સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે સાંભળ્યું હશે કે ‘Breakfast Like A King’ તેની પાછળનું કારણ એ છે કે જો તમે સવારે નાસ્તો સારો અને પોષણથી ભરપૂર કરો છો તો આ તમને આખા દિવસ ઉર્જાવાન બનાવી રાખે છે. સવારનો નાસ્તો તે ખાવાનું છે જે તમે આખી રાત ભૂખ્યા પેટ પછી ખાવ છો. માટે તમે સારો નાસ્તો કરી શકો છો, પરંતુ વ્યસ્તતાના પગલે હંમેશા લોકો નાસ્તો જ નથી કરી શકતા.
જીવનમાં નિરોગી કાયા હોવી અત્યંત જરૂરી છે. નિરોગી કાયાથી સ્વસ્થ શરીર અને આરોગ્ય શ્રેષ્ઠ બનાવવા માટે અનેક વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ક્યારે કઈ વસ્તુ દિવસમાં કયા સમય ખાવી જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય સામગ્રીમાં એસિડનું પ્રમાણ વધું હોય છે, એવામાં તેને ખાલી પેટ ખાવી અથવા પીવી તમને નુકસાન પહોચાડી શકે છે. દહી, કાચા ટામેટા, કેળા ભૂખ્યા પેટ ખાવું સારૂ નથી માનવામાં આવતું. તંદુરસ્ત શરીર માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વપૂર્ણ છે. સંતુલિત આહાર, નિંદર, તેમજ માનસિક સ્થિતિ. સંતુલિત ભોજનનો અર્થએ છે કે ભોજન જેનાથી આપણમાં શરીર માટે જરૂરી પોષક તત્વો મળી શકે.
સ્વસ્થ આરોગ્યથી જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ શક્ય છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં તો સફળતા મેળવી લે છે ,પરંતુ અન્ય પક્ષોને નકારી દે છે, આ વિકાસને સર્વાંગી વિકાસ નથી કહેવામાં આવતો. સર્વાંગી વિકાસનો અર્થ છે વ્યક્તિનો શારિરીક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક વિકાસ થવો. આ ગુણોને વિકસિત કરવામાં નિરોગી કાયા સાર્થક સિદ્ધ થાય છે.
ડો. બીએન જસૂજા જણાવે છે કે નવશેકુ ગરમ પાણી પીને દિવસને હળવો અને હેલ્દી બનાવી શકાય છે. ત્યાં સુધી કે ખાલી પેટ ચા અને કોફી પીવી પણ નુકસાનકારક હોય છે. આવો જાણીએ આવી જ કેટલીક અન્ય ખાદ્ય વસ્તુઓ વિશે જેનું સેવન ભૂખ્યા પેટ ન કરવું જોઈએ.
ચા-કોફી: ખાલી પેટ કોફીનું સેવન સૌથી વધું જીવલેણ સાબિત થાય છે. તબીબના જણાવ્યા અનુસાર, તેમાં કેફીન હોય છે જે ખાલી પેટ લેવા પર તમને બેભાન કરી શકે છે. કઈ ખાવાનુ ન હોય તો એક ગ્લાસ પાણી જ પી લેવું. જે રીતે કોફી પીવી સારી નથી, તેવી જ રીતે ખાલી પેટ ચા પણ ન પીવી જોઈએ. ચા માં ઉચ્ચ પ્રમાણમાં એસિડ હોય છે. ચા બિસ્ટિક અથવા ટોસ્ટ પછી જ લેવી આરોગ્ય માટે લાભદાયી છે.
મસાલેદાર ભોજન : ક્યારેય પણ ભૂખ્યા પેટ કોઈ પણ પ્રકારનું ચટપટા અને મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેમાં કુદરતી એસિડ હોય છે જે પેટના પાચનને બગાડી શકે છે. ઘણીવાર પેટમાં એંઠન પણ થવા લાગે છે. ખાસ કરીને બાળકોને તેનાથી દૂર રાખવાની કોશિશ કરો.
શક્કરીયા : શક્કરીયામાં પેક્ટીન નામનું તત્વ હાજર હોય છે જેને ખાલી પેટ સેવન કરવા પર ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે, જેથી છાતીમાં બળતરા થવા લાગે છે. જો તમારે શરીરને સ્વસ્થ રાખવું છે તો ખાલી પેટ શક્કરીયાનું સેવન ટાળો ખુબ જ જરૂરી માનવામાં આવે છે.
સોડા : આજકાલ વ્યક્તિ કોલ્ડ ડ્રિ્ંક્સનું સેવન વધું કરે છે. અને આ શરીરમાં અનેક માધ્યમોથી પહોચે છે. સોડામાં ઉચ્ચ પ્રમાણમાં કાર્બોનેટ એસિડ હોય છે. જો તમે તેને ભૂખ્યા પેટ પીવ છો તો આળસ આવી શકે છે અને તમને અસ્વસ્થતતા અનુભવ થઈ શકે છે..
દવાઓ : ઘણી વાર તમે ડોક્ટરને સલાહ આપતા સાંભળ્યું હશે કે ખાલી પેટ દવાનું સેવન ન કરો. ખાલી પેટ દવા લેવાથી પેટમાં એસિડિટીની ફરિયાદ થાય છે, જેથી શરીરમાં અસંતુલન ઉત્પન્ન થાય છે. માટે ક્યારે પણ ભૂખ્યા પેટ દવાનું સેવન ન કરો.
દહી : દહી સ્વાસ્થ્યકારી હોય છે પરંતુ ખાલી પેટ, તેનું સેવન કરવાથી પેટમાં આફરો ઉપડી શકે છે. ખાલી પેટ દહીંનું સેવન કરવાથી પાચન ક્રિયા અસંતુલિત થાય છે અને તબિયત બગડવાના વધું અણસાર હોય છે.
કેળા : ભૂખ્યા પેટ કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ વધી જાય છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નિશીયમનું પ્રમાણમાં અસંતુલ થઈ શકે છે. આ કારણ સવારે ખાલી પેટ કેળું ન ખાઓ. રાત્રે પણ કેળાનું સેવન કરવાથી બચવું જોઈએ.
દારૂ : ભૂખ્યા પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરા થવા લાગે છે જેના કારણે ખાવાનું પણ યોગ્ય રીતે નથી પચતું દારૂના શોખીને ખાલી પેટ પીણાથી બચવું જોઈએ. કારણ કે આ ન ફક્ત શરીરના ક્રિયાને અસંતુલિક કરે છે પરંતુ જીવલેણ પણ છે. આમ આ વસ્તુના સેવનથી દુર રહેવું જ સ્વાથ્ય માટે ફાયદાકારક બને છે.
આમ, આ આર્ટીકલમાં જણાવ્યા અનુસાર ક્યારેય ભૂખ્યા પેટે ઉપર જણાવેલ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, ભૂખ્યા પેટ આ વસ્તુનું સેવન ટાળવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય, આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.