શરદી- ઉધરસ એક સામાન્ય બીમારી છે, જે થોડીક બદલાતી મોસમમાં માણસને પોતાની ઝપેટમાં લઈ લે છે. શરદીમાં તમારૂ નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્યારે મોસમમાં બદલાવ પોતાની સાથે લઈને આવે છે શરદી, ખાંસી અને તાવ. જો તમને ગરીમમાં શરદી હોય છે તો તમારા પેટની ખરાબી અને સતત છીંકવું અને ઉધરસનો અનુભવ થવાની સંભાવના રહે છે. તાવ આવવો, નાક વહેવું, ગળામાં ખરાશ જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે.
ઘણીવાર ઉનાળાની સિઝનામા પણ શરદી, ઉધરસ, ગળમાં ખરાશ, સાધામાં દુખાવો, આંખોમાં પીડા જેવી અનેક સમસ્યાઓ થાય છે. તેના માટે અનેક દવાઓ લેવામાં આવે છે. ઘણી પ્રકારની એન્ટીબાયોટિક્સ દવાઓ ખાવામાં આવે છે. પરંતુ આ બધી પરેશાનીઓને દવા વગર પણ મટાડી શકાય છે. તમારા રસોડમાં હાજર વસ્તુથી પણ શરદી-ઉધરસનો ઈલાજ થઈ શકે છે. ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાય, જેને ફોલો કરી તમે બદલતી મોસમમાં નિરોગી રહી શકો છો.
ગરમીની સિઝનમાં શરદી થવાનું કારણ
બદલાતી મોસમ : જ્યારે તમે કાળઝાળ તડકાથી આવો છો અને તાત્કાલિક એક ઠંડી જગ્યા પર પ્રવેશ કરો છો, તો શરીરને એડજસ્ટ થવામાં સમય નથી મળતો, એટલા માટે જલ્દી ઉધરસ થઈ શકે છે. ઘણીવાર આવું થવાના કારણે આપણે શરદી-ઉધરસનો શિકાર બની જઈએ છીએ.
વધારે પરસેવો આવવો : ગરમીની સીજનમાં પરસેવો થવો સામાન્ય વાત છે, પરંતુ જ્યારે તમે અતિશય પરસેવો આવે છે તો તમે પોતાના કપડાને ભીના રહેવા દો છો, અને આ તમારા શરીરને લાંબા સમય સુધી ભેજવાળું બનાવી રાખે છે, જેથી તમને શરદી થવાનો ખતરો રહે છે.
હીટસ્ટ્રોક : જ્યારે તમે સૂરજની ગરમીમાં બહાર હોવ છો, તો તમને મહેસૂસ નથી થતુ કે તમે તમારા શરીરમાં વધુ ગરમી લઈ રહ્યાં છે. ખૂબ વધારે ગરમી હોવાથી તમને તાવ અને ઠંડી લાગી શકે છે. તેને સમાન્ય રીતે હીટસ્ટ્રોક અથવા સમર ચિલ્સ કહેવામાં આવે છે.
શરદી અને ઉધરસને રોકવાની રીત
તંદુરસ્ત આહાર લઈને તમારી સંરક્ષણ સિસ્ટમનું ધ્યાન રાખો, પૂરતી ઉંઘ લેવી, પબ્લિક ટોયલેટનો ઉપયોગ કર્યા પછી તમારે હાથ સાફ રાખવા જોઈએ, એવા લોકો સામે વાતચીત કરવાથી બચો જેને પહેલાથી કોલ્ડ છે. લીલા શાકભાજી ખાવાથી મદદ મળી શકે છે. પાલખ, કેળા અને કાકડી વગેરે ગરમી સમયે સેવન કરવું જોઈએ. ચાલો જોઈએ ગરમીની સીજનમાં શરદી-ઉધરસને દૂર કરવાના ઘરેલું ઉપાય વિષે.
તુલસીના પાન : તુલસીના પાન તમારા શરીર પર એનાલ્ઝેસિક અને એન્ટી-ઈન્ફ્લામેટ્રી અસરના કારણ બને છે. તુલસીના પાનને આદુના સાથે પીસી લો અને આ મિશ્રણને ગરમ પાણીમાં ભેળવો. તેનુ સેવન દિવસમાં બે વાર કરો, આથી તમને ખૂબ આરામ મળશે.
ગ્રીન ટી : ગ્રીન ટીમાં ભરપૂર પોષક તત્વ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તે એક સારૂ ઈમ્યૂનિટી બૂસ્ટર પણ છે. આ તમારા ગળાને ઠીક કરવા સાથો સાથ તમને અન્ય બીમારોથી લડવામાં મદદ કરી શકે છે. તમે ગમે ત્યારે ઈચ્છો તેને લઈ શકો છો. તમે ગ્રીન ટી બનાવી પણ શકો છો અથવા પછી ટી બેગ પણ કેરી કરી શકો છો.
આદુ : આદુમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે ગરમીની સિઝનમાં થનારી શરદી-ઉધરસને દુર કરવા મદદરૂપ થાય છે. આદુને શરદી-ઉધરસ મટાડવામાં માટે ઉપયોગ કરી શકાય છે. તેના વૈજ્ઞાનિક પૂરાવા પણ છે કે આ કફ અને ગળાને આરામ પહોચાડે છે. એટલા માટે કાચા આદુના ટુકડા પાણીમાં ઉકાળીને પીઓ. અભ્યાસમાં પણ જણાવવામાં આવે છે કે આદુ ઈમ્યૂટિનીને બૂસ્ટ કરે છે અને બીમારીઓથી શરીરની રક્ષા કરે છે.
લસણ : ગરમીની સીજનમાં શરદી અને ઉધરસના ઉપાયમાં લસણ એક સારો વિકલ્પ છે, લસણને પીસીને તુલસીના પાનના રસમાં નાખીને ગરમ કરી પીવાથી શરદી અને કફમાં રાહત થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી, ઉધરસ અને કફને દુર કરવામાં મદદ કરે છે.
નારિયેળ પાણી : નારિયેળ પાણી શરદી-ઉધરસની સમસ્યાને પણ દૂર કરી શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન અને પ્રોટીન મળી આવે છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યાથી છુટકારો મળી રહે છે દિવસમાં બે વાર નારિયેળ પાણી પીવાથી જલ્દી આરામ મળશે.
સ્ટીમ : સિઝનલ વાયરલના કારણે નાક અને ગળામાં ખંજવાળ આવી શકે તેને સ્ટીમ દ્વારા મટાડી શકાય છે. સ્ટીમ શરદીને પણ મટાડી શકે છે, પરંતુ સ્ટીમ લેતા સમય ધ્યાન રાખો કે વધું ગરમ પાણીથી બાફ ન લો. આથી તમે દાજી શકો છો. તમે ઈચ્છો છો તો હોટ શાવર પણ લઈ શકો છો.
આમ, ગરમીની સીજનમાં શરદી-ઉધરસથી છુટકારો મેળવવા આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો, આ ઉપાયોનો હંમેશા યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જેથી અન્ય કોઈ આડઅસર ના થાય અને આપણી સમસ્યા દુર થાય. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.