નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ જમ્યા પછી મુખવાસ તરીકે વરીયાળીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. પ્રાચીન કાળથી જ વરીયાળીનો ઉપયોગ મુખવાસ અને રસોઈમાં કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ઘિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરીયાળી તંતુમય યુક્ત હોવાથી ભોજન કર્પયા છી તેનું સેવન કરવાથી અન્નનળી સાફ રહે છે અને ભોજન સરળતાથી પચી જાય છે માટે જ જમ્યા બાદ વરિયાળીનું સેવન કરવામાં આવે છે.
વરિયાળીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, વિટામીન-E, વિટામીન-K અને બીજા અનેક તત્વો મળી આવે છે. વરિયાળી શરીરને ઠંડક આપે છે. વરિયાળીના સેવનથી લોહી સાફ રહે છે, વરીયાળી ફાયબર યુક્ત હોવાથી શરીરનું વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થઇ શકે છે. ચાલો જાણીએ વરીયાળીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે.
પાચનની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક થાય છે. વરિયાળીમાં ફાયબરનું પ્રમાણ ભરપુર માત્રામાં હોવાથી પાચનની સમસ્યાને દુર કરે છે. ભોજન કર્પયા છી વરીયાળી સાથે સાકરનુ સેવન કરવાથી પેટની સમસ્યા કબજિયાત, ગેસ, અપચો વગેરે મટી જાય છે. વરીયાળીને શેકીને ભોજન કર્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
વરીયાળીનું સેવન આંખો માટે લાભદાયી બને છે. આંખોની તંદુરસ્તી જાળવવા માટે વરીયાળી અને સાકરને સરખા પ્રમાણમાં લઇ તેનો પાવડર બનાવી આ પાવડરને સવાર સાંજ પાણી સાથે લેવાથી આંખો તંદુરસ્ત રહે છે. વરીયાળી અને સાકરના આ પાવડરને સવાર સાંજ એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ પણ દુર થાય છે.
એક ચમચી વરિયાળીને ઉકાળી લો અને ત્યારબાદ આ વરીયાળીને દુધમાં મિક્ષ કરીને સુતા પેહલા સેવન કરવાથી ઊંઘ સારી આવે છે. વરીયાળી, સાકર અને બદામને સમાન માત્રામાં લઈને પીસીને મિક્સ કરી લો, ત્યારબાદ આ મિશ્રણને ભોજન કર્યા બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે.
એસીડીટીની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી પીસેલી વરીયાળી, એક ચપટી એલસી પાવડર અને અડધી ચમચી ખાંડના પાવડરને અડધા ગ્લાસ દુધમાં મિક્સ કરીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે. વારંવાર એસીડીટીના કારણે ખાટા ઓડકાર આવવા પર વરીયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકર સાથે ખાવાથી રાહત થાય છે.
માથાના દુખાવાની સમસ્યામાં વરીયાળી, સાકર અને ધાણા સમાન પ્રમાણમાં લઇ તેને પીસીને મિશ્રણ કરી લો, આ મિશ્રણને નિયમિત સવાર સાંજ સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. નિયમિત અડધી ચમચી વરિયાળીના પાવડરને નવશેકા ગરમ પાણી સાથે દિવસમાં 2-3 વાર સેવન કરવાથી શરીરનું વજન ઘટે છે. વરીયાળી શરીરની વધારાની ચરબીને ઘટાડે છે.
વરિયાળીના પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળીને તેમાં થોડી ફટકડી મિક્સ કરીને દિવસમાં બે-ત્રણ વાર આ પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદીમાં રાહત થશે.
ચેહરા પરના ખીલને દુર કરવા વરીયાળી લાભદાયી સાબિત થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળી લો, ત્યારબાદ ઠંડુ પડ્યા પછી તેને ચેહરા પર લગાવી 15 મિનીટ સુધી રહેવા દો, ત્યારબાદ સ્વચ્છ પાણી વડે ચેહરાને ધોઈ લો, આવું કરવાથી ચેહરા પરના ખીલ દુર થાય છે. વરીયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કીન ગ્લોઈગ કરે છે.
ઉધરસની સમસ્યામાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળી લો, ત્યારબાદ તેમાં મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં આરામ મળે છે. વરીયાળી ઉધરસની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.
મોની દુર્ગંધની સમસ્યામાં વરીયાળીનું સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે. વરિયાળીમાં મળતું એન્ટી બેક્ટેરીયલ તત્વ મોઢામાં રહેલા બેકટેરિયાનો નાશ કરે છે મોં ની દુર્ગંધ દુર થાય છે.
હાથ-પગમાં બળતરા થવા પર વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટીને ગાળી લો, ત્યારબાદ તેમાં સાકર મિક્સ કરીને જમ્યા પછી 3-4 ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી હાથ-પગની બળતરામાં થોડા જ દિવસોમાં રાહત થાય છે.
આમ, વરીયાળીનું નિયમિત સેવન કરવાથી ખુબ ફાયદો થાય છે. વરીયાના સેવનથી ઉપરોક્ત તમામ બીમારીને દુર કરી શકાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય છે અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.