોઢામાં પડેલા ચાંદાને મટાડવા માટે હળદર ખુબજ ફાયદો કરે છે અને ચમત્કારિક દવા તરીકે પણ ફાયદો કરે છે.
કાથો : તમે કાથા વિશે તો પરિચિત હશો જ કાથો એ તમને મોઢામાં પડેલી ચાંદી માટે એક રામબાણ સમાન ઈલાજ સાબિત થાય છે તમને જે ભાગ ઉપર ચાંદી પડી હોય તે ભાગ ઉપર થોડો કાથો લગાડવાથી પડેલી ચાંદી સાવ રૂઝાય જાય છે.
તુલસી : તમે તુલસીના ૩ થી ૪ પાન પીસીને તેનો થોડો રસ કાઢો અને હવે તે રસને તમે ચાંદી ઉપર લગાડો ચાંદી તરત જ સાવ મટી જશે.
આમ, અમે તમને મોઢામાં પડેલી ચાંદીને મટાડવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવા જોઈએ તેના બનતી માહિતી આપી.