નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ પગના તળિયામાં માલીશ કરવાથી થતા ફાયદા વિષે. પગના તળિયાની સંપૂર્ણ માલીશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દુર થાય છે. કહેવાય છે કે પગના તળિયામાં શરીરના અલગ અલગ અંગોની સાત હજારથી વધારે નસો જોડાયેલી હોય છે. આપણા શરીરનો બધો જ ભાર બંને પગ પર હોય છે, જેનાથી આપણે હરી-ફરી અને ઉભા થઇ શકીએ છીએ, વારંવાર આ બધી ક્રિયા કરવાથી પગના હાડકા અને માંસપેસીઓ થાકી જાય છે માટે તેને આરામ ની જરૂર પડે છે જે પગના તળિયાની માલીશ કરવાથી મળી શકે છે. પગના તળિયાની માલીશ કરવાથી આખા શરીરનો દુખાવો તરત જ દુર થઇ જાય છે.
પગમાં માલિશ કરવી એ એક પ્રકારની ફિઝિયોથેરાપી છે, તેના ઘણા બધા ફાયદા શરીરને થાય છે. તેનાથી મગજ શાંત રહે છે અને નર્વસ સીસ્ટમ પણ ઠીક થવાની સાથે તણાવ અને ડિપ્રેશનથી પણ બચી શકો છો. પગમાં માલીશ કરવાથી ઘૂંટણના દુખાવામાં પણ આરામ મળે છે.
ઘણીવાર પગમાં દુખાવો કે માંસપેશીઓમાં ખેચાણનો અહેસાસ થતો હોય છે તેવી સ્થિતિમાં પગના તળિયામાં માલીશ કરીને આ દુખાવાને દુર કરી શકાય છે. પગમાં માલીશ કરવાથી માત્ર પગ જ નહી પરંતુ આખા શરીરના દુખાવાને દુર કરવાની સાથે અનેક સ્વાથ્ય લાભ પણ થાય છે.
આ રીતે કરો પગના તળિયામાં માલીશ : પગના તળિયામાં માલીશ કરવા માટે સૌપ્રથમ એક ટબમાં હુંફાળું પાણી લેવું, ત્યારબાદ તેમાં સરસવ કે નારિયેળના તેલના 6-7 ટીપા નાખો. 10 મિનીટ સુધી તેમાં પગને બોળી રાખો અને પછી પગને ટુવાલથી લુછી લેવા, ત્યારબાદ સરસવ અથવા નારિયેળ તેલને હળવું ગરમ કરી પગના તળિયામાં માલીશ કરો. ચાલો જાણીએ પગના તળિયામાં મળીશ કરવાથી થતા અદભુત ફાયદા વિષે.
સરસવના તેલથી પગના તળિયામાં માલીશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાની સાથે માંસપેશીઓને પણ મજબૂતી મળે છે. ઘણીવાર લાંબા સમય સુધી બેસી રહેવાથી પગમાં દુખાવો થવાની સાથે અકડાઈ જઈએ છીએ. પગનું જેટલું વધારે હલન ચલન થશે એટલું જ માંસપેશીઓ અને નસો માટે લાભદાયી છે. કારણ કે તેનાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
પગના તળિયામાં દરરોજ 10 મિનીટ માલીશ કરવાથી માંસપેશીઓમાં ખેચાણની સમસ્યા દુર થવાની સાથે પગમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા દુર થાય છે. પગના તળિયામાં મસાજ કરવાથી વજન ઘટાડવામાં પણ ફાયદો થાય છે, કારણ કે તે શરીરના મેટાબોલીઝમને સારું બનાવે છે અને શરીરને ડીટોક્સ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ઘણીવાર તણાવ, ડીપ્રેશન અને કામના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થતી હોય છે, રાત્રે પગના તળિયામાં માલીશ કરવાથી તમને રાત્રે આરામદાયક અને ઘસઘસાટ નીંદર આવી જવાની સાથે શરીરનો થાક પણ ઉતરી જાય છે. જે લોકોને સારી ઊંઘ ન આવતી હોય તેમેને પગમાં મસાજ કરવો જોઈએ.
પગન તળિયામાં માલીશ કરવાથી શરીરને આરામ મળવાની સાથે હળવાશનો અહેસાસ થાય છે, કારણ કે માલીશ કરવાથી હોર્મોન એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ થાય છે જેનાથી ચેતાને આરામ મળે છે. ઘણી વાર વધારે વર્કઆઉટ કરવાથી માંસપેશીઓમાં કળતર, ખેચાણ થાય છે જે પગના તળિયામાં માલીશ કરવાથી સારું થઇ જાય છે.
પગના તળિયામાં માલીશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાની સાથે માંસપેશીઓને તાકાત મળે છે અને હાડકા પણ મજબુત બને છે. જેના કારણે માંસપેશીઓ અને હાડકામાં ફ્રેકચર થવાની સંભવાના ઓછી રહે છે, અને શરીર મજબુત બને છે.
મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન પાણી કે પ્રવાહી જમા થવાના કારણે પગમાં સોજા અવાવની સમસ્યા રહે છે, આ સમયે પગના તળિયામાં હળવી માલીશ કરવાથી પગના સોજાને દુર કરી શકાય છે. પિરિયડ્સ દરમિયાન મહિલાઓ પગમાં માલીશ કરે તો માથાનો દુખાવો, માઈગ્રેન, અનિદ્રા, ચક્કર આવવા, તણાવ વગરેથી છુટકારો મળી શકે છે.
આમ, પગના તળિયામાં માલીશ કરવાથી ખુબ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.