Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

Editorial Team by Editorial Team
May 24, 2022
Reading Time: 1 min read
0
શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ બાળકને મોબાઈલ જોવાની આદતથી શું થાય છે અને કેવી રીતે આ આદતને છોડાવવી તેના વિષે. આજના આ વ્યસ્તતા ભરેલા યુગમાં પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી કે બાળકને લાડ લડાવીને ભોજન કરાવે. માં-બાપના પ્રેમ અને લાડની જગ્યા મોબાઈલે લઇ લીધી છે. આજના પેરેન્ટ્સ પોતાની શાંતિ માટે બાળકને મોબાઇલ આપી દે છે જેથી બાળક કોઈ પણ નખરા કે તોફાન કર્યા વગર ચુપ ચાપ મોબાઇલ જોતા જોતા જામી લે છે જે અમુક સમયે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

જાણો મોબાઈલની લત બાળકો માટે કેટલી છે જોખમી ? : જયારે બાળક મોબાઈલમાં જોતા જોતા ભોજન કરે છે ત્યારે તેને ભોજનની ઓળખ જ રહેતી નથી અને જરૂરિયાત કરતા ઓછુ અથવા વધારે ભોજન આરોગી શકે છે. ઘણી વાર બાળકને મોબાઈલ ન મળતા ભોજન પણ નથી કરતુ અને ચીડિયું પણ બની જાય છે.

મોબાઈલમાં જોતા જોતા જમવાની આદત બાળકની બોલવાની ક્ષમતાને પ્રભવિત કરે છે. મૂંગા મોઢે બાળક ભોજન કરતુ હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જયારે બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે ત્યારે તેની ઉત્સુકતા ઓછી થઇ જાય છે કારણ કે તેના મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ મળી શકતા નથી.

જયારે બાળક નિરંતર લાંબા સમય સુધી મોબાઈલ જોયા કરે છે ત્યારે તેની આંખોમાંથી પાણી નીકળે છે અને દ્રષ્ટી નબળી પડવાની સાથે ડ્રાયનેસ ની સમસ્યા રહે છે. બાળક મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પાડવા લાગે છે અને રમત ગમત માં ઓછુ ધ્યાન આપવાની સાથે ચીડિયું બની જાય છે. જયારે વધારે પડતી મોબાઈલ જોવાની આદત પડી જાય છે ત્યારે તે તેના પર કંટ્રોલ પણ કરી શકતું નથી અને ઊંઘ પણ ઓછી લે છે.

બાળકોને મોબાઈલની આ ટેવ માટે માતા-પિતા જ જવાબદાર છે : આજ કાલના સમયમાં માતા પિતા બંને નોકરી કરતા હોય છે અને બાળક પર ધ્યાન આપી શકતા નથી. જયારે પહેલાના સમયમાં બાળકોને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવીને જમાડતા અને બાળકને પ્યાર આપતા પરંતુ આ બધાની જગ્યા હવે મોબાઇલે લઇ લીધી છે. મોબાઈલમાં બાળકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમને એ પણ ભાન નથી રહેતું કે તેને શું પીરસાઈ રહ્યું છે.

આજના આ સમસ્યામાં માતા-પિતા એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાની જવાબદારી છે એવું નહિ પણ તેને પોતાની ડ્યુટી સમજી રહ્યા છે. જયારે બાળક જમતું નથી ત્યારે માતા-પિતા જ બાળકને અન્ય કોઈ વાત કહેવાને બદલે મોબાઈલ આપીને ચુપ કરાવી જમાડે છે. જેથી બાળકને સમય જતા મોબાઈલની આદત પડી જાય છે અને મોબાઈલ વગર કોઈ પણ એક્ટીવીટી કરતુ નથી. જે બાળક પર ખુબ જ ગંભીર અસર પાડે છે.

આ રીતે તમારા બાળકોને મોબાઈલથી રાખો દુર : એક માં-બાપ હોવાના નાતે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પરંતુ બાળકને જમવા માટે મોબાઈલના ભરોસે ક્યારેય ન રહો અને પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો. બાળક જમતું ન હોય તો તેને વાર્તા સંભળાવી ભોજન કરાવો જેથી તેની જીજ્ઞાસા જળવાઈ રહે અને બાળક પ્રેમથી ભોજન કરશે.

બાળક સાથે દિવસ દરમિયાન હંમેશાં થોડો ટાઇમ કાઢીને પસાર કરો, તેની સાથે વાતો કરો, તેને આનંદ કરાવો, તેની સાથે બાળક બનીને રમો, મસ્તી કરો જેનથી તેની મોબાઈલ પ્રત્યેનો લગાવ ઘટશે. અને હા બાળક સામે પેરેન્ટ્સે પણ બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જેથી તે પણ મોબાઈલની જીદ નહિ કરે. બાળકને નવી નવી વાતો શીખવાડવા માટે ગેજેટ્સને બદલે પુસ્તકની મદદ લેવી વધારે લાભદાયી બનશે.

આમ, તમારા બાળકને જમતા જમતા મોબાઈલની આદત છોડાવી શકો છો. બાળકના મોબાઈલના વધારે પડતા ઉપયોગને પણ ઘટાડી શકો છો અને બીજી અન્ય એક્ટીવીટીમાં ધ્યાન અપાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારું બાળક મોબાઈલ વધારે પડતા ઉપયોગથી દુર રહે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: child habit of eating while watching mobile
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
Next Post
સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

May 21, 2022
હૃદય રોગ, બ્લડપ્રેશર, કેન્સર જેવી ઘણી બીમારીઓને કાયમ માટે છુમંતર કરી દેશે આ નાનકડું ફળ

હૃદય રોગ, બ્લડપ્રેશર, કેન્સર જેવી ઘણી બીમારીઓને કાયમ માટે છુમંતર કરી દેશે આ નાનકડું ફળ

August 6, 2022
100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

August 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In