નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ પેટમાં થતો ગેસ, અપચો અને ગડબડીનો કાયમી ઈલાજ વિષે. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં સમયના અભાવે લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખી શકતા નથી અને અનેક બીમારીઓનો ભોગ બની જાય છે. ઘણીવાર ખરાબ ખાણી-પીણીના કારણે અથવા બહારનું ભોજન કરવાથી પાચનની સમસ્યા ઉદ્ભવે છે જેના કારણે કબજિયાત, ગેસ, અપચો, પેટનો દુખાવો, પેટ ભારે લાગવું જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. આ બધી જ સમસ્યા પાચનક્રિયા ખરાબ હોવાનું સૂચવે છે.
આજનો માણસ કામની લ્હાયમાં પોતાના માટે સમય ન હોવાથી ખોટી આદતોનો ભોગ બની રહ્યો છે જેમ કે અનિયમિત રીતે જમવાની આદત, ભોજન બરાબર ન પચ્યું હોય ત્યાં ઉપરા ઉપર કશુક ખાતા રહેવાની આદત, ઉતાવળમાં બરાબર ચાવ્યા વગર ખાવાની અડત, આ બધું તમારા પાચનતંત્રને બગાડે છે અને પચ્યા વિનાનો ખોરાક આંતરડામાં પડ્યો રેહેવાથી કબજિયાત, ગેસ અને પેટની ગડબડી જેવી અનેક સમસ્યાઓ થાય છે. ચાલો જાણીએ પેટમાં ગેસ, અપચો, કબજિયાત થવાના કારણો અને તેના ઘરેલું અસરકારક ઉપાયો વિષે.
પેટ ખરાબ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે વધારે પડતું બહારનું ફૂડ ખાવાથી, અસંતુલિત ખાણી-પીણી, વધારે પડતું તીખું તળેલું ભોજન લેવાથી, બેક્ટેરિયાથી દુષિત પાણી અને ખોરાક ખાવાથી, ફૂડ પોઈઝ્નીંગ, લીવરમાં ખરાબી વગેરે જેવા કારણોને લીધે પેટ ખરાબ થાય છે. ચાલો જાણીએ પેટન ખરાબ થવા પર કરવામાં આવતા ઘરેલું ઉપાયો વિષે.
પેટની સમસ્યા થવા પર જીરા પાણી ફાયદાકારક સાબિત થાય છે. જીરા પાણીમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મો હોય છે જે આંતરડાને નુકશાન કરતા બેકટેરિયાને નાશ કરી દે છે, સવારે ખાલી પેટ એક કપ જીરાનું પાણી પીવાથી પેટની સમસ્યામાં ખુબ જ લાભ થાય છે. ફુદીનો, જીરું અને અજમામાં એવા તમામ તત્વો હોય છે જે પેટની ખરાબી થવા પર મદદરૂપ બને છે.
ફુદીનો માત્ર સ્વાદ વધારવા જ નહી પરંતુ સ્વાથ્ય માટે પણ ઉપયોગી છે. ગેસ, અપચો, એસીડીટી, પેટ ફૂલવું, કબજિયાત, પેટની પીડા વગેરે જેવી સમસ્યામાં ફુદીનો અસરકારક સાબિત થાય છે. પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ફુદીનાનું પાણી લાભદાયી થાય છે. પાણીમાં થોડા ફુદીનાના પાનને ક્રશ કરી ઉકાળી લો, જમ્યા પછી આ પાણીનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યામાં આરામ મળે છે.
એક ગ્લાસ પાણીમાં ફુદીનાના 4-5 પાન, થોડું જીરું અને થોડો અજમો નાખીને થોડી વાર ધીમા તાપે ઉકાળો, ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો અને ગાળીને તે પાણીને ધીમે ધીમે પીવો. સવારે ભૂખ્યા પેટ અથવા જમ્યાના અડધા કલાક પછી પણ સેવન કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે અજમો ગરમ પ્રકૃતિનો હોવાથી યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.
દહીંમાં પ્રોબાયોટીક એટલે કે ગુડ બેક્ટેરિયા હોય છે જે ઇન્ફેકશનથી લડવા માટે મદદ કરે છે અને પેટની સમસ્યામાં કારગત ઈલાજ સાબિત થાય છે. નિયમિત એક વાટકી દહીંમાં એક ચપટી કાળા મરી પાવડર અને મીઠું નાખીને સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને પેટની તકલીફ દુર થાય છે. પેટની સમસ્યામાં દહીં બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.
નિયમિત એલોવેરા જ્યુસના સેવનથી પેટ સંબધિત સમસ્યાને દુર કરી શકાય છે. પાચનના વિકારને દુર કરવા સવારે ખાલી પેટ એલોવેરાના રસનું સેવન કરવાથી ફાયદો થાય છે. કબજિયાત, એસીડીટી, ગેસ વગેરેમાં એલોવેરાનું જ્યુસ ફાયદાકારક સાબિત થાય છે. ભોજનને પચાવવા માટે બીલીપત્રના ફળનું શરબત પણ મદદરૂપ થાય છે, બીલીના પાકા ફળમાં રહેલું ફાયબર ભોજનને પચાવવા માટે ફાયદાકારક થાય છે.
પેટ ખરાબ થવા પર આદુનું સેવન પણ લાભદાયી બને છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી આદુનો પાવડર મિક્સ કરીને સાંજે સુતા પહેલા પીવાથી પેટની ખરાબી દુર થાય છે. અજમો પણ પેટની સમસ્યાનો અસરકારક ઈલાજ સાબિત થાય છે. આદુનો રસ 10 ગ્રામ અને લીંબુનો રસ 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મીઠું મિક્સ કરીને સવારે પીવાથી ગેસ અને ઓડકારની સમસ્યા દુર થાય છે.
આમ, આ અસરકારક ઘરેલું ઉપાયો દ્વારા તમે ગેસ, અપચો, એસીડીટી, કબજિયાત, પેટ ખરાબ થવું વગેરે જેવી સમસ્યાને દુર કરી શકો છો. જો તમે અન્ય કોઈ મેડીસીન લેતા હોવ તો આ ઉપાય કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી પછી જ સેવન કરવું.
આશા રાખીએ કે આ માહિતી ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.