નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કિડનીમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાના સરળ ઘરેલું ઉપાયો વિષે. કીડનીએ આપણા શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. કીડની આપણા શરીરમાં એક ફિલ્ટર જેવું કામ કરે છે. તે શરીરની ગંદગીને બહાર કાઢવાની સાથે શરીરને ઝેરી પદાર્થીથી મુક્ત કરે છે.
માનવ શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે કીડની ખુબ જ જરૂરી છે કારણ કે તે શરીરમાંથી ઝેરી પદાર્થો અને કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. કિડનીને યોગ્ય રીતે કાર્યક્ષમ રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. કીડનીને ડિટોક્સ કરવી ખુબ જ જરૂરી છે નહિતર તેની કાર્યક્ષમતા નબળી પડી શકે છે. કિડનીને સાફ રાખીને તમે કિડનીની પથરીથી, બ્લડ પ્રશેર કંટ્રોલ રાખવું, મૂત્રાશયની કાર્યક્ષમતામાં સુધાર કરવો જેવી સમસ્યામાં મદદરૂપ બની શકે છે.
જો કિડનીમાં ગંદગી જમા થતી રહે તો પથરી થવાની શક્યતા રહે છે, માટે કીડની સાફ રહેવી ખુબ જ જરૂરી છે. કીડની સાફ કરવા માટે તમારે કોઈ ખાસ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર નથી માત્ર રસોડામાં હાજર કેટલીક વસ્તુની મદદથી તેને સાફ અને તંદુરસ્ત રાખી શકો છો. અહી કેટલાક સરળ ઘરેલું ઉપાય જણાવવામાં આવી રહ્યા છે જેના દ્વારા તમે કીડનીને ઝેરી પદાર્થોથી મુક્ત અને શુદ્ધ રાખી શકો છો.
કિડનીમાંથી ઝેરી પદાર્થોને દુર કરવા લીંબુ એક સારો ઉપાય છે. લીંબુમાં વિટામીન-C નું પ્રમાણ હોય છે જે કિડનીમાં હાજર ટોક્સિન્સને બહાર કાઢવા માટે અસરકારક ઈલાજ સાબિત થાય છે. નિયમિત એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી કિડનીમાં હાજર ટોક્સિન્સ દુર થાય છે. કીડનીને હંમેશાં તંદુરસ્ત રાખવા આ એક સારો ઉપાય માનવામાં આવે છે. જો તમે કિડનીની બીમારીથી અસરગ્રસ્ત હોવ તો ડોકટરની સલાહ લીધા પછી આ ઉપાય કરવો.
એક લીટર પાણીમાં એક મુઠ્ઠી કોથમીરના પાનના ટુકડા કરીને નાખી દો, તેમાં થોડો અજમો પણ ઉમેરી મિક્સ કરો. તેને ધીમી આંચ પર 10 મિનીટ સુધી ગરમ કરો. ત્યારબાદ ઠંડુ થવા દો. ત્યારબાદ તેના ગાળીને સેવન કરો, નિયમિત ખાલી પેટ સેવન કરવાથી કીડની સાફ રહેશે.
કિડનીને સાફ રાખવા આદું ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં રહેલા પોષક તત્વો જેવા કે ક્લોરીન,આયોડીન, કેલ્શિયમ અને વિટામીન-A હોય છે જે કીડનીને કુદરતી રીતે સ્વચ્છ રાખમાં મદદરૂપ બની શકે છે. દહીંમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા મળી આવે છે, જે તમારી પાચનક્રિયાને સારી રાખવાની સાથે કીડનીને પણ સાફ રાખે છે.
મેથી પાણીના સેવનથી પણ કિડનીમાં પથરીનું નિર્માણ અટકાવી શકાય છે, કારણ કે તે કિડનીમાં યુરિયાની માત્ર ઘટાડે છે અને હિમોગ્લોબીન ઉત્પન્ન કરે છે. નિયમિત સવારે ખાલી પેટ મેથીના પાણીનું સેવન કરવાથી કીડની સાફ રહેવાની સાથે કોઈ વિકાર રહેતો નથી. રાત્રે સુતા પહેલા અડધો કપ કરતા પણ ઓછી મેથીને પાણીમાં પલાળો, નિયમિત સવારે આ પાણીનું સેવન કરવાથી કીડની સંબધિત રોગો થવાની સંભવાના ઓછી રહે છે.
દ્રાક્ષના સેવનથી કીડનીને તંદુરસ્ત રાખી શકો છો. વિટામીન-C થી ભરપુર કાળી કે લાલ દ્રાક્ષમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે જે કીડનીને સ્વસ્થ રાખે છે અને પેટથી જોડાયેલી સમસ્યાને પણ દુર કરે છે.
કીડનીને તંદુરસ્ત રાખવા રસદાર ફળોનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જેમ કે સંતરા, તરબૂચ, લીંબુ જેવા ફળોમાં સાઈટ્રિક એસીડની માત્રા પુરતા પ્રમાણમાં હોય છે જે પથરીના નિર્માણને રોકી શકે છે.
ગળો, લીમડો અને ઘઉના જુવારના રસનો ઉપયોગ કરવાથી કિડનીની સફાઈ સારી રીતે થઇ શકે છે. આ ત્રણેયને સરખી માત્રામાં મિક્સ કરીને સવારે ભૂખ્યા પેટ પીવું અને એક કલાક સુધી કશું ખાવું નહિ, આ કરવાથી કિડનીની સફાઈ સારી રીતે થાય છે.
આહારમાં લીલા પાન વાળા શાકભાજીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. પાલકમાં એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી વિટામીન પુરતા પ્રમાણમાં હોય છે. જે કીડનીને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે. પાલકનું યોગ્ય માત્રામાં એવન કરવું પણ જરૂરી છે.
આમ, ઉપર જણાવેલા ઘરેલું ઉપાયો દ્વારા તમે કીડનીને ડિટોક્સ કરીને ઝેરી પદાર્થોથી મુક્ત કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ કિડનીની પથરીથી મુક્ત રહો, આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.