નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ કેરી સાથે અથવા કેરી ખાધા પછી ભૂલથી પણ અમુક વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેના વિષે. ઉનાળામાં ગરમીની શરૂઆત થાત કેરી બજારમાં જોવા મળે છે. કેરી કાચી હોય કે પાકી તેને ખાવાની મજા કઈક અલગ જ હોય છે. ઉનાળાના આકરા તાપમાં કેરી ખાવી બધાને ખુબ જ ગમે. કેરી ન્યુટ્રીશનથી ભરપુર હોય છે પણ તેને ખાતા સમયે કેટલીક વાતોની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.
કેરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન-A, વિટામીન-K, વિટામીન-C, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડીયમ જેવા તત્વો મળી આવે છે. જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય તેવા લોકોએ કેરી સાવ ઓછી ખાવી જોઈએ. કેરીનું સેવન સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેને વાપરિત આહાર સાથે સેવન ન કરવું જોઈએ.
કેરી ખાવી બધાને ખુબ જ પસંદ હોય છે, કેરીમાં મળતા વિટામીન-C, વિટામીન-A અને 25 પ્રકારના કેરોટેનોયડ્સ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. કેરી ખાવાથી સ્વાથ્યને લગત ઘણા લાભ થાય છે પરંતુ તેને અમુક વિપરીત ખોરાક સાથે સેવન કરવાથી શરીર પર અનેક સમસ્યાઓને આમંત્રિત કરવાની સાથે નુકશાન પહોચાડી શકે છે. ચાલો જાણીએ કેરી ખધા પછી કે કેરી સાથે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેના વિષે.
દૂધ અને કેરી : આયુર્વેદ મુજબ પાકેલી કેરી અને દૂધને મિક્સ કરીને ખાવાથી જઠરાગ્ની પ્રભાવિત થાય છે. જેનાથી શરીરના દોષોનું સંતુલન બગડી જાય છે. જઠરાગ્ની પ્રભાવિત થવાથી ભોજન સારી રીતે પચતું નથી અને પેટ ફૂલવું, ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. આયુર્વેદમાં દુધની સાથે ખાટા ફળ લેવાની મનાઈ કરવામાં આવી છે.
છાશ અને કેરી : છાશ અને કેરીના રસનું એક સાથે સેવન કરવાથી તેની વિપરીત અસર પડે છે અને શરીમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. કેરી અને છાશ સાથે ખાવાથી એસીડીટીની સમસ્યા થાય છે અને ખાટા ઓડકાર આવવાનું ચાલુ થઇ જાય છે અને માથું પણ દુખવા લાગે છે.
પાણી ન પીવું જોઈએ : કેરી ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કેરી ખાધા પછી જો તરત જ પાણી પીવામાં આવે તો પેટમાં દુખાવો, ગેસ અને એસીડીટી ની સમસ્યા થઇ શકે છે.
દહીં અને કેરી : દહીં અને કેરીને સાથે ખાવાથી સ્વાથ્ય પર વિપરીત અસર પડી શકે છે. દહીંની તાસીર ઠંડી હોય છે જયારે કેરી ગરમ હોય છે. ઠંડુ અને ગરમ વસ્તુ એક સાથે ખાવાથી બોડીમાં ટોક્સીન બને છે અને સ્કીન સંબધિત સમસ્યાઓ થઇ શકે છે.
કોલ્ડ ડ્રીંક ન પીવું : કેરી ખાધા પછી કોલ્ડ ડ્રીંકસનું સેવન ન કરવું જોઈએ. જો તમે કોલ્ડ ડ્રીંકસનું સેવન કરશો તો તે તમારા માટે હાનીકારક સાબિત થઇ શકે છે.
કારેલા અને કેરી : કેરી ખાધા બાદ કારેલાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારેલા અને કેરીનું કોમ્બીનેશન સારું નહિ ગણાય. કારેલા અને કેરીનું સેવનથી ઉલટી, ઉબકા, ગભરાહટ કે શ્વાસમાં તકલીફ થવાની પરેશાની થઇ શકે છે.
તીખું મસાલેદાર ખોરાક : કેરીનું સેવન કર્યા પછી તીખું તળેલું અને મસાલેદાર ખોરાકનું સેવન ટાળવું જોઈએ. મસાલેદાર ખોરાક ખાવાથી ત્વચા પર તેની વિપરીત અસર પડે છે અને ચેહરા પર ખીલ પણ થઇ શકે છે.
આમ, કેરી સાથે ઉપર જણાવેલ વસ્તુનું સેવન કરવાથી શરીને ઘણી બધી સમસ્યાઓથી બચાવી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી માહિતીને જનહિત માત્ર જરૂર શેર કરવા વિનંતી.