ઉનાળાની ઋતુ આવતા જ આપણે ત્યાં આ સીઝનનાં ફળો મળવાનું ચાલુ થઇ જાય છે. જેમાં તરબૂચ, ટેટી અને કેરી મુખ્ય ફળ છે. જેમાં કેરી તો ઉનાળાની ઋતુનું મુખ્ય ફળ છે. આ કેરી તો આખો ઉનાળો ચાલે છે. આજે તો કેરીનો રસ બારેમાસ મળી રહે છે. જેમ જેમ ઉનાળો વધે છે તેમ તેમ બજારમાં અલગ અલગ પ્રકારની કેરીઓ મળવા લાગે છે. એક વાર બજારમાં જાવ તો કેઈની સુગંધ તમને આકર્ષી લે છે. ખાસ વાત એ છે કે ફળોના રાજા કેરી તમને ઉનાળાની ઋતુમાં તમને ઠંડા રાખવાનું કાર્ય કરે છે.
ગરમીની ઋતુમાં લોકો કેરીને અલગ અલગ પ્રકારે ખાવામાં અને ડાયેટમાં સામેલ કરે છે. પરંતુ કેરીને ખાતા પહેલા થોડા સમય પહેલા પાણીમાં પલાળીને રાખે છે. આ ખુબ જ જૂની રીત છે પરંતુ આજે પણ લોકો તેને અપનાવી રહ્યા છે.
આયુર્વેદિક રીતે જોઈએ તો કેરી ખાતા પહેલા પાણીમાં પલાળવી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેનાથી તમેં એક જ નહી, પરંતુ ઘણી સમસ્યાથી તમને બચાવી શકો છો. મોટા ભાગે લોકોને લાગે છે કે આવું કરવાથી ગંદકી કે કેરી પર લાગેલા કેમિકલને કારણે આવું થાય છે. જે કે પ્રકારે યોગ્ય છે પરંતુ તે સિવાય પણ ઘણા કકારણો છે કે જેનાથી તમે અજાણ છો. જો તમે બજારમાંથી કેરી લાવીને પછી તરત તેને ખાવાનું શરૂ કરી દો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. જાણો કેરીને 30 મિનીટ સુધી પાણીમાં રાખવાના ફાયદા.
કેરીને પાણીમાં રાખીને પછી ખાવાથી ચામડીની સમસ્યા દૂર થાય છે, આ માટે તમારે ઓછામાં ઓછા 30 મિનીટ સુધી આ કેરીને પાણીમાં રાખીને પછી ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. જે પછી ખાવાથી ચામડી માટે શ્રેષ્ઠ હોય છે. બાળપણમાં બાળકો કેરી વધારે પ્રમાણમાં ખાય છે. જેનાથી ફોડલા નીકળે છે. આજે પણ આવું ઘણા લોકો સાથે થાય છે. ઘણા લોકોને કેરી ખાવાથી ખીલ, ફોડલા કે પછી અન્ય પ્રકારની સમસ્યા શરુ થાય છે. આ સિવાય કબજીયાત, માથાનો દુખાવો કે પછી બીજી ઘણી સમસ્યાથી પરેશાન થવું પડે છે. આટલા માટે તમારે થોડા સમય સુધી પાણીમાં કેરીઓને પલાળીને ખાવામાં ઉપયોગ કરવાથી કેરીની ગરમ તાસીરથી છુટકારો મળે છે.
તમે પાણીમાં પલાળીને કેરીનો ખાવામાં ઉપયોગ કરતા હો તો તેનાથી કેમિકલ દૂર થાય છે. આંબાના ઝાડમાં હાનીકારક કીટનાશક અને ઇન્સેકટીસાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા શરીરમાં જતા ઝેરીલા પદાર્થને દૂર કરે છે. આવા પદાર્થો જો તમારા શરીરમાં ઘુસી જાય તો તેનાથી તમને એલેરજી, ચામડીની સમસ્યા તેમજ અન્ય ગંભીર બીમારીઓ થઇ શકે છે, ઘણી વખત માથાનો દુખાવો, ઉલટી જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી બધી જ સમસ્યાઓ કેરીને પાણીના પલાળ્યા વગર જ ખાવાથી થાય છે. આ માટે તેને પાણીમાં ડુબાડીને થોડા સમય સુધી રાખ્યા બાદ જ ખાવી જોઈએ.
જે તમારા શરીરમાંથી વધારાની ચરબીને બાળીને દૂર કરે છે. આ કેરીમાં ફાઈટો કેમિકલ હોય છે. આ કેમિકલ સ્ટ્રોંગ હોય છે. એવામાં જયારે આપણે તેને પાણી સુકાવા માટે રાખીએ છીએ ત્યારે તેની ગુણવત્તા ઘટી જાય છે અને તે કુદરતી રીતે ફેટ અને ચરબીને બાળવાનું કાર્ય કરે છે.
શરીરનાં તાપમાનને મેન્ટેન રાખે છે, કેરી ખાવાથી શરીરબ્ય તાપમાન સંતુલનમાં રહે છે. આ કેરી ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. જેના કારણે તે થર્મોજેનિક પ્રોડક્શનનું નિર્માણ થાય છે. જો કે કેરીને થોડા સમય સુધી પાણીમાં પલાળી રાખીને તેનો ઉપયોગ કરવાથી તેને ઓછા કરવામાં મદદ મળે છે. ખાસ કરીને થર્મોજેંનીક પ્રોડક્શનનો વધારો પેટ, કબજીયાત, માથાનો દુખાવો જેવી પરેશાનીઓનું કારણ બને છે.
કેરીને પાણીમાં પલાળીને તેનો ઉપયોગ કરવાથી ફાઈટીક એસીડથી છુટકારો મળે છે. આ એક પ્રકારનું ન્યુટ્રીશન છે, જે તમારા શરીર માટે શ્રેષ્ઠ અને ખરાબ બંને પ્રકારે સારું છે. જેથી તેને એક એન્ટી ન્યુટ્રીએન્ટ માનવામાં આવે છે. જે શરીરને આયર્ન, ઝીંક, કેલ્શિયમ અને અન્ય મિનરલની ઉણપ થવા લાગે છે. તે કેરીં જ નહિ પરંતુ અન્ય ફળ, શાકભાજી અને નટ્સમાં પણ ઉપલબ્ધ હોય છે. ફેટીક એસીડ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, એવામાં થોડા સમય સુધી પાણીમાં રાખવાથી તે નીકળી જાય છે.
આમ, તમારા માટે પાણીમાં અડધો કલાક સુધી કેરીને પલાળીને રાખવાથી તેની અંદરથી નુકશાનકારક તત્વો દૂર થઇ જાય છે. જેથી તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.