નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ વજન વધવાના મુખ્ય 5 કારણો વિષે. વજન વધવા પાછળનું મુખ્ય કારણ તમારી લાઈફ સ્ટાઇલને જવાબદાર માનવામાં આવે છે. વિશ્વમાં વજન વધવાથી દર બીજો વ્યક્તિ પરેશાન છે. મોટાભાગના લોકોની અનિયમિત આહાર, વધારે પડતું બહારનું જંક ફૂડ ખાવાની અને એક્સરસાઈઝની અભાવની આદતના કારણે વજન વધવાની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. તે ઉપરાંત એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી પણ જાડાપણાની સમસ્યા ઉદભવે છે.
આજના આ સમયમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને નિયંત્રણ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ ખાવા-પીવાથી પણ દૂર રહેવું પડે છે, તો જ શરીર પર થોડી અસર થાય છે. આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધતી જતી સ્થૂળતા એ જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડ પ્રેશર, સ્ટ્રોક, શુગર, ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને આંમત્રણ આપે છે.
વધતું વજન માત્ર શરીરને જ બીમાર નથી બનાવતું પણ વ્યક્તિત્વને કદરૂપું બનાવે છે. વજનને નિયંત્રિત કરવા માટે જો તમે જીમ કરો છો અને આહારને પણ નિયંત્રિત કરો તો જ કન્ટ્રોલમાં રાખી શકો છો, પરંતુ અમુક એવી બાબતો છે જેના કારણે શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે, ચાલો જાણીએ અમુક એવી બાબતો જેનાથી આપણું વજન ઝડપથી વધવા લાગે છે.
મેટાબોલીસમ (ચયાપચયની ક્રિયા) ખરાબ થવાથી : કહેવાય છે કે શરીરની મેટાબોલીસમ ક્રિયા ખરાબ થવા પર શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે. મેટાબોલીસમ ક્રિયાને મજબુત બનાવવા માટે આહારમાં ફાયબર યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ, ફળો અને શાકભાજીનું સેવન કરવાથી શરીરની મેટાબોલીસમ સીસ્ટમ સુધરવાની સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે.
ઓયલી ફૂડ : આજકાલના યુવાનો ટેસ્ટના ચક્કરમાં ઓયલી ફૂડનું સેવન વધારેને વધારે કરતા હોય છે પરતું તે સ્વાથ્ય માટે બિલકુલ સારું નથી, આવી સ્થિતિમાં તમારે આવા ખોરાકથી દુર રહેવું જોઈએ નહિતર તમારું વજન ઝડપથી વધવા લાગે છે.
વધારે પડતું સ્ટ્રેસ લેવાથી : આજની આ વ્યસ્તતા ભરેલી જીવનશૈલીમાં કામના બોજાને કારણે દરેક વ્યક્તિમાં સ્ટ્રેસ પણ વધી રહ્યું છે. વધારે પડતું સ્ટ્રેસ લેવાથી પણ વજનમાં વધારો થઇ શકે છે. સ્ટ્રેસથી બચવા માટે નિયમિત યોગા કરવા જોઈએ અને એક્સરસાઈઝ કરવી જોઈએ, જેથી તમારું સ્ટ્રેસ ઘટી શકે સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહે.
ડાયાબિટીસના કારણે : ડાયાબીટીસના કારણે દર્દીનું વજન વધી શકે છે. ડાયાબીટીસના દર્દીનું વજન વધતા તમે જોયું જ હશે. ડાયાબીટીસની સમસ્યામાં વજન વધવા પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ, નહિતર આગળ ચાલીને મુશેલીઓ વધી શકે છે.
થાઈરોઈડના કારણે : થાઈરોઈડના કારણે શરીરનું વજન વધી શકે છે. થાઈરોઈડની બીમારીના કારણે શરીરનું મેટાબોલીસમ સીસ્ટમ નબળી પડવા લાગે છે જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. આવી પરીસ્થીમાં થાઈરોઈડની સમસ્યાનો ઈલાજ કરાવવો અનિવાર્ય છે.
આ ઉપરાંત બીજી અન્ય ઘણી નાની નાની આદતો છે, જેની તકેદારી ન રાખવાને કારણે શરીરનું વજન ઝડપથી વધી શકે છે જેમ કે અપૂરતી ઊંઘ, અનિયમિત ભોજન લેવાથી, માનસિક તણાવ, વધારે પડતી દવાઓ લેવાથી, સ્મોકિંગ, દવાઓની આડ અસરથી પણ તમારું વજન વધી શકે છે. ઘણીવાર વધારે પડતી બેકરી પ્રોડક્ટનું સેવન કરવાથી પણ શરીરનું વજન ઝડપથી વધે છે. માટે આવી ખરાબ આદતોને સુધારવી તમારા માટે ખુબ જ જરૂરી છે નહી તો ઝડપથી શરીરનું વજન વધવા લાગશે.
આમ, ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારું વજન કંટ્રોલમાં રાખી શકો છો, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિંનતી.