નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ ધાણા પાવડરના ફયદા વિષે. ધાણા એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં ધાણનો દરેક રીતે ઉપયોગ કરવામાં આવે છે પછી તે સૂકા હોય કે લીલા. તમને જણાવી દઈએ કે ધાણા એક મસાલા હોવાની સાથે સાથે ઔષધી પણ છે. ધાણા તાસીરમા ઠંડા હોય છે, એટલા માટે તેનો ઉપયોગ પેટની સમસ્યા માટે પણ કરવામાં આવે છે. ધાણામાં અનેક ઔષધીય ગુણ મળી આવે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ધાણાના પાવડરમાં વિટામીન-A, વિટામીન-C અને વિટામી-E ભરપૂર પ્રમાણ મળી આવે છે. ધાણામાં એન્ટી-બેક્ટેરિયલ, મિનરલ, પ્રોટીન, ફેટ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવ તત્વ પણ મળી આવે છે.
ઘાણા પાવડર વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે. ધાણાનો પાવડર નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે. ધાણાને પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે. ધાણાના પાવડરમાં વિટામીન-C મળી આવે છે જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં ધાણા પાવડરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. ચાલો જાણીએ ધાણા પાવડરના સેવનથી થતા ફાયદા વિષે.
પાચન શક્તિને મજબૂત કરે : ધાણા પાવડર પાચન પ્રક્રિયાને યોગ્ય રીતે બનાવીને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ ધાણા પાવડરનો ઉપયોગ કરશો તો તમે પાચન સંબંધીત અનેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ધાણા પાવડરમાં હાજર ફાઈબર તત્વ પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં મદદરૂપ : ધાણામાં હાજર ઓલિક એસિડ, લિનોલિક એસિડ, પામિટિક એસિડ, એસ્કોર્બિક એસિડ અને સ્ટીયરિક એસિડ જેવા અનેક તત્વ લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ધાણા પાવડર ન ફક્ત એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ હૃદયને લગતી ગંભીર થી ગંભીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. જો તમે દરરોજ તેનું સેવન કરો તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર યોગ્ય બની રહે છે.
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં માટે : ધાણા પાવડર બ્લડ શુગરને દૂર કરવા માટે એન્ઝાઈમની પ્રવૃતિને વધારીને બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ધાણા પાવડરનો નિયમિત રીતે ઉપયોગ કરો છો તો તમારી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.
ઈમ્યૂનિટીને મજબૂત કરે : ધાણા પાવડરમાં અનેક પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે શરીરમાં સૂજનને દૂર કરવા સાથોસાથ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ ધાણા પાવડરનો ઉપયોગ કરશો તો તમે કેન્સરના કોષોના વિકાસને ધીમો કરી શકે છે.
હૃદયને તંદુરસ્ત રાખવા : જાણકારી પ્રમાણે, ધાણા પાવડર હૃદયને તંદુરસ્ત રાખવા માટે અત્યંત લાભદાયી હોય છે. આ આપણાં શરીરથી વધારાનું પાણી અને સોડિયમને બહાર નીકાળવામાં મદદ કરે છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તમે હૃદય સંબંધિત અનેક પ્રકારની ખતરનાક બીમારીઓથી બચી શકાય છે.
વજનને કંટ્રોલમાં રાખે : ધાણા પાવડર દરરોજ 2 ચમચી નિયમિત રીતે સેવન કરવાથી તમારૂ વજન ખૂબ ઝડપથી ઘટી શકે છે. નિયમિત ધાણા પાવડરનું સેવન કરવાથી સંક્રમણ રોગોથી બચવામાં મદદ મળે છે. તેને ખાવાથી પેટમાં હાજર કીડા અને બેક્ટેરીયા મરી જાય છે આથી પેટને ઠંડક પણ મળે છે.
આંખોમાં ખંજવાળ માટે : ધાણાના બીજમાં ઉચ્ચ એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આંખોમાં ખંજવાળ, લાલાસ અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. જો તમને કંજંક્ટિવાઈટિની સમસ્યા છે તો આ માટે ધાણાના બીજને પાણીમાં ઉકાળીને પછી તેનાથી તમારી આંખને ધુઓ. આ ઉપરાંત આંખોની જુદી જુદી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરરોજ ખાલી પેટ ધાણાનું સેવન કરો.
નબળાય : રાત્રે ધાણા તેમજ આમળાના પાવડરને 10-10 ગ્રામ પાણીમાં પલાળી દો. સવારે તે પીવાથી કમજોરી અને ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ જશે.
એલર્જીમાં લાભદાયી : ધાણા ઠંડા હોય છે, એટલા માટે એલર્જીને શાંત કરવા માટે ખૂબ જ સારા હોય છે. આ એલર્જીને સામાન્ય લક્ષણ જેમ કે પિત્ત, ખંજવાળ અને સૂજનને દૂર કરવામાં મદદ કરે છે. તેને ત્વચા પર ઉપયોગ કરવા માટે એક ચમચી મધ અને અડધી ચમચી ધાણા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 5 થી 10 મિનીટ પછી ધોઈ લો.
પિરીયડ્સમાં રાહત મળશે : માસિક ધર્મના પ્રવાહથી પીડિત મહિલાઓને ઉકાળેલા ધાણાના બીજના પાણીનું સેવન કરવું જોઈએ. આ રક્તસ્ત્રોને નિયંત્રિત કરે છે. આ માસિક ધર્મ ચક્રમી નિયમિતતામાં સુધારો કરે છે.
આમ, ઘણા પાવડરના સેવનથી શરીરની ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમાર દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.