નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ મંકીપોક્સ વાયરસના લક્ષણો અને તેનાથી શું તકેદારી તેના વિષે. ઇંગ્લેન્ડ સહીત ઘણા બધા દેશોમાં હાલ મંકીપોક્સ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી યુરોપિયન દેશોમાં મંકીપોક્સ વાયરસનો ચેપ વધી રહ્યો હોવાની સાથે સંક્રમણથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આ મંકીપોક્સ વાયરસ બંદર અને ઉંદર જેવા જાનવરો દ્વારા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. મંકીપોક્સ એ શીતળા જેવી જ બીમારીનો એક ભાગ છે આ બીમારી એ એક પ્રકારની વાયરલ બીમારી છે. ચાલો જાણીએ મંકીપોક્સ વાયરસ શું છે, કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને શું છે તેના લક્ષણો તેના વિષે.
શું છે આ મંકીપોક્સ વાયરસ રોગ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર મંકીપોક્સ વાયરસ મુખ્ય રીતે બંદર અને ઉંદર જેવા જાનવરો દ્વારા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. સાથે જ આ વાયરસ એક સક્રમિત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે.
આ રોગને મંકીપોક્સ કહેવાનું મુખ્ય એ કારણ છે કે આ રોગ સૌ પ્રથમ વાંદરાઓની પ્રયોગશાળામાં જોવા મળ્યો હતો તેથી આ બીમારીનું નામ મંકીપોક્સ રાખવામાં આવ્યું છે. મંકીપોક્સ વાયરસ ઝુનોટીક ડીસીઝ છે. જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટીબંધીય વર્ષાવન ક્ષેત્રમાં હોય છે અને ક્યારેક ક્યારેક બીજા ક્ષેત્રોમાં પણ ફેલાય છે.
મંકીપોક્સ વાયરસના લક્ષણો : મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે જેમ કે તીવ્ર માથું દુખવું, તાવ આવવો, કમર દર્દ, માંસપેશીઓમાં દર્દ, ત્વચા પર લાલ ફોલ્લીઓ, ઠંડી લગાવી, સોજો આવવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. મંકીપોક્સ વાયરસનો ચેપ લાગ્યાના 2-4 અઠવાડિયા પછી લક્ષણો ધીમે ધીમે ઓછા થઇ શકે છે.
મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાવાનું કારણ : મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવે છે કે કોવિડની ગાઈડલાઈન્સ હટાવ્યા બાદ લોકો ઘોર બેદરકારીથી આમ તેમાં ફરી રહ્યા છે તેવું માનવામાં આવે છે. કારણ કે આ એક ચેપી વાયરસ છે.
મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે આ વાયરસ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર મંકીપોક્સ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઘાવ, શરીરના તરલ પદાર્થો, ખાંસી-છિક દ્ર્વારા અને પીડિત વ્યક્તિના સામગ્રીના સંપર્કથી આ વાયરસ મનુષ્યમાં ફેલિયા રહ્યો છે. આ વાયરસ કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક આવવાથી, કપાયેલી ત્વચા, શ્વસનમાર્ગ, આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. મંકીપોક્સ વાયરસથી પીડિત દર 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મુત્યુ થઇ શકે છે.
આ બીમારી માનવમાં ક્યારે જોવા મળી હતી ? : આ બીમારી સૌ પ્રથમ માનવમાં 1970 માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકીપોક્સનો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ બીમારીમાં આયાત કરાયેલા આફ્રીકન ઉંદરો પૈકી ઘરે પાળેલા કુતરાઓમાં જોવા મળ્યો હતો.
મંકીપોક્સ વાયરસથી બચવાના ઉપાયો : મંકીપોક્સ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ તેના સંક્રમણને અટકાવીને આં રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે. શીતળાની રસી મંકીપોક્સ વાયરસના સંક્રમણને 85 ટકા અસરકારક સાબિત થઇ શકે છે.
મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિથી દુર રહેવું, મોટા ભાગે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિને આઈસોલેશનમાં રાખવામાં આવે છે જેથી અન્ય વ્યક્તિ સંક્રમિત ન થઇ શકે. હેલ્ધી ડાયટ લેવું અને આરામ કરવો, સંક્રમિત વ્યક્તિ પાસે જતા પહેલા માસ્ક ફરીજીયાત પહેરવું. આ ઉપરાંત આ પ્રકારની કોઈ કેસની જાણકારી મળે તો તરત જ સ્વાથ્ય વિભાગને જાણ કરવી.
આમ, મંકીપોક્સ વાયરસ એક ગંભીર બીમારી છે તેનાથી બચવું ખુબ જ આવશ્યક છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને આવી ગંભીર બીમારીથી બચી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.