નમસ્કાર મિત્રો, આજન આ આર્ટીકલમાં વાત કરવાના છીએ શાકાહારી લોકોમાં દિવસેને દિવસે વિટામીન-B12ની વધતી જતી ઉણપ વિષે. શા માટે વિટામીન-B12ની ઉણપની સમસ્યા લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. માયઅપચરની ડો.મેધવી અગ્રવાલના જણાવ્યા અનુસાર માંસાહારી લોકોમાં વિટામીન-B12 માછલી, માંસ, ચિકન, ઇંડા, દૂધ અથવા દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે, વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી, શાકાહારીઓમાં તેની ઉણપ થવાની વધુ સંભાવનાહોય છે, માટે શાકાહારી લોકો માટે વિટામીન-B12 મેળવવું ઘણું અધરું સાબિત થઇ શકે છે.
ડો. ટી. બી કનેરિયા સાહેબના જણાવ્યા અનુસાર વિટામીન-B12ને શાકાહારી લોકો માટે ફક્ત ને ફક્ત ઘાસચારો ચરતા દુધાળા પશુઓના દૂધ અને દુધની પ્રોડક્ટ, ઇંડા જેવા પ્રણીજન્ય ખોરાક માંથી મળતું હોય છે. જમીનની માટીમાંથી જુદા જુદા તત્વોમાંથી ઘાસના છોડ થતા હોય છે તેના મુળીયામાં તથા થડના સૌથી નીચેના ભાગમાં વિટામીન-B12 સૌથી વધારે પ્રમાણમાં સ્ટોર થતું હોય છે, જયારે ઘાસના છોડની ઉપર તરફ પાંદડામાં ઓછા પ્રમાણમાં હોય છે.
ઘાસના થડના નીચેના ભાગમાં અને મૂળના ભાગમાં વિટામીન-B12 ભરપુર માત્રામાં હોય છે જયારે પાંદડામાં ઓછા પ્રમાણમાં હોય છે. આજના સમયમાં દુધાળા પશુઓ માટે ઘાસચારો ચરવાની જગ્યા દિવસેને દિવસે ઘટી રહી છે સાથે ગામડાઓમાં પણ ગૌચરણ પણ ઘટી ગયા છે જેથી આજકાલના દુધાળા પશુઓ માટે ખીલ્લે બાંધીને તૈયાર વાઢેલો ઘાસચારો ખવડાવવામાં આવે છે.
ઘાસચારાને થડીયાના ભાગેથી વાઢેલો ઘાસચારો તથા કૃતિમ પશુદાણ ખવડાવવામાં આવે છે પરિણામે આજે દુધાળા પશુઓના દુધમાં વિટામીન-B12નું પ્રમાણ ઘટતું ગયું છે, બસ આજ મુખ્ય કારણ છે કે દુધાળા પશુઓમાં વિટામીન-B12નું પ્રમાણ ઘટતું ગયું અને પરિણામે શાકાહારીઓના શરીરમાં પણ વિટામીન-B12નું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે શાકાહારીઓ માટે માત્ર દૂધ જ એવી વસ્તુ છે જેમાંથી વિટામીન-B12 મળતું હોય છે.
પશુઓને ચરવા માટે ચરિયાણો અને ગૌચરના અભાવે પશુઓને ચરવાની જગ્યા નથી અને પરિણામે તેમના દુધમાં વિટામીન-B12નું પ્રમાણ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં કદાચ આપણા શરીરમાં વિટામીન-B12ની ઉણપ જણાય તો આપણે ગોળીઓ અને ઇન્જેક્શનનો સહારો લેવો અનિવાર્ય બની શકે છે.
વિટામીન-B12ની ઉણપના લક્ષણો : આપણા શરીરમાં વિટામીન-B12ની ઉણપથી ઘણા બધા લક્ષણો જણાવા લાગે છે જેમ કે શરીરમાં થાક લાગવો, ચેતાતંત્ર તથા સ્નાયુઓ વચ્ચેનો તાલમેલ અસંતુલિત થઇ જવો, ચક્કર આવવા, સ્નાયુઓ શીથીલ થઇ જવા, હાથ-પગમાં ખાલી ચડવી, ચામડીની સંવેદના ઘટી જવી, લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટવું, ઊંઘ ન આવવી, હદયના ધબકારા વધવા, માનસિક તણાવ વધવો, મોઢું કે જીબ આવી જવી કે ચાંદ પડવા, વગેરે જેવા લક્ષણો દેખાવા લાગે છે.
વિટામીન-B12ની ઉણપથી થતા રોગો : વિટામીન-B12ની ઉણપથી શરીરમાં ઘણા બધા રોગોનો પગ પસારો થઇ શકે છે. વિટામીન-B12ની ઉણપથી શરીરમાં લોહી ઓછુ બનવા લાગે છે જેથી એનીમીયાની સમસ્યા ઉત્પન્ન થાય છે, હાડકા નબળા પડી શકે છે, કમરનો દુખાવો અને પીઠના દર્દો ઉભા થાય છે, મગજ પર નેગેટીવે અસર થાય છે જેથી ભૂલવાની બીમારી પણ થઇ શકે છે.
વિટામીન-B12ની ઉણપને આ રીતે કરો પૂરી : શાકાહારી લોકો માટે વિટામીન-B12ની ઉણપને દુર કરવા માત્ર તાજું દૂધ એક સારો ઉપાય માનવામાં આવે છે. નિયમિત એક કપ દૂધ પીવાથી શરીરમાં લગભગ 20 ટકા વિટામીન-B12ની ઉણપ દુર થઇ શકે છે. આ સિવાય તમારા ડાયટમાં પનીરને પણ સામેલ કરી શકો છો.
વિટામીન-B12ની ઉણપને દુર કરવા ઘરે બનાવો આ આયુર્વેદિક દવા, આ દવા બનાવવા માટે 100 ગ્રામ દેશી ગોળ, 20 ગ્રામ ધાણા પાવડર, 2 ચમચી ગાયનું શુદ્ધ દેશી ઘી ઉમેરવું. આ ત્રણેયને એક વાસણમાં ગરમ કરીને બરાબર મિક્સ કરો અને થોડું ઠંડુ થયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવીને એક પેક વાસણમાં ભરી દો, વિટામીન-B12ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને સવાર-સાંજ ચુસવી અને ચુસાઈ ગયા બાદ તરત જ જમી લેવું. આ ગોળીને ધીમે ધીમે મોઢામાં નાખી સગળવી, આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે અને આ લાળ ગોળી સાથે ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી શરીર કુદરતી રીતે વિટામીન-B12 બનાવશે. આ એક સારો ઉપાય છે.
આમ, શાકાહારી લોકો માટે વિટામીન-B12ની ઉણપને દુર કરવા એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. જો તમારે કોઈ અન્ય દવા ચાલુ હોય તો આ ઉપાય કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા નમ્ર વિનંતી.