નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ મગ દાળના સેવનથી થતા શરીરને ફાયદા વિષે. દાળ (કઠોળ) આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરેક દાળના પોતાના પોષ્ટિક ગુણધર્મો હોય છે. દાળને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. પોષક ગુણધર્મોને લીધે, વધુ અને વધુ દાળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, બધા કઠોળમાં મગની દાળ આરોગ્ય માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. મગની દાળના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે.
મગની દાળમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, કોપર, ફોલેટ, રાયબોફ્લેવિન, વિટામિન-C, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, વિટામિન-B6, નિયાસિન, થાઇમિન જેવા તત્વા જોવા મળે છે. ફાઇબર આંતરડામાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે અને ઈમ્યૂનિટીને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે.
મગની દાળને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે, મગની દાળમાંથી ઘણી બધી વસ્તુ પણ બનાવવામાં આવે છે. કેટલાક લોકો તેમાંથી પાપડ બનાવે છે, જ્યારે કેટલાક લોકોને તેમાંથી લાડવા ખાવાનું ગમે છે. પરંતુ મગ દાળનો હલવો એ ભારતીય વાનગીઓનો મોટો ભાગ છે. મગ દાળની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સરળતાથી પચી જાય છે. ચાલો આજે તમને મગ દાળના સેવનથી થતા ફાયદાઓ વિશે.
મગ દાળ ફાયબર અને પ્રોટીનનો સારો સ્રોત છે, તેના સેવનથી (ભૂખ) હંગર હોર્મોન પર અસર પડે છે, જે ભૂખને કાબૂમાં રાખે છે. મગ દાળનું સૂપ અને ફણગાવેલા મગ પણ ખાઈ શકાય છે. ફણગાવેલા મગ ખાવાથી તેનું પોષણ મૂલ્ય વધે છે. તે માત્ર ફાઇબરથી ભરપુર નથી, પરંતુ તે સંપૂર્ણ પ્રોટીન (આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન) પણ છે. તેમજ ડોકટરો પણ તેનું સેવન કરવાની સલાહ આપે છે. તેની પાછળનું મુખ્ય કારણ આ દાળમાં મળેલા પોષક તત્વો છે.
એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન) ની વેબસાઇટ પર પ્રકાશિત સંશોધન મુજબ મગ દાળ પોષક તત્વોથી ભરપુર છે. તેમાં ફલેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, ઓર્ગેનિક એસિડ્સ, એમિનો એસિડ્સ, કાર્બોનિક એસિડ અને સ્વાસ્થ્ય માટે જરૂરી લિપિડ્સ જેવા પોષક તત્ત્વો સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત મગ દાળમાં એન્ટી-ઓકિસડન્ટ, એન્ટિમાઇક્રોબિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટીડાબિટિક, એન્ટિહિપેરિટિવ અને એન્ટીટ્યૂમર ગુણધર્મો છે, જે ઘણા રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
જો તમને શરીરમાં નબળાઇ લાગે છે, તો પછી મગની દાળનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે મગની દાળમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન -B કોમ્પ્લેક્સ અને પ્રોટીન હોય છે, જે શરીરની નબળાઇ દૂર કરવામાં મદદ કરી શકે છે. મગની દાળમાં હાજર એન્ટી-ઓકિસડન્ટ્સ કેન્સરને પ્રોત્સાહન આપતા મુક્ત રેડિકલને દૂર કરે છે. જેના કારણે ત્વચાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને ટાળી શકાય છે.
મગની દાળ પાચનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે તે સરળતાથી પચી જાય છે. પાચન સારૂ રાખવા માટે તમે આહારમાં મગની દાળનો સામેલ કરી શકો છો. મગની દાળ સાથે પેટની ગરમી પણ દૂર કરી શકાય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો પછી તમારા આહારમાં મગ દાળનો સમાવેશ કરો, મગ દાળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું છે. જેના કારણે વજન નિયંત્રણમાં રાખી શકાય છે.
વધું ગરમી, ડિહાઇડ્રેશનને કારણે હીટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં થાય છે. અતિશય ગરમી અને પ્રવાહીના ઓછા પ્રમાણને લીધે, શરીરમાં પાણીની ખોટ થાય છે અને તેનાથી હીટસ્ટ્રોકનું જોખમ થઈ શકે છે. ઉંદરો પરના સંશોધનથી જાણવા મળ્યું છે કે મગની દાળમાં વિટેક્સિન અને ઇસોવિટેક્સિ નામના ઘટકો હોય છે, જેમાં એન્ટી-ઓકિસડન્ટ અસર હાજર હોય છે. આ ગુણના કારણ હીટસ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે ગરમીની મોસમમાં મગ દાળનું સૂપ પીવાથી ફાયદો થઈ શકે છે.
મગની દાળમાં હાયપોકોલેસ્ટેરોલેમિયા એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવાની અસર મળી આવે છે. આ અસરને લીધે, મગ દાળ લોહીમાં કોલેસ્ટ્રોલ અને એલડીએલ ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડી શકે છે. આ આધારે, કોલેસ્ટ્રોલના વધારાને રોકવા સાથે જ તેનું સ્તર ઘટાડવામાં તે ફાયદાકારક હોય શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને પુષ્કળ માત્રામાં ફોલેટવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમજ ગર્ભના વિકાસ માટે ફોલેટ પણ જરૂરી છે. સગર્ભાવસ્થા દરમિયાન ફોલેટનો અભાવ માતા અને બાળક બંને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સાથે, સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે 100 ગ્રામ મગની દાળમાં 625 માઇક્રોગ્રામ ફોલેટ જોવા મળે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન જન્મજાત ખામીને દૂર કરવા તેમજ પોષણમાં ફાયદાકારક હોય શકે છે.
જો મગની દાળમાંથી બનાવેલા કાચા સ્પ્રાઉડનું સેવન કરવામાં આવે તો પેટ ખરાબ થવાની સંભાવના થઈ શકે છે. આ કારણોસર, સગર્ભાવસ્થામાં કાચા સ્પ્રાઉટ્સને બદલે બાફેલી સ્પ્રાઉટ્સ ખાવાનું વધુ સારું છે.
આમ, મગ દાળનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.