ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે અને તે ખુબ જ જલ્દી ફેલાય છે. ધાધર થયા પછી કોઇપણ કામમાં મન લગાવવું મુશ્કિલ થઈ જાય છે અને ધ્યાન હંમેશા ડાઘ વાળી જગ્યા પર જ રહે છે. આયુર્વેદમાં ધાધરના એવા ઉપાયો છે કે જે આ ચામડીના રોગથી રાહત આપવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે ધાધરના ઘરેલું ઉપચાર કેવી રીતે કરવા એ વિશે વિસ્તારથી જણાવીશું.
આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે, જેમાં અમુક એવી ચમત્કારિક ઔષધિઓ પણ છે, જેનાથી ધાધરને ચમત્કારિક રીતે મટાડી શકાય છે. આ માટે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આકડાના છોડથી પણ ધાધરને મટાડી શકાય છે.
ઉપાય: આ ઈલાજ માટે જ્યાં આકડાનો છોડ ઉભો હોય ત્યાંથી આ છોડને લાવવો. આ છોડના પાંદડાને તોડતા જે દૂધ નીકળે છે, જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું. આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે. આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધને પણ આ વાટકીમાં એકઠું કરી લેવું. આમ, આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું. આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધ આંખમાં ન પડે તેની કાળજી લેવી. આ દૂધ આંખોમાં નુકશાન પહોચાડી શકે છે.
આ પછી એક બીજી વાટકીમાં જેમાં એકથી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ 6 થી 7 ટીપા જેટલું આંકડાનું આ તેલ ઉમેરી દેવું. આ પછી આ તેલ અને લીમડાનું તેલ સરખી રીતે ભેળવી દેવું. એવી રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એકરસ થઈ જાય.
આ બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે. આ તેલ વાળા મિશ્ર દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો. આ પછી તે સારી રીતે સુકાઈ જાય પછી આ જે તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સરખી રીતે લગાવી દેવું.
આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું. જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય. આ તેલને લઈને તેની ધાધર વાળા ભાગ પર 2 થી 3 મિનીટ સુધી મસાજ કરવી. આ તેલને લગાવીને આ તેલને 3 થી 4 કલાક સુધી આ જગ્યા પર જ રહેવા દેવું.
આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે. આ ખુબ જ કારગર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે. આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખુબ જ ઝડપથી મટી જાય છે.