નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી તેના પાણીનું સેવન કરવાથી થતા આયુર્વેદિક ફાયદા વિષે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી તેના પાણીનું સેવન કરવાથી થતા સ્વાથ્ય લાભો વિષે જણાવવામાં આવ્યું છે. સુકી દ્રાક્ષની જેમ તેનું પાણી પણ આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવાથી તેમાં રહેલું શુગરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે, માટે જ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવની સલાહ આપવામાં આવે છે.
સુકી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં વિટામીન-C, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડીયમ જેવા તત્વો મળી આવે છે, અનુકુળતા અનુસાર તમે સુકી લાલ કે સુકી કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો, જે લોકોને શરીરમાં નબળાઈ રહેતી હોય તેવા લોકોને દ્રાક્ષનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને તેના પાણીના સેવનથી થતા અદભુત ફાયદા વિષે.
લોહીને શુદ્ધ કરે : લોહીને શુદ્ધ કરવા દ્રાક્ષનું પાણી ફાયદાકારક સાબિત થાય છે. આ પાણીનું સેવન કરવાથી શરીરની ગંદગી બહાર નીકળી જાય છે અને ચામડીના રોગોથી છુટકારો મળે છે. સુકી દ્રાક્ષના પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાથી તે પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે અને કીડની સ્વસ્થ રહે છે. સુકી દ્રાક્ષમાં રહેલુ ફાયબર તત્વ પેટની સફાઈ કરીને ગેસ જેવી સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે.
લીવરને સ્વસ્થ રાખે : લીવરને સ્વસ્થ રાખવા સુકી દ્રાક્ષનું પાણી કારગત સાબિત થાય છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી લીવરની કાર્ય ક્ષમતા વધવાની સાથે લીવર સંબધિત બીમારીઓને દુર કરે છે. જે લોકોનું લીવર યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ નથી હોતું તેવા લોકોને દ્રાક્ષના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમને લીવર સંબધિત અન્ય કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
લોહીની ઉણપને દુર કરે : શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોએ નિયમિત એક ગ્લાસ દ્રાક્ષના પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત એક અઠવાડિયા સુધી આ પાણી પીવાથી લોહીની ઉણપ દુર થાય છે અને એનીમીયાની સમસ્યા પણ દુર થાય છે. સુકી દ્રાક્ષના પાણીમાં રહેલા વિટામિન્સ અને તત્વો શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારે છે અને શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે : હૃદયને નીરોગી અને સ્વસ્થ રાખવા દ્રાક્ષનું પાણીને ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ પાણી કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખવાની સાથે હાઈ બ્લડપ્રેશર અને હદયના રોગોથી બચાવે છે. સુકી દ્રાક્ષના પાણીનું સેવન કરવાથી શરીરને દિવસ ભરની ઉર્જા મળી રહે છે, કારણ કે તેમાં ગ્લુકોઝ અને ફ્રુફટોઝનું પ્રમણ યોગ્ય માત્રામાં હોય છે.
આંખીની રોશની વધારે : આંખોની રોશની જાળવી રાખવા માટે સુકી દ્રાક્ષનું પાણી લાભદાયી બને છે. નિયમિત દ્રાક્ષના પાણીનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટી બની રહે છે અને જો તમને આંખના નંબર વધારે હોય તો ઘટી પણ શકે છે. સુકી દ્રાક્ષના પાણીના સેવન શરીરનું વજન ઓછુ કરવા માટે પણ સહાયક નીવડે છે.
હાડકાને મજબુત બનાવે : સુકી દ્રાક્ષના પાણીનું સેવન કરવાથી હાડકાને મજબુત બનાવી શકાય છે. દ્રાક્ષમાં કેલ્શિયમનું પ્રમાણ હોવાથી હાડકાને મજબુત બનાવવાની સાથે દાંત પણ તંદુરસ્ત રહે છે.
એસીડીટીને દુર કરે : એસીડીટીની સમસ્યા થવા પર તમે સુકી દ્રાક્ષના પાણીનું સેવન કરી શકો છો, આ પાણી પીવાથી એસીડીટીની સમસ્યા દુર થવાની સાથે ગેસની સમસ્યા પણ દુર થાય છે. દ્રાક્ષનું પાણી પાચન ક્રિયાને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય છે.
આવી રીતે બનાવો સુકી દ્રાક્ષનું પાણી
સુકી દ્રાક્ષનું પાણી બનાવવું ખુબ જ સરળ છે. થોડી સુકી લાલ અથવા કાળી દ્રાક્ષને બરાબર સાફ કરી લો, ત્યારબાદ એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીમાં રાત્રે દ્રાક્ષને પલાળી દો. સવારે ઉઠીને ગાળી લો, આ પાણીને નવશેકું ગરમ કરો અને ત્યારબાદ આ દ્રાક્ષના પાણીને ખાલી પેટ સેવન કરો, પલાળેલી દ્રાક્ષને પણ ખાઈ જવી. જો સુકી કાળી દ્રાક્ષ હોય તો તે વધુ ગુણકારી બને છે.
આમ, નિયમિત સુકી દ્રાક્ષના પાણીનું સેવન કરવાથી ખુજ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત અને તમારી બીમારીઓને દુર કરે, આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.