નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ આહારમાં સલાડ તરીકે કાકડીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. કાકડી ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે માત્રામાં આવે છે જેથી ઉનાળામાં તેનુ સેવન વધારે કરવામાં આવે છે. કાકડીમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ અને પ્લાન્ટ કમ્પાઉન્ડ શરીમાં અનેક રોગો સામે રક્ષણ પૂરું પડી શકે છે. કાકડીનું સેવન દિવસ દરમિયાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
ડાયેટિશિયન ડો.રંજના સિંહના કહેવા મુજબ કાકડીને દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે સલાડ તરીકે ખાવી લાભદાયી છે. કાકડીને વિટામિન-A, ખનીજ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ હોવાનું કહેવામાં આવે છે. કાકડીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન-A, વિટામીન-C, બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. તમે કાકડીને કચુંબર, સેન્ડવિચ અથવા રાયતામાં ખાઈ શકો છો. ચાલો જાણીએ કાકડીના સેવનથી શરીરને થતા ફાયદા વિષે.
કાકડીમાં વિટામિન-A અને બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે માટે તેના સેવનથી આંખોની રોશની વધે છે. ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસ કાપીને 10 મિનીટ સુધી આંખો પર રાખવાથી આંખો તંદુરસ્ત રહેવાની સાથે આંખોની દ્રષ્ટી વધે છે. કાકડીની સ્લાઈસ કાપીને આંખો પર રાખવાથી આંખોની આસપાસ રહેલા ડાર્ક-સર્કલ પણ દુર થાય છે.
નિયમિત કાકડીના સેવનથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત થાય છે. કાકડીમાં વિટામિન-C, બીટા કેરોટિન જેવા એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જેના કારણે શરીરમાં હાજર મુક્ત રેડિકલ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
કાકડીના સેવનથી પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાને દુર કરી શકાય છે. કાકડીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી કબજિયાત અને અપચાની સમસ્યાને દુર કરે છે. કાકડીના સેવનથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જવાની સાથે શરીરને ડીટોક્સ કરે છે, જેથી ત્વચાની બીમારી પણ દુર થાય છે.
શરીરનું વજન ઘટાડવા કાકડી એક સારો ઉપાય છે, ડાયેટિશિયન ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર વજન ઘટાડવા કાકડી ફાયદાકારક સાબિત થાય છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે, માટે તેનું સેવન કરવાથી પેટ ભરાયેલું રહે છે અને શરીરની મેટાબોલિઝ્મ ક્રિયા પણ મજબુત બનાવે છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
પેશાબ સંબધિત સમસ્યામાં કાકડીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કાકડીના બીજનો ઉકાળો કરી નિયમિત દૂધ સાથે લેવાથી થોડા જ દિવસોમાં પેશાબની બળતરા ઘટી જાય છે. તલ અને કાકડીના બીજને સમાન પ્રમાણમાં લઈને દૂધ સાથે બરાબર પીસી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા દુર થાય છે. કાકડીના પાનને બરાબર પીસીને ગાળી લો, ત્યારબાદ તેમાં શુગર કેન્ડી મિક્સ કરીને 10-15 ML માત્રામાં પીવાથી પેશાબ ખુલ્લીને આવવાની સાથે પેશાબની વિકારમાં પણ ફાયદો થાય છે.
દરરોજ કાકડીનું સેવન કરવાથી શરીરમાં કેન્સરનું જોખમ ઘટે છે. કાકડીમાં મળતું પ્રોટીન આપણા શરીરમાં કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. કાકડી શરીરમાં કેન્સર અથવા ગાંઠના વિકાસને અટકાવે છે.
કાકડીના સેવનથી શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. વનસ્પતિના અન્ય કેટલાક ખોરાકનો પણ એક અભ્યાસમાં કાકડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું કે કાકડી બ્લડ શુગરને નિયંત્રિત કરવા અન્ય પ્લાન્ટના ખોરાક કરતા વધારે સારો છે.
કાકડીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેશન રહે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. કાકડી શરીર માટે એક સારો એવો પાણીનો સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે તેમાં 95 ટકા પાણીનું પ્રમાણ હોય છે.
કાકડીનું સેવન રાત્રે ન કરવું જોઈએ : ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર રાત્રે કાકડીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં ભારેપણું આવે છે અને પચવામાં પણ મુશ્કેલ બને છે, કારણ કે કાકડીને પચવામાં વધારે સમય લાગે છે. રાત્રે કાકડી ખાવાથી ઊંઘમાં પણ ખલેલ પહોચે છે અને સુવામાં તકલીફ પડે છે.
આમ, કાકડીનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઘટવાથી માંડીને ઘણા બધા ફાયદા થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીઓને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.