નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ ગરમીની ઋતુમાં આ શાકભાજી ખાવાથી થતા ફાયદા વિષે. ગરમીની ઋતુમાં ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી રાખવાથી સ્વાસ્થ્ય પર ભારી પડી જાય છે. આ ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે માત્ર એ.સી, કુલર જ નહીં, સારો આહાર પણ જરૂરી છે. ચાલો જાણીએ ગરમીની ઋતુમાં ખાવામાં આવતા આ 9 શાકભાજી જે શરીરને ઠંડુ રાખે છે અને ગરમી સામે લડવામાં મદદ કરે છે.
લીલા પાનવાળા શાકભાજી : પાલક, ફુદીનો, લીલી વરિયાળી જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ઉનાળાની ઋતુ માટે શ્રેષ્ઠ છે. તેને આહારમાં સૂપ, દાળ, પરાઠા, સલાડ જેવા ઘણાં અન્ય રીતમાં શામેલ કરી શકાય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે. લીલા પાનવાળા શાકભાજીમાં ફોલેટ અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ગરમીમાં પેટને હળવું રાખે છે.
કાકડી : ગરમીની ઋતુમાં કાકડી સૌથી વધુ ખાવામાં આવે છે. કાકડી ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. કેટલાક લોકો તેને કચુંબરમાં ખાય છે, કેટલાક લોકો આ શાકભાજીમાં નાંખીને પણ ખાય છે. કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે, એટલા માટે ગરમીમાં તે ખાવાનું સારું માનવામાં આવે છે. એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર હોવાની સાથે તેમાં વિટામિન-K અને વિટામિન-C મળી આવે છે, તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
દુધી : સ્વાદિષ્ટ લાગવાની સાથે જ દુધી પોષક તત્વોનો ખજાનો છે. ગરમીના ઋતુમાં મોટાભાગના લોકો ખૂબ જ જુસ્સા સાથે દુધીનું શાક ખાય છે. દુધીમાં કેલ્શિયમ હોય છે જે હાડકાં માટે સારું માનવામાં આવે છે. પેટ સંબંધિત સમસ્યાઓ, હાઈ કોલેસ્ટરોલ અને નિયમિત રીતે બ્લડ શુગર માટે દુધીનો ઉપયોગ ઘરેલુ ઉપાય તરીકે કરી શકાય છે.
ગાજર : ગાજર આખા વર્ષ દરમિયાન મળે છે. તેને સલાડ, ફ્રાય અથવા શાકભાજી તરીકે ખાઈ શકાય છે. ગાજરનો રસ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરમાં વિટામિન-A હોય છે જે આંખો માટે ખૂબ સારું છે. તેમાં મળતું ફાઈબર શરીરને અંદરથી સાફ રાખે છે.
ટામેટા : ટામેટાનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક શાકભાજીમાં થાય છે. સલાડ, જ્યુસ, કરી હોય અથવા ચટણી, ટમેટા કોઈપણ રીતે ખાઈ શકાય છે. તેનો 95% ભાગ પાણીથી બનેલો છે, એટલા માટે તેને ખાવાથી શરીરમાં પાણીની ઉણપ નથી રહેતી. ટામેટામાં લાઇકોપીન હોય છે જે ઘણા રોગોને દૂર રાખે છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે.
લીલા વટાણાં : વટાણાંને સલાડ અથવા શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. વટાણામાં કેલેરી ખૂબ ઓછી હોય છે, એટલા માટે વજન ઘટાડવામાં તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. ગરમીઓમાં વટાણા શરીર માટે ખૂબ લાભદાયી છે. તે હળવા હોય છે સાથે જ ફાઇબરથી ભરપુર હોય છે અને પાચનમાં સુધારો કરે છે. તેમાં વિટામિન-K હોય છે જે શરીર માટે સારું માનવામાં છે. આ સિવાય તેમાં પ્રોટીન, આયર્ન, ઝિંક અને એન્ટીઓકિસડેન્ટ જેવા પોષક તત્વો હોય છે.
કારેલા : સ્વાદમાં કારેલા કડવા ભલે હોય પરંતુ કારેલા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને હૃદય અને પેટ માટે કડવા કારેલાનો રસ દવાનું કામ કરે છે. કારેલામાં કેલ્શિયમ, વિટામિન-C, આયર્ન અને પોટેશિયમ હોય છે. તે પાચન તંત્રને યોગ્ય રાખે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. આ ઉનાળામાં શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે.
કોળુ : કોળુ ખાટી-મીઠી શાકભાજી લગભગ બધા જ પસંદ કરે છે. કોળુ વિટામિન-A થી ભરપુર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય કોળું એન્ટી-ઓકિસડેન્ટ અને બીટા કેરોટિનનો સારો સ્રોત છે જે શરીરનું તાપમાન ઠંડુ રાખવાની સાથે જ હૃદયની બીમારીઓથી પણ દૂર રહે છે.
શિમલા મરચું : લીલા, લાલ અને પીળા કેપ્સિકમ પોષક તત્વોથી ભરપુર છે. આ ન ફક્ત ખાવાનો સ્વાદ વધારે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેપ્સિકમમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે મેટાબોલિઝ્મ અને પાચનમાં સુધારો કરે છે. તે અનેક પ્રકારના દર્દથી રાહત પણ આપે છે. કેપ્સિકમમાં ઘણા વિટામિન અને એન્ટીઓકિસડેન્ટ હોય છે જે ગરમીના આહાર માટે શ્રેષ્ઠ હોય છે.
આમ, ઉનાળામાં ઉપર જણાવેલા શાકભાજીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.