Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

15 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

Deep Charaniya by Deep Charaniya
May 26, 2022
Reading Time: 1 min read
0
નાગરવેલના પાન

નાગરવેલના પાન

Share on FacebookShare on Twitter

નાગરવેલને પાનની વેલ કહેવામાં આવે છે, જેની બે પ્રકારની જાતો આવે છે જેમાં એક કપૂરી અને બીજી મલબારી. કપૂરી પાન નાના, કોમળ અને શીતળ હોય છે. બંગાળી પાન મોટા કદના અને વધારે તીખા હોય છે. બંગાળી પાન ઝાડા સાફ કરવા માટે, પિત્ત ઉત્પન્ન કરનારા હોય છે. જે ગરમ અને કફને શાંત કરે છે. જે પણ પાકેલું હોય, તીખાશ વાળા, નાના, પાતળા અને સફેદી માટે હોય છે, તે પાન સૌથી શ્રેષ્ઠ હોય છે. લીલા કાચા પાનની જગ્યાએ પાકેલા પાન વધારે સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

નાગરવેલના પાન
નાગરવેલના પાન

કફજન્ય રોગ: પાનનો ઉપયોગ કફજન્ય રોગોમાં મોટાભાગે કરવામાં આવે છે. તે શ્વાસ, ફૂસ્ફૂસ શીરાનો સોજો અને કફની સમસ્યામાં નાગરવેલના પાંદડાનો રસ કાઢીને પીવડાવવામાં આવે છે, સાથોસાથ નાગરવેલના પાનને ચાટી પર બાંધવાથી પણ લાભ મળે છે. બાળકોમાં શરદી લાગવા પર એરંડીનું તેલને પાનના પાંદડા પર લગાવીને તેને થોડા ગરમ કરીને છાતી પર બાંધવાથી  આ રોગમા રાહત મળે છે. નાગરવેલના પાંદડા અને પાણીમાં ખાંડ નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી કફ મટે છે.

ખાંસી: નાગરવેલના પાનના મૂળ અને જેઠીમધને વાટીને મધ સાથે ચાટવાથી શરદી અને ઉધરસ તેમજ તાવ ઠીક થાય છે.  શરદી ઉધરસમાં પાનના પાંદડા પર તેલ ચોપડીને ગરમ કરીને છાતી પર બાંધવાથી શરદી અને ઉધરસના દર્દથી રાહત મળે છે. આ પ્રયોગથી જઠરમાં અને જમા થયેલું લોહી પણ ઓગળી જાય છે. બાળકોને થતી સુકી ખાંસી નાગરવેલના પાંદડાના રસને મધ સાથે ચાટવાથી બાળકોની સુકી ખાંસી મટે છે.

શીળસ: નાગરવેલનું એક પાન લઈને તેમાં તેલ લગાવીને આગમાં ગરમ કરીને બાળકની છાતી પર રાખો, તેના પર 2 પાન વધારે રાખીને બાંધવાથી બાળકોના શ્વાસ રોગ, હ્રદયના રોગ, શરદી અને ઉધરસ, ખાંસી અને લીવર વગેરે સમસ્યાઓ ટીક થાય છે.

કફ: નાગરવેલના પાંદડામાં એરંડાનું તેલ લગાવીને ગરમ છાતી પર બાંધવાથી છાતીમાં રહેલો કફ મટે છે. 2 થી 3 નાગરવેલના પાનનો રસ કાઢીને નાકમાં નાખવાથી કફ ઠીક થાય છે. નાગરવેલના મૂળ અને જેઠીમધએ વાટીને મધ સાથે રોગીને ચાટવા માટે આપવાથી કફ દુર થઈ જાય છે.

ગળાનો સોજો:  જયારે શ્વાસ લેવામાં પરેશાની થઈને દર્દીને ખુબ જ દર્દ થાય ત્યારે નાગરવેલના પાનના રસનું સેવન કરવાથી ગળાનો સોજો ઓછો થઇ જાય કે અને કફ તુટવા લાગે છે. આ રોગમાં 2 થી 5 પાંદડાનો રસ મધ સાથે ચાટવાથી સુકી ખાંસી ઠીક થાય છે. નાગરવેલના પાનની ઉપરની દાંડી મધમાં ભેળવીને ચાટવાથી શરદી અને કફ ઠીક થાય છે.

પાચન ક્રિયા: પાન સુચવાથી લાળ વધારે માત્રામાં નીકળે છે, જેનાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. તે પેટની બાદી મટાડવા માટે ઉપયોગી છે. તેમાં બાદી મટાડનાર ઉતેજક અને ગ્રાહી પાચન શક્તિવર્ધક તત્વો હોય છે. તેનાતી શ્વાદમાં મીઠાસ આવે છે અને અવાજ ચોખ્ખો થાય અને મોઢાની દુર્ગંધ પણ દુર થઈ જાય છે.

ગાંઠનો સોજો: ગાંઠનો સોજો આવવા પર પાનને ગરમ કરીને બાંધવાથી સોજો અને પીડાની ઉણપ થઈને ગાંઠ બેસી જાય છે. ઘાવ પર બાંધવાથી ઘાવ ઠીક થાય છે. તેનો રસ પ્રભાવશાળી પીબનાશક દ્રવ્ય છે. તે વધારે પરૂનો નાશ કરે છે. જેથી ગાંઠ અને ઘાવમાં ઉપયોગી થાય છે.

આંખની સમસ્યા અને રતંધાળાપણું: રતાંધળાની સમસ્યા હોય તો નાગરવેલના પાંદડાનો રસ કાઢીને આંખમાં નાખવાથી ફાયદો થાય છે. એનાથી આંખની રોશની પણ વધે છે. આંખમાં થનારા દર્દમાં નાગરવેલના અર્કના તીપડા આંખોમાં નાખવાથી આંખમાં થનારૂ દર્દ મટે છે. જો કોઈ કારણસર તમે રાત્રે જાગો છો તો તમને ક્યારેક કયારેક એકદમ સુકી લાલ થઇ જાય છે. તેના માટે તમે પાનના પાંદડાને ઉકાળીને તે પાણીના ઝાલખ આંખો પર મારો. એવું કરવાથી તમને આરામ મળશે.

અવાજ ઘોઘરો થવો: જો તમારો અવાજ મોટો અને ઘોઘરો થઇ રહ્યો છે તો તમે નાગરવેલના પાનનું સેવન કરી શકો છો. તેનાથી તમારો અવાજ પાતળો થશે. પાનનું પાણી પીવાથી ગળાની સમસ્યા ઠીક થઈ જાય છે.

દાંત રોગ: દાંતના પેઢામાંથી ઘણા લોકોને લોહી નીકળે છે. જો તમારે પણ એવી સમસ્યા છે તો તેના માટે પાનની સાથે નાગરવેલના પાણીને ઉકાળીને કોગળા કરવાથી રાહત મળી જાય છે. જેનાથી કોગળા કરવાથી લાભ થાય છે અને લોહી નીકળતું બંધ થઈ જાય છે.

બ્રોકાઈટીસ: જો તમને બ્રોકાઈટીસની સમસ્યા છે તેના માટે તમે પાનના 7 પાંદડાને 1 ગ્લાસ પાણી સાથે ખાંડ નાખીને ઉકાળો. જ્યારે તે ઉકાળતી વખતે 1 ગ્લાસ રહી જાય ત્યારે દિવસમાં ૩ વખત તેનું સેવન કરવાથી એવું કરવાથી બ્રોકાઈટીસમાં લાભ મળે છે.

નાકના રોગ અને કૃમિ: નાગરવેલના પાંદડામાંથી કાઢેલા તેલને નાકમાંથી પાણી પડવાની સમસ્યામાં નાકમાં નાખવાથી લાભ મળે છે. તે તેલ કૃમિની સમસ્યામાં ઉત્તમ રહે છે. નસકોરી ફૂટવાની સમસ્યામાં નાગર વેલના પાંદડાને સુઘવાની પ્રક્રિયા ચાલુ રાખવાથી નસખોરી ફૂટવાની બંધ થઇ જશે.

સ્તનમાં સમસ્યા: સ્તનમાં દુધનો વહાવ હોય છે અને સ્તનની ગ્રંથીઓંમાં સોજો આવેલો હોય તો નાગરવેલના પાંદડાને ગરમ કરીને બાંધવાથી આ સમસ્યાથી રાહત મળે છે. મોટાભાગની મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને સ્તનમાં સોજો આવવાની સમસ્યા રહેતી હોય છે. તે સમસ્યામાં નગર વેલના પાનમાં નારિયેળનું તેલ લગાવીને હળવું ગરમ કરીને સ્તન પર રાખવાથી આરામ મળે છે.

સ્ત્રીઓને સ્તન પર પાન્ન રસથી માલીશ કરીને શેક કરવાથી સ્તન પરનો સોજો ઉતરે છે અને દૂધ સાફ આવે છે. જે સ્ત્રીઓને બાળક મૃત્યુ પામ્યું હોય તેઓને સ્તનમાં દૂધ વધારે પ્રમાણમાં ભેગુ થવાથી સોજો આવે છે ત્યારે આ મહિલાને સ્તન પર બાંધવાથી સ્તનનો સોજો ઓછો થાય છે અને તેમાં જમા થયેલું દૂધ નીકળી જાય છે.

તાવ: નાગરવેલના રસને ગરમ કરીને 1 ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત પીવાથી તાવ ઉતરે છે. લગભગ 3 મિલીલીટર રસ ગરમ કરીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી તાવ આવવાનો બંધ થઇ જાય છે. 6 મિલીની માત્રામાં નાગરવેલ પાનનો રસ, આદુનો રસ અને મધને ભેળવીને સવારે અને સાંજે પીવાથી તાવ મટી જાય છે.

ખંજવાળ: તો તમને ખંજવાળ છે તો તમારે પાનના પાંદડાને ઉકાળીને એ પાણીથી ન્હાવાથી ખંજવાળ મટે છે. નાગરવેલના પાંદડા પાણીમાં ગરમ કરીને તેને તેનાથી ન્હાવાથી ખંજવાળની સમસ્યા ઠીક થાય છે. આ સિવાય મોઢામાંથી દુર્ગંધ માટે પણ નાગર વેલના પાંદડા ચાવી શકાય છે.

મોઢાની ચાંદી: પાનના પાંદડાનો રસ મધમાં ભેળવીને ચાંદી પર દરરોજ 2 થી 3 વખત લ્ગાવ્વતી લગાવવાથી મોઢાના ચાંદા મટે છે. મોઢાની ચાંદીમાં પાનના પાંદડા સુકાવીને ચાવવાથી ચાંદા મટી જાય છે. નાગરવેલના પાંદડા એન્ટીવાયરલ ગુણ હોવાથી ચાંદાના વાયરસનો નાશ કરે છે.

ઈજા: નાગરવેલના પાંદડા પર ચૂનો અને કાથો લગાવીને તેમાં થોડીક તમ્બાકુ નાખીને તેને વાટી લો અને પછી તેને ગરમ કરીને ઈજા વાળા સ્થાન પર બાંધી, જેનાથી દર્દ ઠીક થાય છે અને જખમ જલ્દી ભરાઈ જાય છે. પાનના રસમાં થોડો ચૂનો લગાવીને સોજા પર પટ્ટી બાંધવાથી સોજો ઓછો થઇ જાય છે. પાનના પાંદડા ઈજા વાળા સ્થાન પર લગાવવાથી સોજો ઓછો થઇ જાય છે.

હાથીપગો: 7 નાગર વેલના પાંદડાને ઘૂંટીને થોડા દિવસો સુધી સેવન કરવાથી હાથીપગો મટે છે. નાગરવેલના પાનના 7 પાંદડાનું ચૂર્ણ ગરમ પાણી અને સિંધવ મીઠામાં દિવસમાં 3 વખત લેવાથી હાથીપગાનો રોગ ઠીક થાય છે.

નપુસંકતા: પુરુષના શિશ્ન પર નાગરવેલના પાંદડા બાંધવાથી અને નાગરવેલના પાનને માલકાંગણીનું તેલ 10 ટીપા લગાવીને દિવસમાં 2 થી 3 વખત થોડા દિવસો સુધી ખાવાથી નપુંસકતા દુર થઈ જાય છે. આ પ્રયોગ દરમિયાન દુધ અને ઘીનું વધારે માત્રામાં સેવન કરી શકો છો.

તરસ: વધારે તરસ લાગવાની સમસ્યામાં નાગરવેલના રસમાં  થોડો ફુદીનો ભેળવીને સેવન કરવાથી તરસ મટે છે. નાગરવેલના પણ ખાવાથી તરસ ઓછી લાગે છે. માટે જે લોકોને વાંરવાર તરસ લાગવાની સમસ્યા રહે છે તેમને નાગરના વેલ પાન ખાવા જોઈએ.

બાળકોમાં જો કબજીયાત અને બાદીની સમસ્યા હોય તો પાન પર તેલ ચોપડીને બાળકોની મળદ્વાર પર રાખવાથી કબજિયાત તૂટી જાય છે. લગભગ 4 ગ્રામ નાગરવેલ ના પાંદડાનો રસ કાઢીને ગરમ કરીને 2 થી ૩ વખત પીવાથી તાવ રોકાઈ જાય છે. નાગરવેલનો અર્ક પીવડાવવાથી તાવ જલ્દી ઉતરી જાય છે. નાગર વેલના કોમળ મુળિયાને કાળા મરી સાથે ખાવાથી ગર્ભ ધારણ થતું અટકે છે.

પાનના સરબતમાં સોજો અને ચટપટી ચીજો અને ગરમ ચીજો ભેળવીને 25-25 મીલીલીટર દિવસમાં દિવસમાં 3 વખત પીવાથી કમજોરી દુર થાય છે. શરીરમાં સોજો થવા પર પાનને ગરમ કરીને બાંધવાથી સોજો અને  અને પીડા દુર થઈને ગાંઠ બેસી જાય છે. પ્રસુતા સ્ત્રીને પ્રજનન સ્થાન પર રાખવાથી તથા પાનનો શેક અને લેપ કરવાથી સોજો દુર થાય છે પીડા થતી મટે છે.

આમ, નાગરવેલ ખુબ ખુબ જ ઉપયોગી વનસ્પતિ છે. આ ઉપરોક્ત સમસ્યાને ઠીક કરવા માટે નાગરવેલ ખુબ જ ઉપયોગી છે. આ માહિતી તમારા ફાયદા માટે ખુબ જ ઉપયોગી છે. જેથી તેના વિશેની આ મહિતી અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતીના માધ્યમ દ્વારા તમે ઘણી સમસ્યાને નાબુદ કરી શકો.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો

'શ્રી કૃષ્ણઃ શરણં મમ' મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

March 29, 2022
આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

December 23, 2022
India vaccine volunteer

ભારતની સ્વદેશી વેકસીનના વોલેન્ટીયર તમે પણ બની શકો છો, વોલેન્ટીયર બનવા માટે શું કરવું? જાણો વિગત

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In