નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ વાળને કુદરતી રીતે સીધા કરવાના ઘરેલું ઉપાયો વિષે. આજના ફેશનેબલ યુગમાં દરેક છોકરીઓ એવું ઈચ્છે છે કે પોતાના વાળ સ્ટ્રેઇટ અને સુંદર રહે, તેના માટે એ પાર્લરમાં જઈને પોતાના વાળ સ્ટ્રેઇટ કરાવે છે. ઘણીવાર કેમિકલ યુક્ત આ પદાર્થો વાળને નુકશાન પહોચાડે છે. માટે આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી ઘર બેઠા કેવી રીતે વાળને કુદરતી રીતે અને સરળતાથી સ્ટ્રેઇટ અને મજબુત બનાવવાના ઘરેલું ઉપાયો વિષે.
દૂધ અને મધ : દૂધ અને મધનું મિશ્રણ વાળ માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. જો તમારા વાળ કર્લી હોય અને તેને તમે સ્ટ્રેઇટ કરવા માંગતા હોવ તો આ એક સારો ઉપાય છે. દૂધ અને મધને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરો, ત્યારબાદ આ મિશ્રણને વાળમાં લગાવી અડધા કલાક સુધી રહેવા દો, ત્યારબાદ વાળને ધોઈ લો. આમ કરવાથી કર્લી વાળ સ્ટ્રેઇટ થવાની સાથે વાળને પોષણ પણ મળશે.
એલોવેરા : એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે તમારા વાળને મૂળમાંથી મજબૂત અને સ્વસ્થ બનાવે છે. એલોવેરાનો પલ્પ અને મધને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવી હેર કેપ પહેરો અને એક થી બે કલાક સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. આમ કરવાથી પહેલી જ વારમાં તમને સારું પરિણામ મળશે. આ ઘરેલું ઉપાયથી તમારા વાળ સ્ટ્રેઇટ થવાની સાથે તેમાં ચમક પણ આવશે.
નારીયેલ તેલ : નારીયેલ તેલ વાળના પોષણ માટે એક બેસ્ટ ઉપાય છે. નારીયેલ તેલ વાળ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. નારીયેલ તેલને થોડું ગરમ કરી વાળમાં હળવા હાથે માલીશ કરો, ત્યારબાદ તેને ગરમ ટોવેલથી ઢાકી દો. આવું નિયમિત કરવાથી વાળ સ્ટ્રેઇટ થવાની સાથે વાળમાં ચમક પણ આવશે.
મુલતાની માટી અને ઈંડા : મુલતાની માટીને ઈંડાના સફેદ ભાગ સાથે મિક્સ કરી તેમાં એક ચમચી ચોખાનો લોટ પણ મિક્સ કરી થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં ઉપરથી નીચે લગાવી મોટા કાંસકાથી વાળને ઓળી લેવા અને એક કલાક સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોઇ નાંખો.
દૂધ : દૂધ અને પાણીને સમપ્રમાણમાં મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરીને તમારા વાળ પર સરખી રીતે સ્પ્રે કરવો. વાળ પર બરાબર સ્પ્રે કર્યા બાદ મોટા કાંસકાથી વાળને ઓળી લેવા જેથી દૂધ અને પાણીનું મિશ્રણ વાળમાં લાગી જાય. એક કલાક પછી વાળને સરખી રીતે પાણીથી ધોઈ લેવા. આમ કરવાથી થોડા સમયમાં વાળ સ્ટ્રેઇટ થશે અને વાળને કોઈ નુકશાન પણ નહી થાય.
ઇંડા : ઈંડાના ઉપયોગથી તમે વાળને સ્ટ્રેઇટ કરી શકો છો. બે ઈંડામાં જરૂરિયાત અનુસાર ઓલીવ ઓઈલ નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવો, ત્યારબાદ કાંસકાથી વાળાને સીધા કરો અને નવશેકા ગરમ પાણીમાં ટોવેલને ડુબાડીને વાળમાં બાંધી લો, થોડી વાર પછી શેમ્પુથી વાળને ધોઈ લો. વાળને ધોયા બાદ વાળ હળવા ભીના રહે તો કાંસકો ફેરવવો.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે તમારા વાળને સરળતાથી સ્ટ્રેઇટ કરી શકો છો, જો તમને વાળની અન્ય કોઈ સમસ્યા હોય તો આ ઉપાય કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.